નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ 370 હઠાવી આ રીતે પાકિસ્તાનમાં કાશ્મીરની ચર્ચા બદલી નાખી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ફ્રાન્સમાં G-7 દેશોની બેઠકથી અલગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ.

આ પહેલા ગત મહિનાના છેલ્લા અઠવાડિયામાં વૉશિંગટનમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી.

ઇમરાન ખાન અને ટ્રમ્પ જ્યારે મળ્યા હતા ત્યારે ભારતે કાશ્મીરની સ્વાયત્તાને ખતમ કરી ન હતી.

તે સમયે ઇમરાન ખાન માટે પાકિસ્તાન માટે ફંડ એકત્રિત કરવું મહત્ત્વનું હતું.

ઇમરાન સાથે મુલાકાત દરમિયાન જ ટ્રમ્પે કહી દીધું હતું કે 'વડા પ્રધાન મોદીએ જાપાનમાં તેમની સામે કાશ્મીર મામલે દરમિયાનગીરી કરવાની રજૂઆત કરી હતી.'

જોકે ભારતે તાત્કાલિક ધોરણે આ વાતને નકારી દીધી હતી.

ઇમરાન ખાન અમેરિકાથી પરત ફર્યા તો તેમણે કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે જાણે વર્લ્ડ કપ જીતીને આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું હતું કે ટ્રમ્પે દરમિયાનગીરીની વાત કહીને પાકિસ્તાનની લાઇનનું સમર્થન કર્યું છે.

ઇમરાન ખાન અમેરિકાથી પરત ફર્યા તેને માંડ 9 દિવસ જેટલો સમય થયો હતો કે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવાની ઘોષણા કરી નાખી.

ભારતની આ ઘોષણા ઇમરાન ખાન માટે અણધારી હતી.

ઇમરાન ખાન અને ટ્રમ્પની મુલાકાતના એક મહિના બાદ ફ્રાન્સના બિયારિત્ઝમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ.

ઇમરાન ખાન સાથે ટ્રમ્પે મુલાકાત દરમિયાન કાશ્મીર મામલે દરમિયાનગીરીની વાત કરી હતી પરંતુ ફ્રાન્સમાં મોદીને મળ્યા તો કહ્યું કે કાશ્મીરના મામલે ભારત- પાકિસ્તાન મળીને સમાધાન લાવશે.

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

મોદી અને ટ્રમ્પની આ મુલાકાત બાદ વડા પ્રધાન ઇમરાન ખાને દેશને સંબોધિત કરતા કહ્યું કે, "કાશ્મીર મામલે દુનિયા સાથ આપે કે ન આપે, પાકિસ્તાન તેના માટે છેલ્લા શ્વાસ સુધી લડશે."

પાકિસ્તાન કાશ્મીર મામલે ભારત સરકારના નિર્ણયની વિરુદ્ધ પોતાની વાત દરેક મંચ પર કહે છે પરંતુ તેને ક્યાંય મોટી સફળતા મળી નથી.

આ જ પ્રવાસ દરમિયાન મોદીની મુલાકાત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે પણ થઈ.

મેક્રોને પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન પરસ્પર મુદ્દાનું સમાધાન લાવશે.

મેક્રોનને મળ્યા બાદ મોદી સંયુક્ત અરબ અમીરાત ગયા હતા.

યૂએઈએ વડા પ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ ઝાયેદ'થી સન્માનિત કર્યા હતા.

યૂએઈમાં મોદીને મળેલા મોટા સન્માન મામલે પાકિસ્તાનથી તીખી પ્રતિક્રિયાઓ આવી.

પાકિસ્તાની સેનેટના ચૅરમૅને તો યૂએઈના પોતાના પ્રવાસને જ રદ્દ કરી નાખ્યો.

જોકે, ત્યારબાદ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશી સામે આવ્યા અને કહ્યું કે 'ડિપ્લોમસી ધર્મથી અલગ હોય છે.'

line

કાશ્મીરનો મુદ્દો મોટો ન બની શક્યો?

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

તેવામાં સવાલ એ ઉઠે છે કે શું કાશ્મીર પર પાકિસ્તાન આખી દુનિયાના નેતાઓનું ધ્યાન ખેંચી શક્યું છે કે જેના માટે તે સતત પ્રયાસ કરી રહ્યું છે?

અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા હુસૈન હક્કાનીએ ટ્વિટર પર લખ્યું છે કે, "ટ્રમ્પ હવે કહી રહ્યા છે કે ભારત-પાકિસ્તાન કાશ્મીર સમસ્યા મામલે પરસ્પર સમાધાન લાવશે. તો શું દરમિયાનગીરીની વાત એમ જ તેમણે કહી હતી?"

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

G-7 દેશોની બેઠકમાં પણ કાશ્મીર કોઈ મુદ્દો ન બન્યો.

ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે G-7ની બેઠકમાં ઈરાન અને ચીન સાથે ટ્રેડ વૉર મહત્ત્વના મુદ્દા હતા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મેક્રોને બેઠકમાં અચાનક ઈરાનના વિદેશમંત્રી ઝવ્વાદ ઝરીફને બોલાવી લીધા હતા.

યૂરોપિયન દેશ ઇચ્છે છે કે અમેરિકા ઈરાન સાથે પરમાણુ કરાર ન તોડે.

ટ્રમ્પે આ પ્રયાસને નકાર્યો નહીં અને તેમણે કહ્યું કે તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી શકે છે.

ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ વૉર મામલે પણ ટ્રમ્પ વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ કાશ્મીર મામલે આ મંચ પર કોઈ ચર્ચા ન થઈ.

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

કાશ્મીર મામલે વડા પ્રધાન મોદીએ ટ્રમ્પની સામે કહ્યું કે, "આ દ્વિ-પક્ષીય મુદ્દો છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષને તકલીફ આપવામાં નહીં આવે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ વાતનું સમર્થન કરતા કહ્યું કે બન્ને પાડોશી દેશ પરસ્પર આ સમસ્યાનું સમાધાન લાવી શકે છે.

ઘણા લોકો માને છે કે ભારતે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચીને ચીન અને પાકિસ્તાન બન્ને પાસેથી કાશ્મીરના મામલે અલગ અલગ કરાર કરવાની સગવડ પ્રાપ્ત કરી લીધી છે.

ફેબ્રુઆરીમાં બાલાકોટમાં ભારતની ઍરસ્ટ્રાઇક અને ઑગસ્ટમાં કલમ 370ને નિષ્પ્રભાવી કરવાને લોકો મોદી સરકારની પાકિસ્તાન સાથે દાયકાઓથી ચાલતી નીતિઓમાં પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે.

line

નારાજ પાકિસ્તાન

નરેન્દ્ર મોદીના સમર્થનમાં લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પ અને મોદીની મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલે મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે કહ્યું કે, "બન્ને નેતાઓએ વેપાર અને ઊર્જા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી પરંતુ કાશ્મીર મામલે કોઈ ચર્ચા થઈ નથી."

મોદીએ ટ્રમ્પ સાથે જે સંયુક્ત નિવેદન આપ્યું તેનાથી એવું જ લાગે છે કે તેઓ પાકિસ્તાન સાથે સંવાદને આગળ વધારવા માગે છે.

મોદીએ કહ્યું, "ભારત અને પાકિસ્તાન, બન્ને મળીને પહેલા એક દેશ હતો અને હવે આગળ સાથે મળીને દરેક મુદ્દે સમાધાન લાવશે."

ભારતના પૂર્વ વિદેશ સચિવ શ્યામ શરણે હિંદુસ્તાન ટાઇમ્સમાં લખ્યું છે, "હવે પાકિસ્તાન માટે વાતચીત કરવી સહેલી નહીં રહે."

"રસપ્રદ વાત એ છે કે આ પહેલા પાકિસ્તાન વાતચીતની રજૂઆત કરતું હતું અને ભારત એ રજૂઆતને નકારી દેતું હતું."

"હવે ઇમરાન ખાન કહી રહ્યા છે કે ભારત સાથે વાતચીતનો કોઈ મતલબ નથી."

પાકિસ્તાન, ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવી રહ્યું છે પરંતુ ટ્રમ્પ માટે માનવાધિકાર પહેલા વ્યાપારિક સંબંધ મહત્ત્વના છે.

ટ્રમ્પનું આ મામલે વલણ સ્પષ્ટ છે. સાઉદીના જાણીતા પત્રકાર જમાલ ખાશોજ્જીની તુર્કી સ્થિત સાઉદીના વાણિજ્ય દુતાવાસમાં હત્યા કરી દેવાઈ અને સાઉદીએ આ હત્યા અંગે કબૂલાત પણ કરી. તે છતાં ટ્રમ્પે કંઈ ન કર્યું.

તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમની માટે વેપાર અગ્રતા છે.

ટ્રમ્પે કહ્યું હતું, "હું એવું ક્યારેય નહીં ઇચ્છું કે સાઉદી સાથે 110 અબજ ડૉલરનો હથિયારનો કરાર રદ કરી નાખું."

"આ અત્યાર સુધીનો સૌથી મોટો કરાર છે. આ કરાર માટે રશિયા અને ચીન બન્ને રાહ જોઈ રહ્યા છે."

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનની સત્તામાં બેચેની તો છે જ, સાથે વિપક્ષી પાર્ટીઓ અને પૂર્વ રાજનેતાઓ પણ ઇમરાન ખાનને ઘેરી રહ્યા છે.

પાકિસ્તાનની પ્રમુખ વિપક્ષ પાર્ટી પાકિસ્તાન પીપલ્સના ચૅરમૅન બિલાવલ ઝરદારી ભુટ્ટોએ 26 ઑગસ્ટના રોજ પત્રકારો સાથે વાતચીત કરી હતી.

તે દરમિયાન તેમણે કહ્યું હતું કે ઇમરાન ખાન સમજી શકતા નથી કે તેઓ કાશ્મીર મામલે હવે શું કરે.

બિલાવલે એવું પણ કહ્યું કે, "પાકિસ્તાન પહેલા શ્રીનગર લેવાની વાત કરતું હતું હવે મુઝફ્ફરાબાદ બચાવવાની વાત કરી રહ્યું છે."

બિલાવલે કહ્યું, "ઇમરાન ખાન પોતાના દેશમાં વિપક્ષી પાર્ટીઓ સાથે લડી રહ્યા છે. તેઓ મોદી સામે લડી શકતા નથી."

"ઇમરાન ખાને કાશ્મીર મામલે સોદો કર્યો છે. તેઓ પોતે કહેતા હતા કે મોદી ચૂંટણી જીતશે તો કાશ્મીર મામલે સમાધાન આવશે. શું આ જ ઉકેલ આવ્યો છે?"

"આ કાશ્મીરનો સોદો છે. મુસ્લિમ દેશોમાં પણ મોદીને ઍવૉર્ડ આપવામાં આવી રહ્યા છે."

"શું આ આપણી વિદેશનીતિની નિષ્ફળતા છે? તમને બધી વાતની પહેલેથી જાણ હતી તે છતાં કંઈ ન કર્યું."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બિલાવલે કહ્યું, "પહેલા પાકિસ્તાનની કાશ્મીર નીતિ હતી કે અમે શ્રીનગર ભારત પાસેથી છીનવી લઈશું."

"હવે ઇમરાન ખાનની નિષ્ફળતાના લીધે એવી વાત થઈ રહી છે કે અમે મુઝફ્ફરાબાદને કેવી રીતે બચાવીશું. આપણી વિદેશનીતિની આ નિષ્ફળતા છે."

પાકિસ્તાનના પ્રમુખ સમાચારપત્ર ડૉને પોતાના લેખમાં લખ્યું છે કે 'દુર્ભાગ્યપણે ઇમરાન ખાન અને પાકિસ્તાન દુનિયાને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે કે ભારત કાશ્મીરમાં ક્રુરતા કરી રહ્યું છે.'

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉને લખ્યું છે, "આપણા ઘનિષ્ઠ મુસ્લિમ દેશો પણ મોદીનું સ્વાગત કરવા લાગ્યા છે."

"મુસ્લિમ દેશ કાશ્મીરમાં ભારતના એકતરફી નિર્ણય બાદ પણ આમ કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પે પહેલા કાશ્મીર પર દરમિયાનગીરીની વાત કહી હતી પરંતુ હવે તેઓ પણ મોદીની સાથે છે."

ડૉને વધુમાં લખ્યું છે, "આંતરરાષ્ટ્રીય મીડિયામાં કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનની વાત સામે લાવવામાં આવી રહી છે ત્યારે પણ ભારત આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરવામાં સફળ રહ્યું છે."

"તેનું સીધું કારણ એ જ છે કે પાકિસ્તાન કાશ્મીરને સારી રીતે પ્રોજેક્ટ કરવામાં નિષ્ફળ રહ્યું."

"બીજું કારણ એ છે કે ભારત આર્થિક રૂપે શક્તિશાળી દેશ છે. દુઃખ એ વાતનું છે કે દુનિયા વ્યવહારિક રાજકારણ પર ભરોસો કરી રહી છે અને નૈતિકતા જેવી કોઈ વાત નથી."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે પણ પાકિસ્તાનમાં એક ટીવી પ્રોગ્રામમાં કાશ્મીર મામલે ઇમરાન ખાનની નીતિઓ અંગે ટીકા કરી હતી.

બાસિતે કહ્યું છે કે કાશ્મીરના મામલે પાકિસ્તાન મુસ્લિમ દેશો પાસેથી પણ સમર્થન પ્રાપ્ત કરી શક્યું નથી.

બાસિત કહે છે, "યૂએઈએ મોદી સાહેબને જે 'ઑર્ડર ઑફ ઝાયેદ' આપ્યું તેનો નિર્ણય અચાનકથી થયો નથી."

"તેની પ્રક્રિયા ખૂબ પહેલા શરૂ થઈ ગઈ હતી. મોદી સાહેબ ખૂબ ચાલાક છે. તેમણે જે સમય પસંદ કર્યો છે તે તેમના માટે ઘણો ફાયદાકારક છે."

"એ પહેલેથી નક્કી હતું કે પાંચ ઑગસ્ટના રોજ કાશ્મીરનો બંધારણીય દરજ્જો ખતમ કરવામાં આવશે અને પછી યૂએઈ અને બહરીન જશે."

"ત્યાં તેમને ઍવૉર્ડ મળવાનો હતો અને પાકિસ્તાનને તક જ ન મળે કે તે મુસ્લિમ દેશોનું સમર્થન પ્રાપ્ત કરી શકે."

અબ્દુલ બાસિતે એ ટીવી પ્રોગ્રામમાં કહ્યું કે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉ-ઑપરેશન (ઓઆઈસી)ની બેઠકમાં પહેલી વખત ભારતને નિમંત્રણ આપવામાં આવ્યું અને તત્કાલીન વિદેશમંત્રી સુષમા સ્વરાજ ત્યાં પહોંચ્યાં હતાં.

બાસિત કહે છે, "આવું UAEએ જ કરાવ્યું. જ્યારે તમે ઊંઘી રહો છો અને કોઈ એકાએક આવીને જગાડે ત્યારે ઊંઘ ઉડે છે."

"તમે ઊંઘતા રહેશો તો આવું જ થશે. પછી તમે કહેશો કે UAEએ મોદીને ઍવૉર્ડ આપ્યો."

ચીને એક તરફ હૉંગકૉંગમાં થઈ રહેલા પ્રદર્શન અને બીજી તરફ અમેરિકા સાથે ટ્રેડ વૉરનો સામનો કરી રહ્યું છે.

અમેરિકા માટે પણ ઈરાન સંકટ અને ચીન વધારે મહત્ત્વના છે.

પાકિસ્તાનની નાણાકીય હાલત ખૂબ ખરાબ છે અને તે ગમે તે રીતે પોતાને ડિફૉલ્ટર થવાથી બચાવી શક્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો