You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Indian Sportswoman of the Year 2019: વિજેતાની જાહેરાત આઠ માર્ચે
BBC Indian Sportswoman of the Year 2019 માટે વોટિંગ બંધ થઈ ગયું છે.
ત્રણ ફેબ્રુઆરીથી BBC Indian Sportswoman of the Year 2019 માટે પાંચ મહિલા ખેલાડીઓના નામાંકન જાહેર થયા, ત્યાર બાદ ભારત અને વિદેશમાંથી પ્રશંસકોએ વોટિંગ કર્યું હતું.
આ ઍવૉર્ડ માટે ઍથ્લીટ દુતી ચંદ, બૉક્સર મેરી કોમ, પહેલવાન વિનેશ ફોગાટ, પૅરાબૅડમિન્ટન પ્લેયર માનસી જોશી અને બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુને નામાંકન મળ્યું છે.
આઠ માર્ચ, રવિવારે નવી દિલ્હીના તાજ પૅલેસ હૉટેલમાં એક કાર્યક્રમમાં ઍવૉર્ડનાં વિજેતાની જાહેરાત થશે અને બીબીસીની ભારતીય ભાષાઓના બધા પ્લૅટફૉર્મ્સ અને બીબીસી સ્પૉર્ટ્સ વેબસાઇટ પર પણ આનું પ્રસારણ કરવામાં આવશે.
ઍવૉર્ડ માટે પાંચ નૉમિનીઝનાં નામોનું ચયન નિષ્ણાતોની એક પૅનલે કર્યું હતું, જેમાં રમત-ગમત સાથે સંકળાયેલા પત્રકારો અને લેખકો સામેલ હતા.
BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ માટેનાં પાંચ નૉમિનીઝ વિશે અહીં જાણો :
1.દુતી ચંદ
વય: 23, ખેલ: ઍથ્લેટિક્સ
મહિલાઓની સો મિટર ઇવેન્ટમાં દુતી ચંદ હાલ ભારતના રાષ્ટ્રીય ચૅમ્પિયન છે. તેઓ 2016 સમર ઑલિમ્પિક્સમાં મહિલા સો મિટર દોડમાં ક્વૉલિફાઈ કરનારાં ત્રીજા ભારતીય ઍથ્લીટ બન્યાં હતાં. દુતી ચંદે જકાર્તા એશિયન ગેમ્સ 2018માં મહિલા સો મિટર દોડમાં રજત ચંદ્રક જીત્યો હતો. 1998 પછી ભારત માટે આ માટે પ્રથક ચંદ્રક હતું. કેટલાક વિવાદોથી ઘેરાયેલાં દુતી ચંદ ભારતનાં આગવી ખેલાડી છે.
2. માનસી જોશી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વય: 30, ખેલ: પૅરાબૅડમિન્ટન
માનસી જોશીએ 2019માં પૅરાબેડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો.
તેઓ વિશ્વમાં હાલ ટોચનાં મહિલા પૅરાબેડમિન્ટન ખેલાડીઓમાં સામેલ છે.
2018માં, તેમણે જકાર્તામાં એશિયા પૅરાગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 2011માં તેમણે એક અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો.
પરંતુ આ અકસ્માત તેમને વિશ્વનાં સર્વશ્રેષ્ઠ બૅડમિન્ટન ખેલાડી બનતા ન રોકી શક્યો.
3. મેરી કોમ
વય: 36 ખેલ: બૉક્સિંગ (ફ્લાઇવેટ કૅટેગરી)
મેરી કોમ તરીકે વધારે જાણીતાં માંગ્તે ચુંગનેઇજિંગ એક માત્ર એવાં (પુરુષ અને સ્ત્રી બંનેમાં) બૉક્સર છે, જેઓ આઠ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ્સ જીત્યાં છે.
મેરી કોમે પોતાની પ્રથમ સાતેસાત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ચંદ્રકો મેળવ્યાં હતાં. તેઓ એકમાત્ર એવાં મહિલા બૉક્સર છે, જેઓ વિક્રમી છ વખત વર્લ્ડ ઍમેચ્યૉર બૉક્સિંગ ચૅમ્પિયન બન્યાં છે.
મેરી એકમાત્ર ભારતીય મહિલા બૉક્સર છે, જેમણે ઑલિમ્પિકમાં મેડલ મળ્યો હોય.
મેરી કોમની રાજ્યસભામાં વિશેષ નિમણૂક કરવામાં આવી છે અને વર્લ્ડ ઑલિમ્પિક્સ ઍસોસિયેશન તરફથી તેમના નામની આગળ 'OLY' વિશેષણ લગાવી સન્માન કરાયું છે.
4. પી. વી. સિંધુ
વય: 24 ખેલ : બૅડમિન્ટન
ગત વર્ષે, ગયા વર્ષે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પુસર્લા વેંકટ (પી. વી.) સિંધુએ ભારતીય ખેલાડી તરીકે પ્રથમવાર સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.
અત્યાર સુધીમાં સિંધુએ પાંચ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ્સ મેળવ્યાં છે. સિંગલ્સ બૅડમિન્ટનમાં ઑલિમ્પિક સિલ્વર મેડલ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય ખેલાડી છે.
સપ્ટેમ્બર 2012માં માત્ર 17 વર્ષની ઉંમરે સિંધુને BWF World રૅન્કિંગમાં ટોપ 20મા સ્થાન મળ્યું હતું. છેલ્લાં ચાર વર્ષથી તેમણે સતત ટોપ 10માં સ્થાન જાળવી રાખ્યું છે.
ભારતીય ચાહકો સિંધુ પાસેથી ટોકિયો ઑલિમ્પિક્સમાં મેડલની આશા રાખીને બેઠા છે.
5. વિનેશ ફોગાટ
વય: 25 વર્ષ ખેલ: ફ્રિસ્ટાઇલ કુસ્તી
આંતરરાષ્ટ્રીય સ્તરે બૉક્સર તરીકે જાણીતા પરિવારમાંથી આવતાં વિનેશ ફોગટ જકાર્તા એશિયન ગેમ્સ 2018માં સુવર્ણ ચંદ્રક મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા બૉક્સર બન્યાં હતાં.
વિનેશને કૉમનવૅલ્થ ગેમ્સમાં પણ બે સુવર્ણ ચંદ્રક મળ્યાં છે. 2019માં તેઓ પ્રથમવાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીત્યાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો