પાકિસ્તાન પાસેથી કઈ મૂર્તિઓ માગી રહ્યા છે વિશ્વ હિંદુ પરિષદના નેતા?

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા લખાયો પત્ર
    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાનના દક્ષિણ પંજાબમાં પ્રાંતમાં સ્થિત મુલતાનની એક નિર્માણાધીન કચેરીમાંથી ખજાનો, સિક્કા, પુરાતન વસ્તુઓ અને કથિતપણે કેટલીક મૂર્તિઓ મળ્યા બાદ પરિસરમાં રહેલા 'ભંડારગૃહ'ને સીલ કરી દેવાયું છે અને તે સ્થાને પોલીસબળ તહેનાત કરી દેવાયું છે.

લાહોરમાં મોજૂદ બીબીસી સંવાદદાતા તર્હબ અસગર જણાવે છે કે પ્રાપ્ત થયેલી સામાગ્રીઓમાં સિક્કા અને આભૂષણો સિવાય કેટલીક મૂર્તિઓ મળી હોવાની પણ વાત કહેવાઈ રહી છે, પરંતુ એ દાવાઓની પુષ્ટિ નથી કરી શકાઈ.

બીજી તરફ, ભારતમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના નેતાઓએ પાકિસ્તાનના હાઈ-કમિશનરને ઔપચારિક પત્ર આપીને 'ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ' સોંપવાની માગ કરી છે.

જ્યારે તર્હબ અસગરે મુલતાન જિલ્લા પ્રશાસનના પ્રવક્તા રાણા અખલાક સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મૂર્તિઓની જે તસવીરો મીડિયા પર ચલાવાઈ છે, તે બે વર્ષ પહેલાંની છે, જે પાકિસ્તાનના પુરાતત્ત્વવિભાગ દ્વારા ત્યારે જપ્ત કરાઈ હતી જ્યારે તે થાઇલૅન્ડ સ્મગલ કરાઈ રહી હતી.

જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની મૂર્તિ મળ્યાના સમાચાર નથી.

line

કેવી રીતે મળી આ સામગ્રી?

સામગ્રીની નોંધણી કરતા અધિકારીઓ

ઇમેજ સ્રોત, TARHAB ASGHAR/BBC

ઇમેજ કૅપ્શન, સામગ્રીની નોંધણી કરતા અધિકારીઓ

હાલ જિલ્લા પ્રશાસને ખોદકામના સ્થળેથી મળેલ તમામ સામગ્રીને પોતાના કબજામાં લઈ લીધી છે.

પ્રશાસનનું કહેવું છે કે મળી આવેલી પુરાતત્ત્વની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને સિક્કા કયા કાળનાં છે, હવે તેની તપાસ પાકિસ્તાનનો પુરાતત્ત્વવિભાગ કરશે.

પાકિસ્તાની અખબાર 'ધ ન્યૂઝ' પ્રમાણે મુલતાનના જિલ્લા પ્રશાસનને મુખ્ય સચિવને અરજી મોકલી છે જેમાં કચેરીના પરિસરમાં ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓની પુરાતત્ત્વ વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે જેથી એ વાતની ખબર પડી શકે કે મળી આવેલી વસ્તુઓ કયા કાળની છે.

તર્હબ અસગર અનુસાર, આ કચેરીપરિસર અંગ્રેજકાળ પહેલાંનું છે અને હવે તેના પુનર્નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું, જે અંતર્ગત અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવાની વાત હતી.

જેના ભાગરૂપે પુરાણી ઇમારતો તોડવામાં આવી રહી હતી અને 'ભંડારગૃહ'નું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે મજૂરોને આ ખજાનો મળ્યો. આ વાતની સૂચના મુલતાનના જિલ્લા પ્રશાસને મળતાં જ આ વિસ્તારને સીલ કરી દેવાયો.

તર્હબે જણાવ્યું કે તેમના સૂત્રોએ તેમને કહ્યું છે કે પ્રાપ્ત થયેલા સિક્કા અંગ્રેજકાળના કે તેના કરતાં પણ પહેલાંના સમયના હોઈ શકે છે. આભૂષણો પણ કયા કાળનાં છે તે પણ હજુ સુધી માલૂમ પડ્યું નથી.

એક તરફ મુલતાન પ્રશાસન મૂર્તિઓ ન મળી હોવાની વાત કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ, ભારતમાં વિશ્વ હિંદુ પરિષદનો દાવો છે કે ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી આવી છે, જે હિંદુ દેવી-દેવતાઓની પણ હોઈ શકે છે.

આ મામલે સંગઠનના એક પ્રતિનિધિમંડળ ભારતમાં પાકિસ્તાનના હાઈ-કમિશનરને એક ઔપચારિક પત્ર સોંપ્યો છે.

આ પત્રમાં માગ કરાઈ છે કે પાકિસ્તાન સરકાર ખોદકામ દરમિયાન મળી આવેલ મૂર્તિઓને પાકિસ્તાનમાં રહેલા ભારતના હાઈ કમિશનરને સોંપી દે જેથી ભારત લાવીને તેની પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય.

line

કયા આધારે કરાઈ રહ્યો છે આ દાવો?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પરિષદના વિનોદ બંસલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને પાકિસ્તાનના મુલતાનના કેટલાક હિંદુઓ પાસેથી એ વાતની ખબર પડી છે કે પ્રાપ્ત થયેલ મૂર્તિઓ ગણેશ ભગવાન અને લક્ષ્મીની હોઈ શકે છે.

તેમણે કહ્યું કે, "સૌથી પહેલાં અમને પાકિસ્તાનના અખબાર મારફતે આ વાતની જાણકારી મળી હતી. મૂર્તિઓ મળી તો છે, પરંતુ તે કોની મૂર્તિઓ છે તે ખબર નથી પડી શકી, કારણ કે વિસ્તારને સીલ કરી દેવાયો છે અને મુલતાન પ્રશાસને મૂર્તિઓ પોતાના કબજામાં લઈને તપાસ શરૂ કરી દીધી છે."

સદાકત હુસૈન વરિષ્ઠ વકીલ છે જેમની ચેમ્બર કચેરી પાસે જ છે.

તેમણે સમાચારપત્ર 'ધ ન્યૂઝ'ને જણાવ્યું કે પરિસરના જે ભાગમાં પુનર્નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. તે પાછલાં 80 વર્ષોથી બંધ પડ્યો છે એટલે કે સ્વતંત્રતા પહેલાંથી જ એ ઇમારત વેરાન હતી. તેમણે પણ કહ્યું કે આ સિવાય પણ ખોદકામમાં કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા છે.

પાકિસ્તાનના દૈનિક સમાચારપત્ર 'ધ નેશને' મુલતાનના જિલ્લા બાર ઍસોસિયેશનના હવાલાથી લખ્યુ છે કે જે જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે, તેના પર એક તકતી લાગેલી છે, જેની પર 'ભંડારગૃહ નંબર 1' લખ્યું છે, જે હવે સીલ કરી દેવાયું છે.

સમાચારપત્રમાં મુલતાન જિલ્લા પરિષદના એક સભ્યના હવાલાથી એ પણ લખાયું છે કે ભંડારગૃહ એ બરાબર એ ઇમારતની પાછળ છે જ્યાં એક જમાનામાં ઍન્ટિ-કરપ્શનના વિશેષ જજની કોર્ટ હતી.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે ખજાનો મળ્યાની જાણકારી મળતાં જ નિર્માણસ્થળે જિલ્લા જજ અન્ય અધિકારીઓ સાથે પહોંચી ગયા હતા અને તેમણે વિસ્તારની નાકાબંધી કરવાનો આદેશ આપી દીધો હતો.

હાલ પરિસરમાં કોઈ પણ પ્રકારની તોડફોડ કરવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.

line

શું ઇચ્છે છે VHP?

વિશ્વ હિંદુ પરિષદનો પત્ર

ઇમેજ સ્રોત, VHP

ઇમેજ કૅપ્શન, વિશ્વ હિંદુ પરિષદનો પત્ર

વિશ્વ હિંદુ પરિષદના વિજય શંકર તિવારી એ પ્રતિનિધિમંડળના સભ્ય હતા જેમણે પાકિસ્તાનના હાઈ કમિશનરને ઔપચારિક પત્ર સોંપ્યો હતો.

બીબીસી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું, "અમે પાકિસ્તાનને એવી માગ કરી છે કે તે ભારતીય દૂતાવાસના અધિકારીઓને વિસ્તારની તપાસ કરવાની પરવાનગી આપે."

તિવારી જણાવે છે કે જે વસ્તુઓ મળી આવી છે, તેના પરથી પ્રથમ દૃષ્ટિએ તો એવું જ લાગે છે કે આ વસ્તુઓ ભારતના કોઈ રાજાના કાળની હશે. તેઓ કહે છે કે વિશ્વ હિંદુ પરિષદને માત્ર ત્યાં મળી આવેલી મૂર્તિઓથી વધુ મતલબ છે અને તેઓ ઇચ્છે છે કે એ મૂર્તિઓ ભારતને સોંપી દેવાય.

પરિષદ તરફ સોંપાયેલા પત્રમાં કહેવાયું છે કે, "જો પાકિસ્તાન દ્વારા પ્રાપ્ત થયેલી મૂર્તિઓ ભારતને સોંપી દેવાશે તો સંગઠન દિલથી તેમનો આભારી રહેશે. આ પગલાથી બંને દેશો વચ્ચે ભાઈચારાની લાગણી પેદા થશે અને શાંતિ સ્થપાશે."

સંગઠન ઇચ્છે છે કે પાકિસ્તાન આવું કરીને એક ઉદાહરણ રજૂ કરે. પરંતુ લાહોરમાં રહેલાં બીબીસી સંવાદદાતા તર્હબ અસગર જણાવે છે કે હજુ સ્થળ પરથી શું મળી આવ્યું છે એ જાણવામાં જ સમય લાગશે.

તેઓ કહે છે કે સ્થાનિક પ્રશાસને હાલ મળી આવેલી સામગ્રીને જપ્ત કરી છે અને આગળની પ્રક્રિયા હેઠળ બધું પાકિસ્તાનના પુરાતત્ત્વવિભાગને સોંપી દેવાશે.

વિભાગ એ વાતની તપાસ કરશે કે પ્રાપ્ત થયેલ સોના-ચાંદીના સિક્કા, પુરાણી વસ્તુઓ કે પુરાણા હથિયારો વગેરે કયા કાળનાં છે. આ બધું ખૂબ જલદી નહીં થઈ શકે.

તર્હબ અસગરનું કહેવું છે કે સોમવારે પાકિસ્તાનના પુરાતત્ત્વવિભાગના કર્મચારીઓએ પ્રાપ્ત થયેલી સામગ્રીની તપાસ શરૂ કરી દીધી છે અને તેની યાદી બનાવવાનું કામ ચાલુ છે.

જોકે, તેઓ કહે છે કે અત્યાર સુધી જેટલા પણ અધિકારીઓ સાથે વાતચીત થઈ છે, તેમાં તેમણે મૂર્તિઓનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. બની શકે કે વધુ તપાસમાં મૂર્તિઓ પણ મળે, પરંતુ હજુ સુધી તો એવું નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો