કોરોના વાઇરસ : બાંગ્લાદેશથી ડરાવનારા સમાચાર, ભારે તબાહીની આશંકા

બાંગ્લાદેશના કૉક્સ બજારમાં એક બાળક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના કૉક્સ બજારમાં એક બાળક

બાંગ્લાદેશમાં દુનિયાનો સૌથી મોટો શરણાર્થી કૅમ્પ પણ હવે કોરોના વાઇરસના સંક્રમણથી અસ્પૃશ્ય નથી રહ્યો. આ શરણાર્થી કેમ્પમાં કોરોના વાઇરસના સંક્રમણનું આવવું ડરાવનારું છે કારણ કે અહીં ફેલાયા પછી એને રોકવો ભારે પડી શકે છે.

૧૦ લાખની વસતિવાળા રોહિંગ્યા શરણાર્થી કૅમ્પમાં કોરોના વાઇરસ સંક્રમણના બે પૉઝિટિવ કેસ સામે આવ્યા છે તેની અધિકારીઓએ પુષ્ટિ કરી છે.

સરકારી રોહિંગ્યા રેફ્યુજી રીપેટ્રીઍશન કમિશન માટે કામ કરતા એક ડૉક્ટર નું કહેવું છે કે કૉક્સ બજારમાં રહેતા શરણાર્થીઓમાં પહેલા કોવિડ-19 મામલાની પુષ્ટિ થઇ છે.

અધિકારીઓએ બીબીસીને જણાવ્યું છે કે જેઓ સંક્રમિત થયા છે એમને આઇસોલેશનમાં રાખી તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ સંક્રમિત લોકોના સંપર્કમાં મ્યાનમારથી ભાગેલા લગભગ ૧૦ લાખ રોહિંગ્યા શરણાર્થીઓ કૉક્સબજારના કૅમ્પમાં રહે છે.

રોહિંગ્યા શરણાર્થી કૅમ્પમાં 14 માર્ચથી લૉકડાઉન છે.

આ જ રીતે ઇજિપ્તમાં પણ શરણાર્થીઓની એક મોટી વસતિ છે. અધિકારીઓ લગભગ 1600 એવા લોકોને અન્ય દેશોમાં સ્થળાંતરિત કરવાની આશા રાખી રહ્યા છે જેઓ માટે જોખમ વધુ છે.

ઇજિપ્તના લેસ્બોસ દ્વીપ પહોંચેલા બે પ્રવાસીઓનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. તે બંનેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

line

રોહિંગ્યા કૅમ્પ નું જોખમ કેટલું મોટું?

2019માં એક મેદાનમાં રોહિંગ્યા શરણાર્થીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2019માં એક મેદાનમાં રોહિંગ્યા શરણાર્થીઓ

સહાય સંસ્થાઓ ઘણા લાંબા સમયથી શરણાર્થી કૅમ્પોને લઈને ચેતવણી આપતી રહી છે.

રોહિંગ્યા શરણાર્થી કૅમ્પને લઈને અપાયેલી આ ચેતવણીઓમાં સ્પષ્ટ રીતે જોખમની વાત કહેવાઈ હતી.

કૉક્સ બજારની પરિસ્થિતિઓ કોરોના વાઇરસના ફેલાવા માટે ઘણી અનુકૂળ છે. તે ઘણો જ ગીચ, ભીડભાડ વાળો ઓછી સાફ-સફાઈવાળો અને સ્વચ્છ પાણીની સીમિત ઉપલબ્ધતાથી ઝઝૂમતો વિસ્તાર છે. જ્યાં કોરોના વાઇરસથી બચાવના ઉપાયોનું પાલન કરી શકવું એક પડકાર છે.

બાંગ્લાદેશમાં સેવ ધ ચિલ્ડ્રન્સ હેલ્થના ડિરેક્ટર ડોક્ટર શમીમ જહાં પ્રમાણે, હવે જ્યારે કે કોરોના વાઇરસ વિશ્વના સૌથી મોટા શરણાર્થી કેમ્પ કૉક્સ બજારમાં પ્રવેશ કરી ચુક્યો છે તો અમે વાસ્તવિક આશંકા એ જોઈ રહ્યા છીએ કે એનાથી હજારો લોકોનાં જીવ જઈ શકે છે. આ મહામારી બાંગ્લાદેશને દાયકાઓ પાછળ લઈ જઈ શકે છે.

પ્રાર્થના અગાઉ હાથ ધોઈ રહેલા એક રોહિંગ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રાર્થના અગાઉ હાથ ધોઈ રહેલા એક રોહિંગ્યા

બાંગ્લાદેશમાં ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીના ડિરેક્ટર મનીષ અગ્રવાલ એ વાતને ખાસ રીતે સામે મૂકે છે કે કૉક્સ બજારમાં પ્રતિ વર્ગ કિલોમિટરના દાયરામાં 40,000 થી 70,000 લોકો રહે છે.

જ્યાં સંક્રમણના મામલા ઝડપથી વધ્યા એવા જાપાનના વહાણનું ઉદાહરણ આપતા એમણે ન્યુઝ એજન્સી રોયટર્સને કહ્યું, તમે જુઓ તો આ વિસ્તાર ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર ઉપસ્થિત લોકોની સરખામણીએ ૧.૬ ગણો વધુ ગીચ વસતિ વાળો વિસ્તાર છે, જ્યાં સંક્રમણ વુહાનની સરખામણીમાં ચાર ગણું ઝડપથી ફેલાશે. એ પણ એ સમયની સરખામણીએ જ્યારે સંક્રમણ તેના ચરમ પર હતું.

line

કોણ છે રોહિંગ્યા?

રોહિંગ્યા

ઇમેજ સ્રોત, Getty Images

સૈન્ય અભિયાન શરૂ થયા પછીથી લાખો રોહિંગ્યા મુસલમાનોએ મ્યાનમાર છોડવું પડયું છે.

30 સપ્ટેમ્બર સુધી 9 લાખ 15 હજાર રોહિંગ્યા શરણાર્થી બાંગ્લાદેશના શિબિરોમાં રહી રહ્યા હતા. એમાંથી ૮૦ ટકા લોકો ઑગસ્ટ અને ડિસેમ્બર 2017થી માર્ચ 2020 દરમિયાન બાંગ્લાદેશ પહોંચ્યા હતા.

બાંગ્લાદેશનું કહેવું છે કે તે હવે વધુ લોકોને તેમને ત્યાં શરણ આપી શકે તેમ નથી. ઑગસ્ટમાં બાંગ્લાદેશે એક સ્વૈચ્છિક વાપસી યોજના ચલાવી હતી પરંતુ એક પણ રોહિંગ્યા એ પાછા જવાનો વિકલ્પ પસંદ નહોતો કર્યો.

બાંગ્લાદેશની યોજના બંગાળની ખાડીમાં એક નાનકડા દ્વીપ ભસન ચારમાં 1,00,000 શરણાર્થીઓને સ્થળાંતરિત કરવાની છે. જોકે લગભગ ૩૯ સહાયતા સંસ્થાઓ અને માનવઅધિકાર સમૂહોએ આ વિચારનો વિરોધ કર્યો છે.

સપ્ટેમ્બરમાં બીબીસીના જોનાથન હેડે સમાચાર આપ્યા હતા કે, મ્યાનમારમાં રોહિંગ્યાના ગામોમાં પોલીસ બૅરેક, સરકારી કચેરી અને શરણાર્થી પુનર્વસન શિબિર બનાવાયા છે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો