#BoysLockerRoom મામલે એક કિશોરની ધરપકડ થઈ એ કેસ શું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી #BoysLockerRoom ટ્રૅન્ડમાં છે.
ફોટો શૅરિંગ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર બનેલા આ ચેટ સમૂહમાં છોકરા, છોકરીઓના ફોટો પોસ્ટ કરી રહ્યા હતા, અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે અને રેપ કરવાની વાત કરી રહ્યા હતા.
આ મામલે દિલ્હી મહિલા આયોગની દખલ બાદ દિલ્હી પોલીસના સાયબર સેલ વિભાગે એક કિશોરની ધરપકડ કરી છે.
તો આ મામલે ફેસબુક કંપનીના પ્રવક્તાનું પણ નિવેદન આવ્યું છે.
તેઓએ કહ્યું છે, "અમે એવા વ્યવહારની પરવાનગી નથી આપતાં કે જે યૌનહિંસાને પ્રોત્સાહન આપે છે કે કોઈનું શોષણ કરે છે. ખાસ કરીને મહિલાઓ અને યુવા વર્ગ અને આપણા સામાજિક માપદંડોનું ઉલ્લંઘન કરનારી સામગ્રી પર કાર્યવાહી કરી છે, જેની અમને જાણ કરાઈ છે."
કંપનીના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે અમે આવા મુદ્દાઓને બહુ ગંભીરતાથી લઈએ છીએ. આપણો સમાજ સુરક્ષિત અને સન્માનજનક રીતે પોતાને વ્યક્ત કરી શકે એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સાયબર સેલ વિભાગે કહ્યું કે "#BoysLockerRoom ઇન્સ્ટાગ્રામ ગ્રૂપ ચેટ મામલે એક કિશોરની ધરપકડ કરાઈ છે. વિદ્યાર્થીનો મોબાઇલ જપ્ત કરાયો છે અને તેની તપાસ કરાશે."
"આ ગ્રૂપમાં સામેલ અંદાજે બધા 21 લોકોની ઓળખ કરાઈ છે. તે બધાની પૂછપરછ કરાશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ અગાઉ દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષા સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને ઇન્સ્ટાગ્રામ અને દિલ્હી પોલીસને નોટિસ મોકલી હતી અને તેમાં સામેલ છોકરાઓની તાત્કાલિક ધરપકડ કરવા માગ કરી હતી.
તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક છોકરાઓએ 'બૉયઝ લૉકર રૂમ' નામું એક ગ્રૂપ બનાવ્યું છે, જેમાં તેઓ સગીર છોકરીઓની આપત્તિજનક તસવીરો શૅર કરી રહ્યા છે અને સગીર છોકરીઓ પર રેપ કરવાની યોજના બનાવી રહ્યા છે.
કેટલીક છોકરીઓએ સોશિયલ મીડિયામાં આ ગ્રૂપ ચેટના કેટલાક સ્ક્રીનશોટ શૅર કર્યા હતા, બાદમાં આ મામલે સામે આવ્યો હતો.
સ્વાતિ માલીવાલે એ જ સ્ક્રીનશોટને શૅર કરીને આ મામલે પોલીસને તાત્કાલિક એફઆરઆઈ નોંધી પગલાં લેવાની વાત કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સ્વાતિ માલીવાલના ટ્વીટ બાદ દિલ્હી પોલીસ પણ હરકતમાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સાયબર ક્રાઇમ સેલે આ મામલાની નોંધ લઈને તપાસ શરૂ કરી દીધી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3

માનસિકતા બદલવી જરૂરી
સોશિયલ મીડિયામાં આ ગ્રૂપને લઈને ઘણી ચર્ચા છે. ઘણા લોકો તેની ટીકા કરે છે અને ચિંતા વ્યક્ત કરે છે.
ટ્વિટર પર @Tripathiharsh02 લખે છે કે "કડક કાયદો બનાવવો જોઈએ, પરંતુ લોકોની માનસિકતા પણ બદલાવી જોઈએ. મહિલાને એક ચીજવસ્તુ તરીકે જોવાનું બંધ કરવું જોઈએ. યુવાઓને સમજાવીને જ તેમના વિચારો બદલી શકાય છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
@MarketerAditi લખે છે, "ભારતમાં #BoysLockerRoom કહાણીએ મને ડરાવી દીધી છે. 16 વર્ષના છોકરા મહિલાઓને રેપની ધમકી આપે છે. તેઓ શું શીખી રહ્યા છે? એ લોકો માટે કંઈક કરો જે મહિલાઓને વસ્તુ તરીકે જુએ છે, નીચું જોવડાવે છે અને મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન કરે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલનું કહેવું છે કે લૉકડાઉન દરમિયાન બાળકો ન તો ઘરની બહાર નીકળી શકે છે, ન તો તેઓ તેમનાં માતાપિતા સાથે વધુ વાત કરે છે. આવામાં ઇન્ટરનેટ જ તેમનો સ્રોત છે અને ગત 40 દિવસમાં શક્ય છે કે મોટાં ભાગનાં બાળકો ડાર્ક વેબસાઇટ પર ગયાં હોય.
પવન દુગ્ગલ કહે છે, "અત્યાર સુધી જે જાણકારી આવી છે એ મુજબ BoisLockerRoom સાથે જોડાયેલા લોકો સગીર છે. જો તેઓ વયસ્ક હોત તો આ મામલે કાયદામાં કોઈ જ મુશ્કેલી નથી. જ્યારે પણ ઇન્ટરનેટ પર છોકરીઓ કે મહિલાઓની તસવીરોને લઈને આ રીતની સામગ્રી બનાવે છે કે આ રીતની ગૅંગરેપની ધમકી આપે છે, ત્યારે આ બધા કેસ આઈટી ઍક્ટની કલમ 67 હેઠળ આવે છે. તેમાં ત્રણ વર્ષની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે છે."
"તેમાં આપણે સગીર છોકરીઓની મૉર્ફ તસવીરો પણ જોઈ શકીએ છીએ જે ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં આવે છે. જે એક જઘન્ય અપરાધ છે. તેમાં આઈટી સેક્શનની 67-બી હેઠળ પાંચ વર્ષની સજા અને દસ લાખ સુધીનો દંડ થઈ શકે છે."
ભારતીય દંડસંહિતા અનુસાર આ પ્રકારના ગુના કરનારા સામે 354-એ અને ક્યાંક ને ક્યાંક 292ની જોગવાઈ પણ લગાવી શકાય છે.
પવન દુગ્ગલ અનુસાર આ કેસ ઊંડા ગુનાહિત ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે છે અને તેમાં ભારતીય માહિતી પ્રૌદ્યોગિક કાયદા હેઠળ જોગવાઈ લાગુ થઈ શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમના અનુસાર આ મામલો છોકરીઓની મૉર્ફ તસવીરો બનાવીને ખોટા ઇલેક્ટ્રોનિક રેકર્ડ બનાવાનો પણ છે.
પવન દુગ્ગલ કહે છે કે "તેની પાછળ બે ઉદ્દેશ્ય હોઈ શકે છે. એક તો લોકોને ગુમરાહ કરાય અને બીજું કે છોકરીઓ ઇજ્જત કે શાખ પર નકારાત્મક પ્રભાવ પાડી શકાય."
તેઓ કહે છે કે આ ગુનો ભારતીય દંડસંહિતાના સૅક્શન 468 અને 469ની જોગવાઈ હેઠળ પણ આવે છે.
468માં ખોટા રેકર્ડનું પ્રકાશન કે પ્રસારણ કરવું સામેલ છે, જેમાં સાત વર્ષની સજા કે દંડની જોગવાઈ છે. તો 469માં ખોટા રેકર્ડનું પ્રકાશન સામેલ છે, જેમાં કોઈની શાખ પર નકારાત્મક પ્રભાવ પાડી શકાય.
પવન દુગ્ગલ અનુસાર જો આ કેસમાં સામેલ લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેઓને જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ સજા થઈ શકે.
તેઓ કહે છે કે પોલીસે આ કેસમાં ઇન્સ્ટાગ્રામ પાસેથી જાણકારી લેવી પડશે, કેમ કે માહિતી પ્રૌદ્યોગિકી કાયદા હેઠળ ઇન્સ્ટાગ્રામ નેટવર્ક સર્વિસ પ્રોવાઇડર છે, તેને જાણકારી આપવી પડશે.
જ્યાંથી લૉગ-ઇન થયું છે અને તેનું આઈપી ઍડ્રેસ મળી જાય તો પોલીસ વિભિન્ન સર્વિસ પ્રોવાઇડરના માધ્યમથી વ્યક્તિવિશેષ સુધી પહોંચી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બાળકોની નાજુક સ્થિતિ

ઇમેજ સ્રોત, GETTY CREATIVE STOCK
મનોવૈજ્ઞાનિક ડૉ. પૂજાશિવમ્ જેટલી કહે છે, "આ બાબત ઘણી દુખદ છે કે આ ઉંમરનાં બાળકો આ રીતે ચેટિંગ કરી છે. કિશોરાવસ્થાની ઉંમરમાં બાળકોમાં શારીરિક અને માનસિક ઘણા બદલાવ આવે છે અને એ સમયે બાળકો એક અસમંજસની સ્થિતિમાં હોય છે, સાચા-ખોટા સમજ નથી હોતી અને તેને કારણે તેઓ દરેક ચીજ તરફ પ્રભાવિત થઈ જાય છે અને ખરાબ ચીજ તરફ વધુ."
"સાથે જ કોઈ પણ ચીજ તેમને પાવરફુલ ફીલ કરાવે, જેમાં રોમાંચ હોય કે આ ઉંમરમાં બાળકો પ્રયોગાત્મક પણ હોય છે, આથી બાળકો એવું કરી નાખે છે જે સાચું કે ખોટું હોઈ શકે છે."
ડૉ. પૂજાશિવમ્ માને છે કે જે રીતે બાળકો રેપ અને અશ્લીલ વાતો આ સમૂહમાં લખી રહ્યાં છે, તેમને એ ખબર નથી કે તેઓ શું લખી રહ્યાં છે અને તેની શું અસર થઈ શકે છે.
તેઓ કહે છે, "ઇન્ટરનેટ પર આવા કાર્યક્રમો- જેમાં હિંસા, ગાળાગાળી, યૌનહિસા દેખાડવામાં આવે છે, તેનાથી બાળકોને લાગે છે કે કંઈ પણ શકાય અને કહી શકાય અને આ સામાન્ય છે."
તેઓ કહે છે કે એ જરૂરી છે કે વાલીઓ બાળકોની ગતિવિધિઓ પર નજર રાખે અને તેમની સાથે ખૂલીને વાત કરે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો