You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvsNZ: વરસાદને કારણે સેમિફાઇનલ ધોવાઈ જાય તો, કેવી રીતે નક્કી થાય વિજેતા?
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે હાલ વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિફાઇનલ ચાલી રહી છે. જેમાં હાલ વરસાદ પડ્યો છે.
ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેમનો આ નિર્ણય ખૂબ ફાયદાકારક દેખાયો નહીં.
ભારતના બૉલરોએ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનો પર સતત દબાણ વધાર્યા રાખ્યું.
ન્યૂઝીલૅન્ડે 46.1 ઓવર સુધીમાં વરસાદ આવ્યો ત્યાં સુધી 5 વિકેટના ભોગે 211 રન બનાવ્યા છે.
હજી આ મૅચમાં 3 ઓવર અને 5 બૉલ ફેંકવાના બાકી છે. પણ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે જો વરસાદ વધારે પડે અને મૅચ આજે શરૂ ના થાય તો શું થશે?
આજે ફરી રમાશેમૅચ
માન્ચેસ્ટર ખાતે રમાઈ રહેલી મૅચ વરસાદના વિઘ્નને કારણે રદ કરવામાં આવી હતી.
સેમિફાઇનલ બાદ એક રિઝર્વ ડે રાખવામાં આવે છે. એટલે કે આજે વર્લ્ડ કપની મૅચ રમાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાલે ભારત અને ન્યૂઝીલૅન્ડની મૅચ 46.1 ઓવર પર અટકી હતી એટલે આઈસીસીના નિયમ મુજબ આજે આ મૅચ 46.2 ઓવરથી શરૂ થશે.
જો સેમિફાઇનલ ધોવાઈ જાય તો?
આવા કિસ્સામાં આઈસીસીના સેમિફાઇનલ અને ફાઇનલના નિયમો મુજબ સેમિફાઇનલ રમતી બંને ટીમોના પૉઇન્ટ પરથી નક્કી થશે.
જે ટીમના વધારે પોઇન્ટ્સ હોય તે ટીમ ફાઇનલમાં પહોંચી જશે.
ભારત હાલ વર્લ્ડ કપના પૉઇન્ટ ટેબલમાં સૌથી ટોચ પર છે. જેથી મૅચ રમાય જ નહીં તો પણ તે ફાઇનલમાં પહોંચી જશે.
ફાઇનલમાં વરસાદમાં ધોવાઈ જાય તો?
ઇંગ્લૅન્ડમાં આ વખતે વરસાદ વિલન બન્યો છે અને વર્લ્ડ કપની કેટલીક લીગ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે.
ભારત અને ન્યૂઝીલૅન્ડની જ લીગ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જેથી બંનેને એક-એક પૉઇન્ટ મળ્યા હતા.
હવે સવાલ એ છે કે જો વર્લ્ડ કપના ફાઇનલમાં જ વરસાદ પડે અને મૅચ ધોવાઈ જાય તો શું થાય?
આવા સંજોગોમાં આઈસીસીના નિયમ મુજબ ફાઇનલમાં પહોંચેલી બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો