ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની યાત્રા અંગે શું કહ્યું અમેરિકાના મીડિયાએ

અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પીરસાયેલાં બ્રોકલી સમોસાની વાત છાપી હતી.

અખબાર લખે છે, "ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બનાવાયેલાં બ્રોકલી સમોસા કોઈને ન ભાવ્યાં અને ટ્રમ્પે તેને હાથ પણ ન લગાવ્યો."

ટ્રમ્પની સાબરમતી આશ્રમની યાત્રા દરમિયાન બનાવાયેલાં સમોસામાં બટાટા અને વટાણાંની જગ્યાએ બ્રોકલી તથા મકાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

'ટ્રમ્પ સી.એ.એ. ઉપર નહીં બોલે'

અમેરિકાના ન્યૂઝ આઉટલેટ 'ન્યૂઝવિક'એ પોતાના લેખમાં મૅસાચૂસેટ્સના અધિકારીઓની વાતને મહત્ત્વ આપ્યું છે.

મૅસાચૂસેટ્સના કૅમ્બ્રિજ શહેરના સિટી કાઉન્સિલર જીવન સોબરિન્હો વ્હિલરે કહ્યું : "જો ટ્રમ્પ સી.એ.એ. મુદ્દે વાત કરે તો સ્પષ્ટ સંદેશ જશે. અમેરિકા માટે એજ પ્રાથમિક્તામાં હોવું જોઈએ."

કૅમ્બ્રિજ શહેરના મેયર સંબલ સિદ્દિકીએ કહ્યું, "અનેક સેનેટર તથા કૉંગ્રેસના અનેક સભ્ય આ મદ્દે ચિંતા પ્રગટ કરી ચૂક્યા છે, એટલે મને લાગે છે કે આ મુદ્દે રાષ્ટ્રપ્રમુખ વાત કરે તે જરૂરી છે."

'USની મરજી મુજબ નહીં કરે ભારત'

વૉશિંગ્ટન ઍક્ઝામિનર નામની વેબસાઇટ લખે છે કે દુનિયામાં સૌથી વધુ વસતિવાળા લોકશાહી દેશ સાથે સંબંધ મજબૂત કરવાની દરેક પહેલને આવકારવી જોઈએ.

પરંતુ જો ટ્રમ્પ એવું માનતા હોય કે ભારત અમેરિકાની મરજી મુજબ વ્યવહાર કરશે તો તે બુદ્ધિગમ્ય વાત નથી.

સાથે જ મોદીની અધિનાયકવાદી આંતરિક નીતિઓ તથા વિવાદાસ્પદ ક્ષેત્ર કાશ્મીર અંગે મોદી સરકારની નીતિને જોતા અમેરિકાની નીતિ ભારતને હથિયાર વેચવાને બદલે મૅન્યુફૅકચરિંગ ટ્રૅડ પોલિસીને મહત્ત્વ આપવું જોઈએ.

'ટ્રમ્પની આત્મમુઘતાને પંપાળ'

અમેરિકાની મીડિયા સંસ્થા MSNBCએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને ભપકો અને ઉત્સવ પસંદ છે. વિદેશ વિભાગના અધિકારીઓએ તેમની આત્મમુગ્ધતાને પંપાળવાનું શીખી લીધું છે.

MSNBC ઉમેરે છે, ટ્રમ્પ સ્થાનિક વિદ્યાર્થી સાથે સંવાદ કરતા હોય કે વિદેશી પત્રકારના સવાલના જવાબ આપતા હોય, ટ્રમ્પ સામાન્ય બાબતોમાં પણ નિપૂણ નથી. કારણ કે રિપબ્લિકન ટ્રમ્પને પોલિસી, સંસ્કૃતિ તથા ઇતિહાસમાં કોઈ રસ નથી.

'અમદાવાદમાં માનવતા ઢંકાઈ'

અમેરિકાના ન્યૂ યૉર્કમાંથી પ્રકાશિત ક્વાર્ટ્ઝના કહેવા પ્રમાણે, ટ્રમ્પની અમદાવાદ યાત્રા દરમિયાન માનવતાને ઢાંકી દેવાઈ હતી. આ સમાચાર અહેવાલમાં છવાયેલા રહ્યા હતા.

રિપોર્ટ મુજબ સરણિયાવાસની દીવાલ પાછળ 700 ઝૂંપડા આવેલાં છે. જ્યાં મૂળભૂત સુવિધાનો પણ અભાવ છે.

ક્વાર્ટ્ઝે આ ઘટનાક્રમને માનવતા ઉપર પડદો જણાવ્યો હતો.

'ટ્રમ્પ જે કરવા ઇચ્છતા હતા, મોદી પહેલાં કરી ચૂક્યા છે'

અમેરિકાના મૅગેઝિન ધ એટલાન્ટિકે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને 'હાઉડી મોદી'ના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે.

આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે, "ટ્રમ્પે હિંદીમાં કેટલાંક શબ્દો બોલવા પ્રયત્ન કર્યો. તે જે શહેરમાં ગયા હતા, તેનું નામ બોલવામાં પણ લડખડાયા, પરંતુ તે જે ભીડ માટે ભારત ગયા હતા, તે તેમને મળી ગઈ."

મૅગેઝિને મોદી-ટ્રમ્પની દોસ્તીને લઈને લખ્યું છે, "ટ્રમ્પ મુસ્લિમો પર પ્રતિબંધ મૂકવા માગે છે, મોદી આ પહેલાં જ કરી ચૂક્યા . ટ્રમ્પ મીડિયાને ફેક ન્યૂઝ કહે છે. મોદી સરકારએ તેમને અરસી દેખાડનાર મીડિયામાં તિરાડ પાડી દીધી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો