પોખરણ-2 : અટલ બિહારી વાજપેયીએ કરેલા પરમાણુ પરીક્ષણની તસવીરી સફર

11 મે 1998માં ભારતે રાજસ્થાનના પોખરણમાં બીજું પરમાણુ પરીક્ષણ કર્યુ હતું.

પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, ભારત 1974માં ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે જ પરમાણુ શક્તિ ધરાવતો દેશ બની ગયો હતો પરંતુ તેના બે દાયકા બાદ 1998માં ફરી વાર પરમાણુ પરીક્ષણ કરીને ભારતે દુનિયાને ચોંકાવી દીધી. 11 મે 1998ના દિવસે પોખરણમાં 3 પરમાણુ ધડાકા કરવામાં આવ્યા અને તેનાં બે દિવસ બાદ 13 મેના રોજ અન્ય 2 પરીક્ષણ કરવામાં આવ્યા. સરકાર દ્વારા આપવામાં આવેલી આ તસવીરમાં થારનું એક પરીક્ષણ સ્થળ. તમામ તસવીરો પીટીઆઈ.
પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, પરીક્ષણના થોડાં દિવસ પછી ભારત સરકારે 17 મે 1998ના રોજ વીડિયો પણ પ્રસારિત કર્યો હતો. આ એ ભૂમિગત પરીક્ષણની તસવીર છે જે મોટી સ્ક્રીન પર નવી દિલ્હીમાં પત્રકારોને દર્શાવવામાં આવી હતી.
પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, પરીક્ષણ પછી 17 મેના રોજ પત્રકારપરિષદમાં વિજયી મુદ્રા સાથે ભાભા ઑટોમિક સેન્ટરના નિર્દેશક સંથાનમ, પરમાણુ ઊર્જા વિભાગના ચૅરમેન આર. ચિદંબરમ અને ડૉ. અબ્દુલ કલામ.
પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, એ સમયે વડા પ્રધાન વાજપેયીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. અબ્દુલ કલામ અને અને ઊર્જા વિભાગના ચૅરમેન આર. ચિદંબરમ. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં.
પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, ભારતના પરમાણુ પરીક્ષણની ખબર અખબારોમાં. નવી દિલ્હીમાં સવારનું અખબાર વાંચતા મોહમ્મદ.
પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, પરમાણુ પરીક્ષણ પછી વડા પ્રધાન વાજપેયી 20 મેના રોજ પોખરણ ગયા હતા. એ વખતે સાધનોની તપાસ કરતા ભારતીય સૈનિક.
પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, પોખરણમાં વડા પ્રધાન વાજપેયી. એ વખતે દુનિયાભરમાં ભારતના આ પરીક્ષણની ટીકા થઈ હતી.
પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન વાજપેયીની મુલાકાત સમયે યોગ્ય વળતર ન આપવાની ફરિયાદ સાથે વિરોધ કરી રહેલા પોખરણના ગ્રામજનો. એમનું કહેવું હતું કે વિસ્ફોટને કારણે મકાનોમાં તિરાડો પડી ગઈ છે. તેમની માગ હૉસ્પિટલ બનાવી આપવાની પણ હતી.
પોખરણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, પરીક્ષણ સ્થળ પર ક્ષતિગ્રસ્ત થયેલા પતરાંના મકાનો.
પ્રથમ પરમાણુ પરીક્ષણ થારનું રણ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, ભારતે 1974માં પહેલી વાર પરમાણુ પરીક્ષણ કર્યુ હતું એ વખતની તસવીર. ફોટોમાં થારના રણનો એ ખાડો દેખાય છે.