ચીને કોરોના વાઇરસથી લડવા માટે 10 દિવસમાં હૉસ્પિટલ બનાવી

ચીનનું વુહાન શહેર કોરોના વાયરસનો સામનો કરી રહ્યું છે.

ત્યારે સમયની માગ અનુસરીને ચીને માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં 1000 બૅડની હૉસ્પિટલ બનાવી દીધી છે.

હાલ, કોરોના વાઇરસના દર્દીઓ પાસેથી મેળવાયેલા સૅમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી અને તે પછી ચીનના અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્યસંગઠનને કહ્યું કે 'આ કોરોના વાઇરસ છે.'

કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, પરંતુ એ પૈકી 6 વાઇરસનો જ લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ ગઈ છે.

નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતા અન્ય કોરોના વાઇરસ સરખામણીમાં સાર્સની નજીક છે.

કોરોના વાઇરસનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો