એ દસ લાખ શરણાર્થીઓ જે વતન પરત ફરતા ડરી રહ્યા છે
મ્યાનમારના રોહિંગ્યા મુસલમાનો પર આંતરરાષ્ટ્રીય કોર્ટે કહ્યું છે કે મ્યાનમારમાં રોહિંગ્યા શરણાર્થીઓ નરસંહારના ગંભીર જોખમ હેઠળ જીવી રહ્યા છે અને સરકારે તેને રોકવા માટે તુરંત જ કડક પગલાં લેવાં પડશે.
આ આંતરરાષ્ટ્રીય કોર્ટે મ્યાનમારને ચાર મહિનાનો સમય આપ્યો છે.
મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો પર થયેલા લશ્કરી દમનને બે વર્ષથી વધુનો સમય થઈ ગયો પણ આજે પણ તેઓ વતન પરત ફરવામાં જોખમ અનુભવે છે.
દસ લાખથી વધારે શરણાર્થીઓ સરહદપાર બાંગ્લાદેશમાં આ ગંદા-ગોબરા જેવા કૅમ્પમાં રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો