You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પાકિસ્તાન વિરુદ્ધ 'સર્જિકલ સ્ટ્રાઇક'ની યોજના બનાવી રહ્યું છે?
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે તેમને ગુપ્તચર સૂત્રો થકી જાણવા મળ્યું છે કે ભારત પાકિસ્તાન વિરુદ્ધ 'સર્જિકલ સ્ટ્રાઇક'ની યોજના બનાવી રહ્યું છે.
તેમનું કહેવું હતું કે ભારત પોતાની આંતરિક બાબતો અને ભારત પ્રશાસિત કાશ્મીરની હાલતથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવું કરવા અંગે વિચારી રહ્યું છે.
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ-ધાબીમાં પત્રકારપરિષદ દરમિયાન કુરૈશીએ કહ્યું કે તેમની પત્રકારપરિષદનો ઉદ્દેશ પાકિસ્તાનીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને જરૂરી જાણકારી આપવાનો હતો.
તેમણે એવું પણ કહ્યું કે જો ભારત આવી કોઈ હરકત કરે છે તો પાકિસ્તાન તેનો ભરપૂર અને જડબાતોડ જવાબ આપશે.
કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને કેટલાંય મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રોને પણ આઅંગેની આશંકાથી માહિતગાર કર્યા છે અને તેમની સાથે એ ગુપ્તચર માહિતી પણ શૅર કરી છે, જેથી તેમને પણ ભારતની યોજના અંગે જાણકારી મળી શકે.
ભારત તરફથી હજુ સુધી આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. કુરૈશીએ એવું પણ કહ્યું છે કે કોરોના વાઇરસને લીધે ભારતના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે.
તેમણે કહ્યું કે આ ઉપરાંત લઘુમતીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન અને ભેદભાવપૂર્ણ કાયદાઓ વિરુદ્ધ સમગ્ર ભારતમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. એટલે જ ભારત આ પરિસ્થિતિઓથી વિશ્વનું ધ્યાન હઠાવવા માટે આ પ્રકારના (કથિત સર્જિકલ સ્ટ્રાઇક)ની ઇચ્છા ધરાવે છે.
કુરૈશીએ કહ્યું, "પાકિસ્તાને ગત મહિને પણ આંતરરાષ્ટ્રીય સમુદાયને એક ડૉઝિયર આપીને ચેતવ્યો હતો કે ભારત પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તાજેતરમાં જ આવેલા ઈયૂ ડિસઇન્ફોલૅબનો રિપોર્ટ પણ ટાંક્યો હતો કે જેમાં કહેવાયું હતું કે પશ્ચિમના દેશોમાં ગત 15 વર્ષોથી એક નેટવર્ક ચાલી રહ્યું છે, જેનો ઉદ્દેશ આતંરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને બદનામ કરવાનો છે અને ભારતનાં હિતોને ફાયદો પહોંચાડવાનો છે."
તેમણે એવું પણ જણાવ્યું કે જો ભારતે આ પ્રકારની હરકત કરી તો અફઘાન શાંતિપક્રિયા સમેત આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા પર તિવ્ર જોખમ ઊભું થઈ શકે છે.
આ પત્રકારપરિષદ બાદ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતોમાં વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ સહાયક મોઇદ યૂસુફે કેટલાંય ટ્વીટ કર્યાં અને વિદેશમંત્રીના નિવેદનને આગળ વધારતા કહ્યું કે ભારતની અસ્વસ્થા હાસ્યાસ્પદ સ્તરે વધી ગઈ છે.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં યૂએનની ગાડી પર ભારતનો ગોળીબાર : પાકિસ્તાનનો આરોપ
આ દરમિયાન પાકિસ્તાની વિદેશમંત્રાલયના પ્રવક્તા જાહિદ ચૌધરીએ ઇસ્લામાબાદમાં પત્રકારપરિષદમાં કહ્યું કે ભારતીય સૈનાએ શુક્રવારે સવારે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ચિરીકોટ સૅક્ટરમાં વગર કોઈ ઉશ્કેરણીએ ગોળીબાર કર્યો, જેમાં સંયુક્ત રાષ્ટ્રની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે.
ગાડીમાં ભારત અને પાકિસ્તાનમાં યૂએન ઑબ્ઝર્વર મિલિટરી ગ્રૂપ (યૂએનએમઓજીપીઆઈ)ના બે અધિકારીઓ બેઠા હતા. અધિકારીઓ સુરક્ષિત છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો