કેશુભાઈ પટેલ: જનસંઘના દિવસોથી નરેન્દ્ર મોદી સામે મોરચો માંડવા સુધીની તસવીરી સફર

ગુજરાતના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલનું નિધન, જનસંઘથી તેમની ગુજરાતના મુખ્ય મંત્રી પદ સુધીની સફર.

1974માં કેશુભાઈ પટેલ જનસંઘની સભાને સંબોધતા

ઇમેજ સ્રોત, Sukhdev Bhachech

ઇમેજ કૅપ્શન, 1974માં કેશુભાઈ પટેલ જનસંઘની સભાને સંબોધતા, 1969થી 1974 દરમિયાન તેઓ જનસંઘના ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ તેમજ પ્રમુખના હોદ્દા પર કાર્યરત રહ્યા હતા. 1975માં જનતા મોરચાની બાબુભાઈ જશભાઈ પટેલના વડપણ હેઠળની સરકારમાં કેશુભાઈ સિંચાઈ અને કૃષિવિભાગના મંત્રી બન્યા હતા.
ગુજરાત ભાજપના પ્રથમ અધિવેશનમાં તત્કાલીન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ આડવાણી સાથે મંચ પર કેશુભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Shukdev Bhachech

ઇમેજ કૅપ્શન, આવનારા સમયમાં જનસંઘનો ભાજપમાં વિલય થયો હતો. ગુજરાત ભાજપના પ્રથમ અધિવેશનમાં તત્કાલીન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ આડવાણી સાથે મંચ પર કેશુભાઈ પટેલ અને વકીલ રામ જેઠમલાની.
1984માં ભાજપના રાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં અટલ બિહારી વાજપેયી સાથે મંચ પર કેશુભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, 1984માં ભાજપના રાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં અટલ બિહારી વાજપેયી સાથે મંચ પર કેશુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ જ્યારે 1990માં મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમની સરકારમાં કેશુભાઈ પટેલને પણ સ્થાન મળ્યું હતું.

ઇમેજ સ્રોત, Sukhdev Bhachech

ઇમેજ કૅપ્શન, ચીમનભાઈ પટેલ જ્યારે 1990માં મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમની સરકારમાં કેશુભાઈ પટેલને પણ સ્થાન મળ્યું હતું. ભાજપ ચીમનભાઈ પટેલ સાથે મિશ્ર સરકાર રચવામાં સફળ થયો હતો જેમાં કેશુભાઈ પટેલનું સ્થાન બીજા નંબરનું હતું અને તેઓ નર્મદા જળસંપત્તિ વિભાગના મંત્રી હતા. ( આ તસવીર ચીમનભાઈ પટેલના શપથગ્રહણ સમારોહની છે)
1990ની ચૂંટણીની તૈયારી માટેની બેઠકમાં અટલ બિહારી વાજપેયી સાથે કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને સુરેશ મહેતા

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, 1990ની ચૂંટણીની તૈયારી માટેની બેઠકમાં અટલ બિહારી વાજપેયી સાથે કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને સુરેશ મહેતા. કેશુભાઈ પટેલ ભવિષ્યમાં મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમણે ટૂંક સમયમાં પદ પરથી રાજીનામું આપ્યા પછી સુરેશ મહેતા અને શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.
1991માં ગુજરાતના ગવર્નર સ્વરૂપ સિંહને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માગ કરતા હજારો પોસ્ટ કાર્ડ સોંપવા પહોંચેલા કેશુભાઈ પટેલ સાથે વિશ્વ હિંદૂ પરિષદના પ્રવીણ તોગડિયા.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં રામ મંદિર નિર્માણના આંદોલનમાં ભાજપના સક્રિય નેતાઓમાં કેશુભાઈ પટેલ પણ સામેલ હતા. 1991માં ગુજરાતના ગવર્નર સ્વરૂપ સિંહને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માગ કરતા હજારો પોસ્ટ કાર્ડ સોંપવા પહોંચેલા કેશુભાઈ પટેલ સાથે વિશ્વ હિંદૂ પરિષદના પ્રવીણ તોગડિયા.
લાલ કૃષ્ણ આડવાણી, નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ

ઇમેજ સ્રોત, The India Today Group/Getty

ઇમેજ કૅપ્શન, 14 માર્ચ 1995ના રોજ રાજ્યમાં પ્રથમ વખત ભાજપની સરકાર આવી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, જોકે ઑક્ટોબર 1995માં મુખ્ય મંત્રીનું પદ ગુમાવ્યા બાદ કેશભાઈ 1998માં ફરી મુખ્ય મંત્રી બન્યા હતા. જોકે આ વખતે પણ સત્તામાં પોતાનું કાર્યકાળ તેઓ પૂર્ણ નહોતા કરી શક્યા. 3 ઑક્ટોબર 2001ના રોજ તેમણે રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદી નવા મુખ્ય મંત્રી બન્યા.
કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ અંજારની મુલાકાતે આવેલા તત્કાલીન મુખ્ય મંત્રી કેશભાઈ પટેલ અને તત્કાલીન કૃષિ મંત્રી નીતીશ કુમાર. કચ્છના ભૂકંપ પછી કેશભાઈના હાથમાંથી સત્તા છીનવાઈ ગઈ હતી.

ઇમેજ સ્રોત, Pallava Bagla/Getty

ઇમેજ કૅપ્શન, કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ અંજારની મુલાકાતે આવેલા તત્કાલીન મુખ્ય મંત્રી કેશભાઈ પટેલ અને તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી નીતીશ કુમાર. 2001ના કચ્છના ભૂકંપ પછી કેશભાઈના હાથમાંથી સત્તા છીનવાઈ ગઈ હતી.
2012માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે મોરચો માંડ્યો હતો, તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સામે પણ ગુજરાતમાં નેતૃત્વ બદલવાની રજૂઆતો કરી હતી. અંતે તેમણે ભાજપમાં રાજીનામું આપીને 6 ઑગસ્ટે નવી 'ગુજરાત પરિવર્તન પાર્ટી' શરૂ કરી હતી.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty

ઇમેજ કૅપ્શન, 2012માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે મોરચો માંડ્યો હતો, તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સામે પણ ગુજરાતમાં નેતૃત્વ બદલવાની રજૂઆતો કરી હતી. અંતે તેમણે ભાજપમાં રાજીનામું આપીને 6 ઑગસ્ટે નવી 'ગુજરાત પરિવર્તન પાર્ટી' શરૂ કરી હતી જોકે આગળ ચાલીને આ પાર્ટીનો વિલય ભાજપમાં થયો હતો.
જ્યારે કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, જ્યારે કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી