કોરોના વાઇરસ : WHOએ જાહેર કરેલી મહામારી શું છે, ક્યારે જાહેર કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે કોરોના વાઇરસને પૅન્ડેમિક એટલે કે મહામારી જાહેર કર્યો છે.
આ પહેલાં ડબલ્યુએચઓએ કોરોના વાઇરસને મહામારી ગણાવ્યો નહોતો.
મહામારી એ બીમારીને કહેવાય છે જે એક જ સમયે દુનિયાના અલગઅલગ દેશોમાં લોકોમાં ફેલાઈ રહી હોય.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધ્યક્ષ ડૉ. ટેડરોઝ આધ્યનોમ ગેબ્રેયેસોસે કહ્યું કે "હવે તેઓ કોરોના વાઇરસ માટે મહામારી શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે, કેમ કે વાઇરસને લઈને નિષ્ક્રિયતા ચિંતાજનક છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

શું હોય છે મહામારી?

ઇમેજ સ્રોત, Getty Images
આ પરિભાષા માત્ર એ ચેપી બીમારીઓ માટે ઉપયોગમાં લેવાય છે જે ખૂબ જ ઝડપથી ઘણા દેશોમાં એકસાથે લોકો વચ્ચેના સંપર્કથી ફેલાય છે.
આ અગાઉ વર્ષ 2009માં સ્વાઇન ફ્લૂને મહામારી જાહેર કરાઈ હતી. વિશેષજ્ઞો મુજબ સ્વાઇન ફ્લૂને કારણે લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં.
મહામારી હોવાની વધુ શક્યતા ત્યારે રહે છે જ્યારે વાઇરસ સાવ નવો હોય, સરળતાથી લોકોમાં સંક્રમિત થઈ રહ્યો હોય અને લોકોના પરસ્પર સંપર્કથી પ્રભાવક અને સતત ફેલાઈ રહ્યો હોય.
કોરોના વાઇરસમાં આ બધા માપદંડોનો સમાવેશ થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હજુ સુધી કોરોના વાઇરસનો કોઈ ઇલાજ કે રસી શોધાઈ નથી. વાઇરસના વિસ્તારને રોકવો એ જ સૌથી મહત્ત્વનું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું શું કહેવું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ફેબ્રુઆરીના અંતમાં ડૉ. ટેડરોઝે કહ્યું હતું કે "કોરોના વાઇરસમાં મહામારી બનવાની ક્ષમતા છે, પરંતુ હજુ એ મહામારી નથી, કેમ કે દુનિયાભરમાં અમને તેનો અનિયંત્રિત વિસ્તાર દેખાતો નથી."
પરંતુ હવે કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે એવા દેશોની સંખ્યા પણ વધી ગઈ છે. તાજેતરના આંકડા પ્રમાણે 114 દેશમાં અત્યાર સુધીમાં 118000 કેસ સામે આવ્યા છે.
પરંતુ વાઇરસ અંગેની ભાષા કે પરિભાષા બદલવાથી વાઇરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે એના પર કોઈ અસર નહીં થાય.
જોકે ડબલ્યુએચઓને લાગે છે કે હવે દેશ આને લઈને વધુ ગંભીર થઈ જશે.
ડૉ. ટેડરોઝે કહ્યું, "કેટલાક દેશ ક્ષમતાની ઊણપનો સામનો કરી રહ્યા છે. કેટલાક સંસાધનોની કમીને કારણે ઝૂઝી રહ્યા છે. અને કેટલાક દેશોમાં ઇચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે."
તેઓએ કહ્યું કે ડબલ્યુએચઓ ઇચ્છે છે કે બધા દેશ આ પગલાં ભરે. કટોકટીની પ્રતિક્રિયા લાગુ કરાય અને તેની ક્ષમતા પણ વધારાય.
લોકોને તેનાં જોખમ અને બચાવ અંગે જણાવવામાં આવે.
કોરોના વાઇરસના ચેપના દરેક કેસને શોધો, ટેસ્ટ કરો, ઇલાજ કરો અને તેના સંપર્કમાં આવેલા બધા લોકોની ઓળખ કરો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













