કોરોના વાઇરસ વૅક્સિન : એક વૉલન્ટિયરનું મૃત્યુ પણ ટ્રાયલ ચાલુ જ રહેશે

ઇમેજ સ્રોત, YEGOR ALEYEV
બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે કોરોના વાઇરસની વૅક્સિનની ક્લિનિક્લ ટ્રાયલ દરમિયાન એક વૉલન્ટિયરનું મૃત્યુ થયું છે છતાં પણ ટ્રાયલ ચાલુ રહેશે.
બ્રાઝિલમાં ઑક્સફર્ડે બનાવેલી કોરોના વાઇરસની રસીની ટ્રાયલ ચાલી રહી છે. આ વૅક્સિનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન એસ્ટ્રાઝેનિકા કંપની કરવાની છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે ઑક્સફર્ડે તપાસ કર્યા પછી ટેસ્ટિંગ ચાલુ રાખવાની વાત કરી છે અને એક નિવેદન જાહેર કર્યું છે કે "ક્લિનિકલ ટ્રાયલની સુરક્ષાને લઈને કોઈ ચિંતા નથી."
આ મુદ્દા પર હાલ સુધીમાં નિર્માતા કંપની એસ્ટ્રાઝેનિકાએ કોઈ ટિપ્પણી કરી નથી.
રૉયટર્સના એક સૂત્રના હવાલેથી સમાચાર આવ્યા છે કે જે વૉલન્ટિયરનું મૃત્યુ થયું છે તેમને જો કોરોના વાઇરસની વૅક્સિન આપવામાં આવી હોત તો ટ્રાયલ વચ્ચે જ રોકવામાં આવી હોત પરંતુ તેમને કોરોના વાઇરસની નહીં પરંતુ મેનિન્જાઇટિસની વૅક્સિન આપવામાં આવી હતી.
બ્રાઝિલમાં થઈ રહેલી ત્રીજા તબક્કાની આ ક્લિનિક્લ ટ્રાયલનું સંચાલન કરી રહેલી સાઓ પાલોની ફેડરલ યુનિવર્સિટીનું કહેવું છે કે આ સંબંધમાં એક સ્વતંત્ર સમીક્ષા સમિતિએ પણ ટ્રાયલ નહીં અટકાવવાનું સૂચન કર્યું છે.
આ પહેલાં યુનિવર્સિટીએ કહ્યું હતું કે જે વૉલિન્ટિયરનું મૃત્યુ થયું તેઓ બ્રાઝિલિયન નાગરિક હતા.

વૅક્સિન બનાવવાના પ્રયત્ન

ઇમેજ સ્રોત, Reuters
સીએનએન બ્રાઝિલ અનુસાર જે વૉલિન્ટિયરનું મૃત્યુ થયું છે તે 28 વર્ષના હતા અને રીયો ડી જિનેરોના રહેનારા હતા. તેમનું મૃત્યુ કોરોના વાઇરસના કારણે કૉમ્પ્લિકેશન્સથી થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટીના એક પ્રવક્તાએ કહ્યું છે કે હાલ સુધી દેશના છ શહેરોમાં આઠ હજાર વૉલિન્ટિયરને ઓળખી લેવામાં આવ્યા છે અને તેમને વૅક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવે છે. અનેક લોકોને વૅક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે.
બ્રાઝિલ સરકારનું કહેવું છે કે તેમની યોજના ઑક્સફર્ડની બનાવેલી વૅક્સિન ખરીદવાની છે જેને રિયો ડી જિનેરોમાં હાજર ફિયોક્રૂઝ બાયોમેડિકલ રિસર્ચ સેન્ટરમાં મોટા પ્રમાણમાં બનાવવામાં આવશે.
બ્રાઝિલના બૂટાનટાન ઇન્સ્ટિટ્યૂટમાં આ સમયે ચીનની કંપની સાઇનોવેક બાયોટેકની પણ કોરોના વાઇરસ વૅકિસનની ટ્રાયલ ચાલી રહી છે.
જોકે બ્રાઝિલના રાષ્ટ્ર પ્રમુખ જાએર બોલસોનારોનું કહેવું છે કે હાલમાં સાઇનોવેકની વૅક્સિન ખરીદવાની તેમની કોઈ યોજના નથી.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













