દરિયાના પેટાળમાં રહેતો 'વિશાળ વંદા' જેવો આ જીવ ખાસ કેમ છે?

દરિયાઈ વાંધાની તસવીર

ઇમેજ સ્રોત, LIPI

ઇન્ડોનેશિયામાં દરિયાના પેટાળમાં 950 મીટર કરતાં પણ વધુ ઊંડે મળતાં 'વંદા'નું કદ 33થી 50 સેન્ટિમીટરની વચ્ચે હોય છે.

ઇન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને દરિયાના પેટાળમાં રહેતા વિશાળકાય ક્રસ્ટેશિયંસ પૈકી એક મળ્યા છે, જે મોટા કૉક્રોચ જેવા દેખાય છે.

આ જીવ જીનસ બૅથિનોમસ પ્રજાતિનો છે, જે ઊંડા દરિયામાં નિવાસ કરે છે તથા તે લાકડાના પટ્ટા જેવા સપાટ અને મજબૂત હોય છે.

બૅથિનોમસ રાકાસા (ઇન્ડોનેશિયાની ભાષામાં 'વિશાળ') સુંડાની ખાડીમાં મળી આવ્યા છે, જે ઇન્ડોનેશિયાના જાવા તથા સુમાત્ર ટાપુની વચ્ચે આવેલી છે.

આ પ્રકારના જીવ હિંદ મહાસાગરમાં 957 મીટર તથા 1259 જેટલી ઊંડાઈએ જોવા મળ્યા છે.

સામાન્ય રીતે 33 સેન્ટિમીટરના સુધીના જીવોને 'સુપરજાયન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી અમુક જીવોનું કદ 50 સેન્ટિમીટર જેટલું હોય છે.

ઇન્ડોનેશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિઝ (LIPI)ના મુખ્ય સંશોધક કોની મારગ્રેટા સિદબાલોકના કહેવા પ્રમાણે, "આનો આકાર વાસ્તવમાં ખૂબ જ મોટો છે અને તે જીનસ બાથિનોમસ પ્રજાતિના અન્ય જીવો કરતાં સૌથી મોટો છે."

line

'વંદો' વિશેષ કેમ?

દરિયાઈ વાંદા સાથે વ્યક્તિની તસવીર

ઇમેજ સ્રોત, LIPI

વૈજ્ઞાનિકો અત્યાર સુધી માત્ર સાત પ્રકારની સુપરજાયન્ટ આઇસોપોડ્સ પ્રજાતિઓ વિશે જ જાણે છે.

ઇન્ડોનેશિયાના દરિયાના પેટાળમાંથી આ પ્રકારના જીવની કોઈ પ્રજાતિ મળી હોય તેવો આ પહેલો બનાવ છે.

આ પ્રકારના જીવવિજ્ઞાન અંગે જાણકાર કાહિયો રહમાદીના કહેવા પ્રમાણે, આ સંશોધન એ વાત તરફ ઇશારો કરે છે કે, 'ઇન્ડોનેશિયાના જૈવવૈવિધ્ય વિશેની ઘણી બાબતો હજુ પણ આપણે નથી જાણતા."

લંડનના 'નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ'ના તારણ પ્રમાણે, આઇસોપૉડના મોટા કદ વિશે અનેક સિદ્ધાંત છે.

એક સિદ્ધાંત મુજબ આ પ્રકારના જીવ પોતાની અંદર મોટા પ્રમાણમાં ઑક્સિજન ભરી લે છે, જેના કારણે તેમનું શરીર અને પગ મોટાં થઈ જાય છે.

અન્ય એક સિદ્ધાંત મુજબ આ પ્રકારના જીવો દરિયાના પેટાળમાં ઊંડે-ઊંડે નિવાસ કરે છે, જ્યાં કોઈ મોટું જોખમ નથી હોતું, એટલે તેઓ મોટા થઈ શકે છે.

આ પ્રકારના આઇસોપૉડનાં શરીરમા માંસનું પ્રમાણ ઓછું હોય છે, એટલે તેમના શિકારની સંભાવના પણ ઘટી જાય છે.

દરિયાઈ વાંધાની તસવીર

ઇમેજ સ્રોત, LIPI

બૅથિનોમસની ઍન્ટેના તથા આંખો મોટાં હોય છે, જેથી તે રાત્રિના સમયમાં પણ સારી રીતે જોઈ શકે છે.

આ જીવો દેખાવે બિહામણા હોય છે, પરંતુ વાસ્તવમાં તે એટલા હાનિકારક નથી. આ જીવ સમુદ્રના પેટાળમાં પડેલા મૃત જાનવરો ઉપર આધાર રાખે છે.

ઇન્ડોનેશિયાની સરકારી સંસ્થા લિપી, નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોર તથા લી કૉંગ ચિયાન પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલયે મળીને આ જીવોની શોધ કરી છે.

વર્ષ 2018માં આ ટીમે બે અઠવાડિયાં સુધી અભિયાન ચલાવ્યું હતું, જેમાં 63 અલગ-અલગ જગ્યાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ડઝન જેટલી નવી પ્રજાતિઓની ખોજ કરી હતી.

ટીમના કહેવા પ્રમાણે, તેમને એક નર તથા માદા બૅથિનોમસ મળ્યાં છે, જેમની લંબાઈ અનુક્રમે 36.3 સેન્ટિમીટર તથા 29.8 સેન્ટિમીટર છે.

આ સિવાય સુંડાની ખાડીમાં તથા દક્ષિણ જાવામાં બૅથિનોમસના ચાર બચ્ચાં પણ મળ્યાં છે.

જોકે આ પ્રજાતિઓની ઓળખ કરવી મુશ્કેલ બની છે, કારણ કે તેમને પરિભાષિત કરતી ખાસિયતો હજુ સુધી વિકસિત નથી થઈ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો