કોરોના વાઇરસ : ટ્રેન, બસ કે ફ્લાઇટ, કઈ મુસાફરી કેટલી સુરક્ષિત?

    • લેેખક, રૅચેલ શ્રેયર
    • પદ, હેલ્થ રિપોર્ટર

લૉકડાઉનમાં છૂટની સાથે ટ્રેન, બસ અને ફ્લાઇટ જેવાં જાહેર પરિવહનોમાં મુસાફરી દરમિયાન કોરોનાથી સંક્રમિત થવાના જોખમને લઈને આપણને આશંકા હોય છે.

તેને લઈને કોઈ અલગથી ખાસ શોધ તો થઈ નથી, પરંતુ જેટલી જાણકારી અમને કોરોના વાઇરસના સંક્રમણ અંગે છે, તેના આધારે તેનું આકલન કરી શકીએ છીએ.

કેટલી સુરક્ષિત છે ટ્રેન?

સંક્રમિત વ્યક્તિ ખાંસતાં, છીંકતાં કે શ્વાસના માધ્યમથી હવામાં વાઇરસ છોડે, તેનાથી કોરોના વાઇરસ ફેલાય છે.

હવામાં તરતા વાઇરસ કોઈ પણ વ્યક્તિના શરીરમાં સીધા કે પછી એવી ચીજોને સ્પર્શવાથી, જ્યાં વિષાણુયુક્ત કણ પડ્યા હોય, ત્યાંથી આંખ, નાક અને મોંના માધ્યમથી પ્રવેશ કરી શકે છે.

સંક્રમણનું જોખમ બહારથી વધુ બંધ જગ્યાઓ પર રહે છે, એવી જગ્યાઓ જ્યાં હવાની અવરજવરની સારી વ્યવસ્થા હોય, ત્યાં સંક્રમણનું જોખમ ઓછું રહે છે. આથી સાર્વજનિક પરિવહન, જ્યાં તમે બારી ખોલી શકતા હોવ તો એ થોડું સારું રહે છે.

ટ્રેન અને બસોનું જોખમ એ વાત પર નિર્ભર કરે છે કે તેમાં કેટલી ભીડ છે અને તમે ખુદને અન્યથી બસ સ્ટૉપ અને સ્ટેશન જેવી જગ્યાએ કેટલા દૂર રાખી શકો છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને અગાઉના પ્રતિબંધને દૂર કરીને ઘોષણા કરી કે હવે કોઈ પણ ગમે તે સમયે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરી શકે છે.

ત્યાં જે દિશાનિર્દેશ જાહેર કર્યા છે એ પ્રમાણે ઘરથી બહાર તમારે અન્ય લોકોથી એક મીટરનું અંતર રાખવાનું છે.

એ ખબર છે કે બંધ જગ્યાઓ પર, જેમ કે જાહેર પરિવહનોમાં વાઇરસ સપાટી પર હોઈ શકે છે, પરંતુ એ ચોક્કસ રીતે ખબર નથી કે આ કેટલી વાર નવા સંક્રમણમાં તબદિલ થઈ શકે છે.

કેટલાંક સમૂહે ટ્રેનમાં કેટલું જોખમ છે, એ અંગે શોધ કરવાની કોશિશ કરી છે, પરંતુ હજુ સુધી આ સવાલનો જવાબ મળ્યો નથી.

જૂની શોધોમાં લંડનના અન્ડરગ્રાઉન્ડ પરિવહન અને શ્વાસની બીમારી ફેલવાની શક્યતાઓના વચ્ચેના સંબંધનો ઉલ્લેખ જરૂર કરાયો છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગ્લોબલ હેલ્થનાં ડૉક્ટર લારા ગોસ્કેનું કહેવું છે કે 2018માં પ્રકાશિત તેમની શોધમાં આ દર્શાવ્યું છે કે જે લોકો અન્ડરગ્રાઉન્ડ ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરે છે, તેમનામાં ફ્લૂ જેવાં લક્ષણ દેખાવવાની શક્યતા વધુ રહે છે.

અંતર જાળવી રાખવું, માસ્ક પહેરવો અને સપાટીને સ્પર્શવાથી બચવું (જો સ્પર્શ કરો તો હાથ ધુઓ) એ તમારું સંક્રમિત થવાનું જોખમ ઓછું કરી શકે છે.

મુસાફરી માટે સલાહ

તેના લઈને બ્રિટનની સરકારે પોતાના દેશના લોકોને સલાહ આપી છે એ અન્ય જગ્યાએ પણ કામ આવી શકે છે. ત્યાંની સરકારે લોકોને કહ્યું કે લોકોએ સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરતાં પહેલાં અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. જો તેઓ ચાલતાં, સાઇકલ કે પછી ખુદ ડ્રાઇવ કરીને ન જઈ શકે તો તેઓએ કેટલીક સાવધાની રાખવી જોઈએ.

  • જ્યારે બહુ ભીડ હોય ત્યારે મુસાફરી કરવી ટાળવી જોઈએ.
  • એ રૂટ પસંદ કરી શકો જે ઓછો વ્યસ્ત હોય અને વારંવાર ગાડી બદલવાથી બચો.
  • ગાડીમાં ચડતાં પહેલાં બધા લોકો ઊતરી જાય તેની રાહ જુઓ.
  • કમસે કમ એક મીટરનું અંતર લોકોથી જાળવી રાખો.
  • મુસાફરી કરીને આવ્યા પછી કમસે કમ 20 સેકન્ડ સુધી હાથ ધુઓ.

આ સિવાય માસ્ક પહેરવો જો અનિવાર્ય છે જ.

ફ્લાઇટમાં જેટલું જોખમ?

એ સામાન્ય ધારણા છે કે ફ્લાઇટમાં બીમાર પડવાની શક્યતા વધુ હોય છે, કેમ કે તમે 'વાસી' હવામાં શ્વાસ લેતા હોવ છો.

વાસ્તવમાં ફ્લાઇટમાં કોઈ સામાન્ય ઑફિસથી ઘણી સારી ગુણવત્તાવાળી હવા તમને મળી શકે છે. ટ્રેન અને બસની તુલનામાં ચોક્કસ રીતે તમને વધુ સારી સ્વચ્છ હવા ફ્લાઇટમાં મળે છે.

ઇન્ડિયાનાની પૂર્ડ્યૂ યુનિવર્સિટીના પ્રોફેસર કિંગ્યાન ચેનનું આકલન છે કે ફ્લાઇટમાં દર બે-ત્રણ મિનિટમાં હવા બદલાતી રહે છે, જ્યારે કોઈ ઍરકન્ડિશર ઇમારતમાં તેમાં 10થી 12 મિનિટ લાગે છે.

મોટા ભાગની ફ્લાઇટોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઍર ફિલ્ટર સિસ્ટમ લાગેલી હોય છે, જેને હેપા કહેવાય છે.

આ કોઈ પણ સામાન્ય ઍર કન્ડિશનની તુલનામાં હવાના નાના-નાના કણોને કૅપ્ચર કરી શકે છે. તેમાં કેટલાક વાઇરસ હોઈ શકે છે.

આ બહારથી તાજી હવા કૅબિનમાં લાવવામાં મદદ કરે છે, જ્યારે ઘણાં ઍર કન્ડિશનર ઊર્જા બચાવવા માટે રૂમમાં મોજૂદ હવાને ઘુમાવતાં રહે છે.

જોકે ફ્લાઇટમાં એક સમસ્યા જરૂર છે અને તે એ છે કે તેમાં અન્ય મુસાફરોથી અંતર રાખવામાં મુશ્કેલી થાય છે, જેનાથી સંક્રમણનું જોખમ ઘણું વધી જાય છે.

કોઈ ખાસ વાહનમાં અન્ય વાહનની તુલનામાં વધુ જોખમની વાત કરવી થોડું મુશ્કેલ કામ છે, કેમ કે જોખમ ઘટવા અને વધવા પાછળનાં અનેક કારણો હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો