અફઘાનિસ્તાન હુમલો : હૉસ્પિટલમાં મા બાળકને જન્મ આપી રહી હતી અને જોતજોતાંમાં લાશો પડવા લાગી

કાબુલ હુમલામાં બચી ગયેલા બાળકોને અન્ય દવાખાને લઈ જવામાં આવ્યા છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાબુલ હુમલામાં બચી ગયેલા બાળકોને અન્ય દવાખાને લઈ જવામાં આવ્યા છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એક પ્રસુતિ વૉર્ડ પર થયેલા ચરમપંથી હુમલામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે.

કાબુલના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મૃત્યુ પામનારાઓમાં મોટાભાગે પ્રસવ માટે આવેલી માતાઓ છે, નવજાત શિશુઓ છે અને એ નર્સો શામેલ છે જે પ્રસુતિ કરાવવા માટે અને સારસંભાળ માટે ત્યાં હાજર હતી.

આ ચરમપંથી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. પ્રસુતિ વોર્ડ પર થયેલા આ હુમલાની ચારે બાજુથી નિંદા થઇ રહી છે. મંગળવારે જ બીજો એક હુમલો પણ થયો હતો જેમાં 32 લોકોએ જીવ ગુમાવ્યો.

કાબુલ હુમલામાં બચી ગયેલા બાળકોને અન્ય દવાખાને લઈ જવામાં આવ્યા છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાબુલ હુમલામાં બચી ગયેલા બાળકોને અન્ય દવાખાને લઈ જવામાં આવ્યા છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

દેશના પૂર્વ વિસ્તારમાં નંગરહારમાં એક અંતિમસંસ્કારની વિધિ દરમિયાન એક એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો જેમાં ત્યાં હાજર 32 લોકોનાં મૃત્યુ થયાં.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાન અને અન્ય આતંકી સંગઠનો સામે આક્રમક અભિયાન ફરીથી શરુ કરવાનો આદેશ આપ્યો છે.

એમણે ચરમપંથીઓ ઉપર હુમલા રોકવા માટે વારંવાર અપાયેલી ચેતવણીઓને અવગણવાનો આરોપ લગાવ્યો છે.

ઇસ્લામિક ચરમપંથી સંગઠન (આઈએસ)એ નંગરહારમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી છે.

પરંતુ હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે કાબુલમાં દશ્ત-એ-બારચી હૉસ્પિટલ પર હુમલા પાછળ કોનો હાથ હતો.

તાલિબાને આ હુમલા પાછળ તેનો હાથ હોવાનો ઇન્કાર કર્યો છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

હૉસ્પિટલ પર હુમલા પછી 19 શિશુઓને શહેરની અન્ય હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે પરંતુ ઘણી માતાઓને આશંકા છે કે તેમના શિશુઓનાં મોત થઈ ચૂક્યાં છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં મંગળવારે થયેલા અલગ-અલગ હુમલાઓમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મૃત્યુ થયાં છે. આ હુમલા શાંતિ પ્રયાસોની નિષ્ફળતા જાહેર કરે છે, સાથે જ દાયકાઓથી અહીં થઇ રહેલી હિંસા અટકવાની આશાઓને પણ ધૂંધળી કરે છે.

line

હૉસ્પિટલમાં શું થયું?

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

સ્થાનિકોએ કહ્યું કે એમણે શરૂઆતમાં બે બૉમ્બ વિસ્ફોટના અવાજ સાંભળ્યા અને ત્યાર બાદ ગોળીઓ છૂટવાના અવાજ સાંભળ્યા. આ હુમલો મંગળવારે લગભગ 10 વાગ્યે શરૂ થયો. એક ડૉક્ટર જે કોઈ રીતે ત્યાંથી ભાગીને બચવામાં સફળ થઇ શક્યા તેમણે બીબીસીને કહ્યું કે જ્યારે હુમલો થયો તે સમયે હૉસ્પિટલની અંદર લગભગ 140 લોકો હાજર હતા.

ઇન્ટરનેશનલ મેડિકલ ચેરિટી સંસ્થા મેડિસિન્સ સાન્સ ફ્રંટિયર્સ (MSF) આ હૉસ્પિટલના પ્રસૂતિ વોર્ડનું સંચાલન કરે છે અને ત્યાં કામ કરનારાઓમાં કેટલાક વિદેશી પણ હતા.

રમઝાન અલી નામના એક દુકાનદાર હુમલો શરૂ થયો ત્યારે નજીકમાં જ હતા. એમણે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે હુમલાખોરો કંઈ પણ જોયા વગર ગોળીઓ વરસાવી રહ્યા હતા.

મેડિસિન્સ સાન્સ ફ્રંટિયરના હવાલાથી ન્યૂઝ એજન્સી એએફપીએ લખ્યું છે કે જે સમયે હુમલો થઇ રહ્યો હતો ત્યારે જ એક મા બાળકને જન્મ આપી રહી હતી.

એક અધિકારીએ બીબીસીને કહ્યું કે અફઘાન સ્પેશ્યલ ફોર્સે 100 મહિલાઓ અને બાળકોને સુરક્ષિત બહાર કાઢી લીધાં છે. એમાં ત્રણ વિદેશી પણ છે. હુમલામાં સામેલ ત્રણેય હુમલાખોરોને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. આ ત્રણેય હુમલાખોરોએ પોલીસ અધિકારીઓ જેવો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો.

સોશિયલ મીડિયા પર આ હુમલાની તસવીરો વાઇરલ થઈ છે. એમાં સૈનિક નવજાત શિશુઓને તેમના હાથોમાં લઇને બહાર આવતા નજરે આવી રહ્યા છે. એ બાળકો લોહીથી લથપથ ચાદરોમાં વીંટળાયેલા હતાં.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શું હૉસ્પિટલો પર પહેલા પણ હુમલા થયા છે?

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, EPA

આ પહેલા કંઈક આવો જ હુમલો થઈ ચૂક્યા છે. રાજધાનીના આ શિયા મુસ્લીમોની વધુ વસતિવાળા વિસ્તારમાં પહેલા પણ આવો હુમલો થયો હતો, જેની પાછળ ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઈએસ)નો હાથ હોવાનું કહેવાયું હતું.

વર્ષ 2017માં આઈએસના એક ચરમપંથીએ મેડિકલ સ્ટાફના વેશમાં કાબુલની મુખ્ય સૈનિક હૉસ્પિટલ ઉપર હુમલો કર્યો હતો. એ પછી સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. પછીથી અધિકારીઓએ એ માહિતીને સમર્થન આપ્યું હતું કે હુમલામાં લગભગ 50 લોકોના મોત થયા હતા.

જોકે, માત્ર આઈએસ જ નહીં, તાલિબાન પણ હૉસ્પિટલો પર હુમલા કરતું રહ્યું છે.

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, EPA

ગત સ્પ્ટેમ્બરમાં દક્ષિણી ઝાબુલ પ્રાંતમાં એક હૉસ્પિટલની બહાર ચરમપંથીઓએ વિસ્ફોટકો ભરેલી એક ટ્રકથી હુમલો કર્યો હતો જેમાં 20 લોકોનાં મોત થઇ ગયા હતા.

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું હતું, સાર્વજનિક સ્થળોની સુરક્ષા માટે અને તાલિબાન સહિત અન્ય ચરમપંથી જૂથોના હુમલા અને ધમકીઓને વિફળ કરવા માટે હું અફઘાન સુરક્ષા દળોને સુરક્ષાત્મક વલણ બદલી આક્રમક વલણ અપનાવવાનો આદેશ આપું છું.

બીબીસી સંવાદદાતા લીસે ડાઉસેટનું માનવું છે કે અફઘાનિસ્તાને અત્યાર સુધી ખરાબથી ખરાબ સમય જોયો છે પરંતુ નવજાત બાળકો અને એમની માતાઓ પર થયેલો આ હુમલો ભય પેદા કરનારો છે. તેઓ કહે છે કે આ હુમલાએ અફઘાનિસ્તાન ક્યારેક શાંતિ તરફ આગળ વધી શકશે એ નાજુક આશાને હલાવી નાંખી છે.

વિશ્વમાંથી પ્રતિક્રિયા

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Reuters

મંગળવારે થયેલા આ હુમલાની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે.

માનવાધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ હુમલા પર તેની પ્રતિક્રિયા આપતા કહ્યું છે, આજે અફઘાનિસ્તાનમાં જે યુદ્ધનો અપરાધ થયો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી ન શકાય. નાગરિકો જે પ્રકારની ભયાવહ સ્થિતિનો સામનો કરી રહ્યા છે એને લઈ વિશ્વએ કોઈ પણ સ્થિતિમાં જાગૃત થવું પડશે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું, નિર્દોષ પર કોઈ પણ પ્રકારનો હુમલો માફીને લાયક નથી પરંતુ પ્રસૂતિ વૉર્ડમાં મહિલાઓ અને નવજાત શિશુઓ પર હુમલો બર્બરતા છે.

આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રની પ્રમુખ ડેબરા લ્પોસે ટ્વીટ કર્યું છે કે નવજાત બાળકો અને એમની માતાઓ પર કોણ હુમલો કરે? આવું કોણ કરે?

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

અફઘાનિસ્તાન શાંતિ વાર્તાનું શું?

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકા અને તાલિબાન વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં એક વિસ્તૃત શાંતિ સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા. એ પછી અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચે એક કેદીની અદલાબદલી પર સહમતી બની નહીં અને ત્યારથી બેરોકટોક હિંસા ચાલી રહી છે.

આ સમજૂતી પછી આશા વ્યક્ત કરાઈ રહી હતી કે આનાથી 18 વર્ષથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલો લોહિયાળ સંઘર્ષ ખતમ થઇ જશે.

હિંસામાં દસ હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો સામાન્ય નાગરિકો હતા. હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે અને સેંકડો લોકોએ પોતાના ઘર છોડી પલાયન કરવું પડ્યું છે.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો