અનુચ્છેદ 370 : ઇમરાન ખાને કહ્યું, 'કાશ્મીર માટે ગમે તે હદે જઈશું'

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, ANI

સોમવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રોજોગ સંબોધન કર્યું હતું અને કહ્યું કે પાકિસ્તાનની જનતા અને સરકાર કાશ્મીરીઓ સાથે છે અને રહેશે.

ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો સપ્ટેમ્બર મહિનામાં પૂર્વાયોજિત સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં ઉઠાવવાની વાત પણ કહી હતી.

ઇમરાન ખાને કહ્યું હતું કે વિશ્વભરના મુસ્લિમોની નજર યૂએન તરફ મંડાયેલી છે.

કાશ્મીર મુદ્દે મોદીએ 'ઐતિહાસિક ભૂલ' કરી છે અને કાશ્મીરને ભારતની આઝાદ થવાની તક મળી છે.

line

ગુજરાતનો ઉલ્લેખ

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમરાન ખાનના કહેવા પ્રમાણે સંઘની હિંદુવાદી વિચારધારાને કારણે બાબરી મસ્જિદનો ધ્વંસ થયો અને ગુજરાતમાં મુસ્લિમોની કત્લેઆમ થઈ.

આ પહેલાંની સરકારમાં કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું હતું કે સંઘની વિચારધારા ઉગ્રપંથી છે અને ચર્ચોમાં થયેલા હુમલાઓ પાછળ પણ તેનો હાથ હતો.

હિટલર તથા નેપોલિયને રશિયા ઉપર ભૂલ કરી અને બરબાદ થઈ ગયા, મોદીએ પણ એવી જ ઐતિહાસિક ભૂલ કાશ્મીર અંગે પગલું લઈને કરી છે.

line

ગમે તે હદે જઇશું

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

ભાષણના અંતમાં ઇમરાન ખાને કહ્યું કે ભારત અને કાશ્મીર અણુ હથિયાર સંપન્ન રાષ્ટ્ર છે. જો, અણુશસ્ત્રોનો ઉપયોગ થશે તો કોઈ નહીં જીતે.

બન્ને દેશોને જ નહીં, અન્યોને પણ અસર થશે. કાશ્મીર માટે ગમે તે હદે જઈશું અને છેવટ સુધી લડીશું.

ઇમરાન ખાને કહ્યું હતું કે દુનિયાભરના મુસ્લિમો વેપાર કે અન્ય કારણસર કાશ્મીરીઓની સાથે રહે કે ન રહે, પાકિસ્તાનની સરકાર તથા પાકિસ્તાનીઓ તેમની સાથે રહેશે.

ખાને 27મી સપ્ટેમ્બરે યૂએનમાં પૂર્વાયોજિત સામાન્યસભા પહેલાં દરેક સ્કૂલ, યુનિવર્સિટી તથા કાર્યાલયોમાં અઠવાડિયામાં એક દિવસ અડધો કલાક સુધી વિશ્વને કાશ્મીરીઓ સાથે થઈ રહેલાં અત્યાચાર અંગે જાગૃત કરવા આહ્વાન કર્યું હતું.

ખાને કહ્યું હતું કે ભારતના કોઈપણ પગલાંનો જવાબ આપવા સેના સજ્જ છે.

line

મુસલમાનોની નજર યૂએન પર

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમરાન ખાને કહ્યું હતું કે વિશ્વના સવા અબજ મુસલમાનોની નજર સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફ મંડાયેલી છે.

યૂએનની જવાબદારી છે કે કાશ્મીરમાં જનતમ લે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનો મુદ્દો ઉઠ્યો, જે સાબિત કરે છે કે કાશ્મીરના મુદ્દાનું 'આંતરરાષ્ટ્રીયકરણ' કરવામાં સફળ રહ્યું છે.

ખાને કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા બદલ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય મીડિયાનો આભાર માન્યો હતો.

line

મોદીની બહુ મોટી ભૂલ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમરાને કહ્યું કે સમય સાબિત કરશે કે કાશ્મીર મુદ્દે મોદીએ બહુ મોટી અને ઐતિહાસિક ભૂલ કરી છે. હવે કાશ્મીરીઓ આઝાદી માટે અવાજ ઉઠાવશે.

કાશ્મીરનો વિશેષાધિકાર નાબુદ કરીને ભારતની સરકાર ભારતના બંધારણ, યૂએનની સિક્યૉરિટી કાઉન્સિલ, ભારતની સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ ગયા. નહેરુએ કાશ્મીરની જનતાને જે વાયદા થયા હતા તેનો ભંગ થયો છે.

આજે 80 લાખ કાશ્મીરીઓનો અવાજ કર્ફ્યુ હેઠળ દબાવી દેવામાં આવ્યો છે.

line

સંઘ અને મોદી વિશે

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

મોદીએ સંઘ વિશે કહ્યું કે મોદી સંઘના આજીવન સભ્ય રહ્યા છે. સંઘ માને છે કે મુસલમાનોએ સદીઓ સુધી હિંદુઓ ઉપર રાજ કર્યું હતું એટલે હિંદુઓ પાછળ રહી ગયા.

હવે તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે.

હિટલર તથા મુસોલિની જેવા ફાસીવાદી તથા વંશવાદી લોકો સંઘ અને તેના સ્થાપકોના આદર્શ છે.

સંઘની વિચારધારાએ ગાંધીની હત્યા કરી એટલે ભારતમાં અનેક વખત તેની ઉપર પ્રતિબંધ લાદ્યાં તાં.

પાકિસ્તાનીઓએ સંઘને સમજવાની જરૂર છે. કારણ કે દુશ્મન વિશે જાણવું જરૂરી છે.

સંઘ માને છેકે હિંદુસ્તાન હિંદુઓનું છે તથા અન્યો સેકંડ ક્લાસ સિટીઝન્સ છે. ભારત 'હિંદુરાજ' તરફ આગળ વધી રહ્યું છે.

'કાયદે-આઝમ' હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરતા હતા, પરંતુ હિંદુઓની આ વિચારધારા જોઈને જ તેઓ પાકિસ્તાનની ચળવળમાં સામેલ થયા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો