ફ્રાન્સ ચર્ચ હુમલો : હુમલાખોર કોણ છે અને ક્યાંથી આવ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સના નીસ શહેરમાં એક સંદિગ્ધ હુમલાખોરે અનેક લોકો પર ચાકુથી હુમલો કર્યો હોવાની ઘટના બની છે. ફ્રાન્સની પોલીસે કહ્યા મુજબ આ હુમલામાં કમસે કમ ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં એક મહિલાનું ગળું કાપી દેવામાં આવ્યું છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ આ ઘટનાને 'ઇસ્લામી આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને ઘટનાની નિંદા કરી છે.
તેમણે ટ્વીટ કર્યું છે કે નીસમાં ગુરુવારે થયેલા હુમલા સહિત તાજેતરમાં થયેલા ઉગ્રવાદી હુમલાઓની નિંદા કરે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું, "ફ્રાંસમાં પીડિતો અને તેમના પરિવારજનો સાથે અમારી સંવેદના છે. ભારત આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ફ્રાંસની સાથે ઊભું છે."
એક તરફ લોકો આ ઘટના અંગે દુખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યાં મલેશિયાના પૂર્વ વડા પ્રધાનનું વિવાદાસ્પદ ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
95 વર્ષના પૂર્વ વડા પ્રધાન મહાતિર મોહમ્મદે એક પછી એક અનેક ટ્વીટ કર્યાં છે.
જેમાંથી એક ટ્વીટની ટીકા થઈ રહી છે. લોકો એમને નફરત, પૂર્વાગ્રહથી ભરેલું અને હિંસા ભડકાવનારું ટ્વીટ ગણાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટરે તેમનું ટ્વીટ હઠાવી દીધું છે.

કોણ છે હુમલાખોર?

ઇમેજ સ્રોત, EPA
ફ્રાંસના મુખ્ય ઍન્ટિ-ટેરર પ્રૉસિક્યૂટર જ્યાં ફોંસા હિકાખે જણાવ્યું છે કે પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર ગંભીરરૂપે ઘાયલ થયા છે.
હિકાખનું કહેવું છે કે સંદિગ્ધ 21 વર્ષનો ટ્યૂનીશિયાનો નાગરિક છે, જે આ મહિનાની શરૂઆતમાં જ ફ્રાન્સ આવ્યા હતા.
તેમની પાસે ઇટાલીના રેડ ક્રૉસ દ્વારા જારી કરાયેલા દસ્તાવેજ હતા.
પોલીસ સૂત્રોએ હુમલાખોરનું નામ બ્રાહિમ એઇસોઈ જણાવ્યું છે.
તેમનું કહેવું છે કે આ વ્યક્તિ સપ્ટેમ્બરમાં ટ્યૂનીશિયાથી નાવડીમાં ઇટાલી લૅમ્પેડુસા દ્વીપ પર પહોંચ્યા હતા.
કોરોના વાઇરસના કારણે ક્વોરૅન્ટીન સમય પૂરો કર્યા બાદ તેમને ઇટાલી છોડવા કહેવાયું હતું.
નીસના મેયર ક્રિશ્ચિયન એસ્ટ્રોસીએ ઘટનાને 'ઇસ્લામી ફાંસીવાદ' ગણાવતાં કહ્યું કે શંકાસ્પદ હુમલાખોર 'અલ્લાહુ અકબર'ની બૂમો પાડતા હતા.
હિકાખનું કહેવું છે કે હુમલાખોર પાસેથી એક કુરાન, બે ટેલીફોન અને એક 12 ઇંચ લાંબું ચાકૂ મળી આવ્યું છે.
તેમણે કહ્યું, "હુમલાખોરનું એક બૅગ પણ અમને મળ્યું છે. જેમાં બીજાં બે ચાકૂ છે, જેનો ઉપયોગ નથી થયો."
નીસના મેયર ક્રિસ્ચન એસ્ટ્રોસીએ જણાવ્યું કે બધી બાબતો જણાવે છે કે નોત્ર ડામ બૅસેલિકાના મુખ્ય વિસ્તારમાં આંતકવાદી હુમલો થયો છે.
પોલીસે જણાવ્યું કે એક મહિલાની માથું કાપીને હત્યા કરવામાં આવી છે. એસ્ટ્રોસીએ કહ્યું કે આ "ઇસ્લામોફાસિસ્મ" છે.

ઇમેજ સ્રોત, CHRISTIAN ESTROSI
ફ્રાન્સની રાષ્ટ્રીય ઍન્ટી ટેરર ટીમના અધિકારીઓએ જણાવ્યું કે આરોપી સામે હત્યાનો કેસ ચલાવવામાં આવશે.
પત્રકારો સાથે વાત કરતી વખતે મેયરે જણાવ્યું કે પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે તે સતત "અલ્લાહ-હુ-અકબર" (ખુદા સૌથી મહાન છે)ના નારા લગાવી રહ્યો હતો.
તેમણે જણાવ્યું કે મૃત્કોમાં એક બૅસેલિકામાં દેખરેખનું કામ કરનાર પણ સામેલ છે.
ફ્રાન્સની સરકારે લોકોને શાંતિ જાળવાવની અપીલ કરી છે. સરકારે લોકોને કહ્યું છે કે તેઓ ફ્રેન્ચ રીવેરા શહેરમાં જવાનું ટાળે.
ઘટના બાદ ફ્રાન્સની સરકારે એક મિટિંગ બોલાવી છે.
ઘટના પર શોક પ્રકટ કરવા માટે રાષ્ટ્રીય સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, જ્યાં વડા પ્રધાન જિન કાસ્ટેક્સે કોરોના કેસોને પગલે ગુરૂવાર સાંજથી લૉકડાઉન જાહેર કરવામાં આવશે, તેના વિશે માહિતી આપી હતી.
14 જુલાઈ 2016ના દિવસે નીસના ઇતિહાસની સૌથી મોટી દુર્ધટના થઈ હતી. જેમાં 31 વર્ષના ટ્યુનિશીયન યુવકે ભરબજારમાં લોકોની પર ટ્રક ચઢાવી દીધી હતી. ઘટનામાં 86 લોકો માર્યા ગયા હતા.
આ ઘટનામાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













