કોરોના વૅક્સિન: શું બીસીજીની રસી કોરોના વાઇરસથી બચાવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેમ્સ ગૅલાઘર
- પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ એક ટેસ્ટ શરૂ કર્યો છે જેમાં એ જોવામાં આવી રહ્યું છે કે શું બીસીજીની વૅક્સિનની મદદથી કોરોના સંક્રમિતોના જીવ બચાવી શકાય છે કે નહીં.
યુનિવર્સિટી ઑફ એક્સેટરમાં ચાલી રહેલી ટ્રાયલમાં લગભગ 1000 લોકો ભાગ લેવાના છે.
આ રસી 1921માં વિકસિત થઈ હતી. તેને ટીબીને રોકવા માટે તૈયાર કરાઈ હતી પરંતુ એવા પ્રમાણ મળ્યા કે આ રસી અન્ય સંક્રામક બિમારીઓથી બચાવવામાં પણ કારગત નિવડી શકે છે.
લાખો લોકોએ બાળપણમાં ભલે આ રસી મૂકાવી હોય પરંતુ ફરીથી તેમણે રસી મૂકાવવાની જરૂર પડી શકે છે. આ રસીને એ રીતે વિકસાવવામાં આવી હતી કે તે શરીરની રોગપ્રતિકારક વધારે. પરંતુ રોગપ્રતિકાર શક્તિ પર તેનો કેટલો વ્યાપર પ્રભાવ પડે છે તે જોઈને લાગે છે કે આ તે અન્ય સંક્રમિત બીમારીઓથી પણ શરીરને બચાવી શકે છે. જેથી કોરોનાના સંક્રમણમાં પણ તે અસરકારક પુરવાર થઈ શકે છે.

બીસીજીની અસર

ઇમેજ સ્રોત, Getty Images
આ પૂર્વે થયેલી ક્લિનિકલ ટ્રાયલમાં એવું માલૂમ પડ્યું કે બીસીજીની રસી પશ્ચિમ આફ્રિકાના દેશ ગિની બિસાઉમાં નવજાતનો મૃત્યુદર 38 ટકા સુઘી ઓછો કરવામાં સફળ રહી છે.
મૃત્યુદરમાં આ ઘટાડો બીસીજી રસીના કારણે ન્યૂમોનિયા અને સેપ્સીસના કેસ ઘટવાના કારણે નોંધાયો છે.
દક્ષિણ આફ્રિકામાં આ રસી સાથે જોડાયેલ અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે આની અસરના કારણે નાક, ગળું અને ફેંફસાના સંક્રમણમાં 73 ટકાનો ઘટાડો નોંધાય છે. નૅધરલૅન્ડમાં બીસીજીના કારણે યલૉ ફિવર વાઇરસ શરીરમાં ઓછો થયો હોવાનું પ્રમાણ મળે છે.
યુનિવર્સિટી ઑફ એક્સેટર મેડિકલ સ્કૂલના પ્રૉફેસર જૉન કૅમ્પેબલે બીબીસીને જણાવ્યું, "વૈશ્વિસ સ્તરે આ ઘણું મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. ભલે આપણે એવું માનીને ચાલીએ કે આ કોવિડ વિરુદ્ધ એ રીતે કારગત નથી થયું પરંતુ જ્યાં સુધી કોવિડની રસી તૈયાર ન થઈ જાય અથવા તેનો કોઈ ઇલાજ ન શોધી લેવાય ત્યાં સુધી તે રાહત આપનારું પુરવાર થઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
બીસીજીને લઈને બ્રિટનમાં ચાલી રહેલી ટ્રાયલ એક આંતરરાષ્ટ્રીય અભ્યાસનો ભાગ છે.
ઑસ્ટ્રેલિયા, નૅધરલૅન્ડ, સ્પેન અને બ્રાઝિલ જેવા દેશોમાં પણ દસ હજાર લોકો પર આ ટ્રાયલ ચાલી રહી છે.
ટ્રાયલ દરમિયાન સ્વાસ્થ્યકર્મીઓ અને સારસંભાળમાં જોતરાયેલા એ લોકો પર ખાસ ધ્યાન અપાયું છે જેમને કોરાનાનું સંક્રમણ થવાનું જોખમ અથવા શક્યતા સૌથી વધુ છે. આથી જો આ રસી પ્રભાવી થાય છે તો સંશોધનકર્તાઓને તેની અસરકારકતા વિશે ત્વરિત માલૂમ પડી જશે.
એક્સેટરના ડૉ. સૅમ હિલ્ટન ટ્રાયલમાં ભાગ લઈ રહ્યા છે કેમ કે તેમને કોરોના થવાની શક્યતા અન્યો કરતા વધારે છે.

કોરોનાની અસરને ઓછી કરશે
તેમણે બીબીસીને કહ્યું, "બીસીજી તમને કોરોના સમયે વધુ બિમાર નહીં પડવા દેશે તેની પ્રબળ સંભાવનાઓ છે. આથી હું પોતાના માટે આને એક બચાવ તરીકે જોઉં છું. આનાથી એ વાતની શક્યતા વધી ગઈ છે કે હું શિયાળામાં પણ કામ પર જઈ શકું."
વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ડૉ. ટેડ્રોસ એડનૉમ ગ્રેબિયેસસે લૅન્સેટમાં એક લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે બીસીજી વૅક્સિનમાં એ ક્ષમતા છે કે તે બીમારીની રસી ન શોધાય ત્યાં સુધી તેના અસરને ઓછા કરવાના ઉપાય તરીકે કામ કરી શકે છે. કોવિડ-19 અને ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે મૂકાબલો કરવા માટે તે કારગત નિવડશે.
જોકે બીસીજી લાબાં સમય માટેનું સમાધાન નથી.
બ્રિટનમાં 2005 બાદ બીસીજીની રસીનો ઉપયોગ નિયમિત રીતે નથી થયો. એનું કારણ એ છે કે ત્યાં ટીબીનું પ્રમાણ ઘણું ઓછું છે.

ઇમેજ સ્રોત, AFP
વળી આ રસી ઇમ્યૂન સિસ્ટમને ઍન્ટિબૉડી અને શ્વેતકણોની કોશિકાઓને વિકસિત કરવા માટે તૈયાર નથી કરતી જ્યારે આ બંને જ કોરોના વાઇરસ સામે મૂકાબલો કરવા માટે કારગત પુરવાર થાય છે.
પરંતુ હજુ પણ મુખ્ય ઉદ્દેશ માત્ર કોરોના સામે મૂકાબલો કરે તેવી રસી શોધવાનો જ છે.
આવી દસ રસી ક્લિનિકલ રિસર્ચના અંતિમ ચરણમાં છે. તેમાંથી એક રસી યુનિવર્સિટી ઑફ ઑક્સફૉર્ડે તૈયાર કરી છે.
ઑક્સફૉર્ડ વૅક્સિન ગ્રૂપના પ્રૉફેસર એન્ડ્ર્યૂ પોલાર્ડે બીબીસીને જણાવ્યું, "મોટાભાગની રસી એ રીતે તૈયાર કરાય છે કે તે જે રોગાણુ માટે તૈયાર કરાઈ છે, તેના વિરુદ્ધ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે. પરંતુ એક સારી ઇમ્યૂન સિસ્ટમ તૈયાર કરવા માટે તેને વિશેષ રોગાણુ સિવાય અન્ય રોગાણુઓ સામે મુકાબલો કરાવની ક્ષણતા પણ વિકસિત કરાવની હોય છે જેથી ભવિષ્યમાં તે કારગત રહે."
તેઓ કહે છે,"સમસ્યા એ છે કે આજે હું એ નથી જણાવી શકતો કે તમે બીજી રસીનો ઉપયોગ કોરોનાથી બચવા માટે કરી શકો છો કે નહીં. કેમકે આ માટે અમારી પાસે કોઈ પ્રમાણ નથી."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














