ભારત-નેપાળ વિવાદ : રૉ-પ્રમુખ અને નેપાળના પીએમ ઓલી વચ્ચે મુલાકાત, શાસક સીપીએન અજાણ

ઇમેજ સ્રોત, RSS
- લેેખક, સંજીવ ગીરી
- પદ, બીબીસી ન્યૂઝ નેપાળ
નેપાળના શાસક પક્ષ સીપીએનના પ્રવક્તા નારાયણ કાઝી શ્રેષ્ઠે એક નિવેદનમાં કહ્યું કે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને ભારતીય ગુપ્તચર સંસ્થા 'રૉ'ના પ્રમુખ સામંત ગોયલ વચ્ચે બુધવારે થયેલી મુલાકાત વિશે પાર્ટીને કોઈ જ જાણકારી નથી.
અત્રે નોંધવું કે સીપીએનના જે બે અધ્યક્ષ છે તેમાંથી એક ઓલી પણ છે.
તેમના અનુસાર સીપીએનના એક અન્ય અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અથવા પાર્ટીના કોઈ પણ વરિષ્ઠ નેતા કે પછી નવ સભ્યો ધરાવતા પાર્ટી સચિવાલયે આ વિશે કોઈ પણ ચર્ચા નથી કરી અને તેમને કોઈ માહિતી પણ નથી.
એટલું જ નહીં નેપાળના વિદેશમંત્રાલયે પણ એક નિવેદનમાં કહ્યું છે કે ભારતની એજન્સી 'રૉ' પ્રમુખના પ્રવાસ વિશે તેમને કોઈ જાણકારી નહોતી. પરંતુ વડા પ્રધાન ઓલીના પ્રેસ-સલાહકારે ગુરુવારે એક નિવેદનમાં ઓલી અને રૉ-પ્રમુખની મુલાકાતની પુષ્ટિ કરી હતી.

ટીકા અને શંકા

ઇમેજ સ્રોત, RSS
નેપાળના વડા પ્રધાનના પ્રેસ-સલાહકાર સૂર્યા થાપાએ સોશિયલ મીડિયામાં આ નિવેદન જાહેર કર્યા બાદ સીપીએનના નેતા, કાર્યકર્તા અને વિપક્ષી નેતાઓએ ઓલીની ઘણી ટીકા કરી છે.
ઘણાનું કહેવું છે કે વડા પ્રધાને કૂટનીતિની આચારસંહિતાનું પાલન નથી કર્યું.
પાર્ટીના હાલના પ્રવક્તા અને પૂર્વ વિદેશમંત્રી નારાયણ કાઝી શ્રેષ્ઠે કહ્યું કે સામાન્યરીતે ઓલી રાજદૂતો અને રાજનેતાઓને મળતા રહે છે પરંતુ મુલાકાત દરમિયાન વિદેશમંત્રાલયના એક ઔપચારિક પ્રતિનિધિ જરૂર હાજર રહેતા હોય છે.
તેમણે કહ્યું કે તેઓ માત્ર એ વાત પર ભાર આપી રહ્યા છે કે આચાર સંહિતાનું પાલન થવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રેષ્ઠે આ બેઠકને અસામાન્ય ગણાવતા કહ્યું, "એ સ્વાભાવિક વાત છે કે સવાલ થવો જોઈએ કે વડા પ્રધાને આ રીતે રૉ-પ્રમુખ સાથે હેઠક કેમ કરી? સવાલ એ છે કે આ મુલાકાત કેમ થઈ અને આવી જ રીતે કેમ થઈ?"
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ એવી પરિસ્થિતિ નથી જેને હળવી રીતે લઈ શકાય. આના પર ચર્ચા થવી જ જોઈએ."

ગુપ્ત બેઠક

ઇમેજ સ્રોત, Getty Images
નેપાળે મે મહિનામાં એક રાજકીય નકશો જાહેર કર્યો હતો અને ત્યાર બાદ ભારતના કોઈ વરિષ્ઠ અધિકારીની આ પહેલી નેપાળયાત્રા હતી.
વિશ્લેષકોનું કહેવું છે કે જ્યારે નેપાળ અને ભારત વચ્ચેના સંબંધો સામાન્ય નથી, એવા સમયમાં ભારતીય ગુપ્તચર સંસ્થાના પ્રમુખનું નેપાળ આવવું તથા વડા પ્રધાનને મળવું તે ઘણા ગૂઢાર્થની બાબત છે.
વળી તેમનું એવું પણ કહેવું છે કે વિદેશમંત્રાલયને પણ જાણ ન હોય એવી ગુપ્ત બેઠક સત્તારુઢ પાર્ટીઓના નેતાઓ માટે ગંભીર ઝાટકા સમાન છે.

બેઠકમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઑલીના પ્રેસ-સલાહકાર સૂર્યા થાપાએ એક નિવેદનમાં કહ્યું કે બુધવારે વડા પ્રધાન ઓલી અને ભારતની ગુપ્તચર સંસ્થા રૉના પ્રમુખ ગોયલ વચ્ચે શિષ્ટાચાર હેઠળ મુલાકાત થઈ હતી.
તેમણે તેમના નિવેદનમાં કહ્યું, "બેઠક દરમિયાન રૉ-પ્રમુખે ભારત-નેપાળ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા, વાતચીતના મુદ્દાથી ઉકેલ તથા પરસ્પર સહયોગ વધારવા સહિતના મુદ્દાઓ પર ભારતની પ્રતિબદ્ધતા હોવાની વાત કરી હતી."
આ નિવેદન બહાર આવ્યું તે પહેલાં નેપાળની કોઈ પણ સરકારી સંસ્થાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
પરંતુ ઘણા નેતાઓએ એ વાત સ્પષ્ટ કરી છે કે તેઓ ગોયલને નથી મળ્યા.

અસંતોષનું કારણ
તાજેતરમાં જ નેપાળની કૉમ્યુનિસ્ટ પાર્ટીની એક બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સરકારના કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો વિશે પાર્ટીમાં વિચારવિમર્શ કરવામાં આવશે.
આ પગલું એવા સમયે લેવાયું છે જ્યારે પાર્ટીમાં સરકારના કેટલાક પ્રમુખ મુદ્દાને ઉકેલવાની માર્ગ મામલે આંતરિક તણાવ ચાલી રહ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે વડા પ્રધાન ઓલીની મુલાકાતના સમય પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે મુલાકાતની આ રીત પણ વાંધાજનક છે.

કૂટનીતિક ગરિમાનો મુદ્દો કેમ

ઇમેજ સ્રોત, REUTERS/DENIS BALIBOUSE/FILE PHOTO
વિદેશી જાણકારોનું પણ માનવું છે કે ઓલીની આ મુલાકાત કૂટનિતીની ગરિમાના વિરુદ્ધ છે.
પૂર્વ રાજદૂત દિનેશ ભટ્ટરાઈએ કહ્યું કે હાલમાં નેપાળમાં ચીનના વધેલા પ્રભાવે ભારતની ચિંતા વધારી દીધી છે અને રૉ-પ્રમુખની આ મુલાકાત સાથે નેપાળ વાતચીતના દ્વાર ખોલવા માગે છે. જોકે આ મુલાકાતની નેપાળમાં લાંબા સમય સુધી અસર રહેશે.
તેમનું કહેવું છે,"જે રીતે આ મુલાકાત થઈ તે દર્શાવે છે કે વડા પ્રધાને તેમની વ્યક્તિગત સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો હશે અને ભારતે તેમને મદદનું આશ્વાસન પણ આપ્યું હશે. આ વિશે કંઈક વાતચીત જરૂર થશે."
તેમણે વધુમાં કહ્યું, "જો આવું કંઈક થાય તો બની શકે કે હાલ તેનાથી કંઈક ફાયદો થઈ શકે. પરંતુ લાંબા સમયમાં આ કોઈ મુદ્દો બની શકે છે."
જોકે પૂર્વ વિદેશમંત્રી રમેશ નાથ પાંડેનું કહેવું હતું કે કૂટનીતિની કોઈ મર્યાદા નથી હોતી અને તાજેતરના સમયમાં રૉ-પ્રમુખની મુલાકાતનું તેનાં પરિણામોના આધાર પર આકલન કરવું જોઈએ.
સૈન્યઅધિકારીઓ દ્વારા રાજકીય મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવ્યો હોય એવો ભારત અને નેપાળનો ઇતિહાસ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
તેઓ કહે છે,"જો બંને દેશો વચ્ચેની ગેરસમજ અને સંવાદની સમસ્યાને દૂર કરવા માટે કોશિશ કરાઈ હોય તો તેનો નિર્ણય એ વાત પર કરવામાં આવવો જોઈએ કે આ કોશિશનું પરિણામ શું આવશે?"
પરંતુ દિનેશ ભટ્ટરાઈ અનુસાર કૂટનીતિમા દરેક બાબતને સાર્વજનિક નથી કરવામાં આવતી અને તેમના અનુસાર આ મામલો બીજી શ્રેણીમાં આવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












