#BoysLockerRoom : બૉયઝ લૉકર રૂમ અને રેપચેટની તપાસમાં ટ્વિસ્ટ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયામાં સ્કૂલના વિદ્યાર્થીઓના વચ્ચેની અશ્લીલ ચેટની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે.

સાયબર સેલ યુનિટનો દાવો છે કે રેપની ચેટ બૉયઝ લૉકર રૂમનો હિસ્સો નથી. આ ચેટ એક સગીરાએ છોકરાની નકલી પ્રોફાઇલ બનાવીને પોતાના મિત્રો સાથે કરી હતી.

હિંદુસ્તાન અખબારે પોતાના રિપોર્ટમાં ડીસીપી અનેશ રાયના હવાલાથી લખ્યું કે સોશિયલ મીડિયા પર બૉયઝ લૉકર રૂમના નામે જે પણ અશ્લીલ કૉમેન્ટ અને રેપના સ્ક્રીનશૉટ વાઇરલ થયા હતા એ બે સગીર વચ્ચેની વાતચીત હતી. તેમાં એક સગીરા પોતાના મિત્રને રેપ કરવા જેવી ચેટ કરતી હતી, જેથી તેને તેના ચરિત્રની ખબર પડે.

અખબાર અનુસાર, પોલીસે સિદ્ધાર્થ નામથી નકલી આઈડી બનાવીને ચેટ કરનાર છોકરી અને સગીર મિત્ર બંનેની અલગઅલગ પૂછપરછ કરી છે. છોકરાએ પોલીસને જણાવ્યું કે રેપવાળી ચેટ બાદ તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

જોકે, પોલીસે એ તપાસ કરી રહી છે કે શું સાચે જ છોકરાએ ચેટિંગ બંધ કરી દીધું હતું કે પછી પોતાના બચાવમાં ડિલીટ કર્યું હતું.

ઇન્સ્ટાગ્રામ ગ્રૂપ #BoysLockerRoomનો વિવાદ શું છે જાણો અહીં ભારતમાં સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી #BoysLockerRoom ટ્રૅન્ડમાં છે.

line

કોરોના લૉકડાઉન : 54 દિવસ ઍરપૉર્ટમાં રહેનાર વિદેશી નાગરિક

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર એક 40 વર્ષીય જર્મન નાગરિક છેલ્લા 54 દિવસથી રહે છે.

વર્ષ 2004માં આવેલી ફિલ્મ ધ ટર્મિનલના મુખ્ય પાત્ર સાથે આ જર્મન નાગરિકની કહાણી મળતી આવે છે.

હિંદુસ્તાન ટાઇમ્સના એક વિશેષ રિપોર્ટ પ્રમાણે, જર્મન નાગરિક એડગાર્ડ જીબટ ઍરપૉર્ટના ટ્રાન્ઝિટ એરિયામાં રહે છે. તેઓ 18 માર્ચે હનોઈથી ઇસ્તંબુલ જતા હતા. એ દિવસે ભારતે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા તુર્કી સાથે જોડાયેલી તમામ ફ્લાઇટ રદ કરી હતી. તેના ચાર દિવસ પછી ભારતે બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરી હતી અને 25 માર્ચથી દેશભરમાં લૉકડાઉન લાગુ કરી કર્યું જે આજે પણ ચાલુ છે.

ઍરપૉર્ટ પર જીબટ સિવાય અન્ય યાત્રી પણ હતા. પરંતુ તેમની સ્થિતિ થોડી વધુ વિકટ છે, કેમ કે તેઓ પોતાના દેશમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

અખબારે બે સિક્યૉરિટીના હવાલાથી લખ્યું કે ગુનાહિત રેકર્ડને કારણે અને વિદેશમાં હોવાથી હાલમાં તેમના દેશ તેમની કસ્ટડી લેવાનો ઇન્કાર કર્યો છે.

તો આ તરફ ભારતે પણ ગુનાહિત ઇતિહાસને કારણે તેમને વિઝા આપ્યા નથી.

line

ભારતીય અને ચીની સૈનિક લદ્દાખ-સિક્કીમમાં સામસામે

ચીન

ઇમેજ સ્રોત, AFP

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સીમા પર ઘર્ષણના સમાચાર છે. આ ઘટના ગત અઠવાડિયાની ગણાવાઈ રહી છે, જેમાં ઘણા સૈનિકો ઘાયલ પણ થયા છે.

ધ હિન્દુના રિપોર્ટ અનુસાર, પહેલી ઘટના પાંચ મેના રોજ પૂર્વી લદ્દાખમાં ઘટી, જ્યારે બીજી ઘટના 9 મેના રોજ સિક્કીના નાકુ-લામાં થઈ.

અખબારે સેનાના સૂત્રોના હવાલાથી લખ્યું, "બંને દેશના સૈનિકોમાં આમનેસામને આવ્યા હોવાની ઘટના બની છે. બંને તરફથી સૈનિકોને સામાન્ય ઈજા પહોંચી છે."

સિક્કીમ થયેલી ઘટનામાં ચાર ભારતીય સૈનિકનાં મૃત્યુ અને સાત ચીની સૈનિક ઘાયલ થયા હોવાના સમાચાર છે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો