દુબઈના શેખે ઇન્સ્ટાગ્રામમાં કવિતા પોસ્ટ કરીને અજાણી સ્ત્રી પર આરોપ મૂક્યા

ઇમેજ સ્રોત, Getty Images
દુબઈના શાસક શેખ મોહમ્મદ અલ મકતૂમનાં પત્ની રાજકુમારી હયા બિંત અલ હુસૈન હાલ લંડનમાં રહે છે. કહેવાય છે કે પોતાના પતિને છોડીને ગયા બાદ તેમના જીવને જોખમ છે.
69 વર્ષના શેખ મોહમ્મદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં તેમણે 'કોઈ અજાણ્યાં મહિલા' પર 'દગો કરવાના અને વિશ્વાસઘાત કરવાના' આરોપ મૂક્યા છે.
અબજપતિ શેખ મોહમ્મદ બ્રિટનમાં એક રેસકોર્સના માલિક છે. તેમને બ્રિટનનાં મહારાણી સાથે રેસકોર્સમાં વાત કરતાં જોવા એ સામાન્ય બાબત છે.
જૉર્ડનમાં જન્મેલાં અને બ્રિટનમાં ભણેલાં 45 વર્ષનાં હયાએ 2004માં શેખ મોહમ્મદ સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ શેખનાં છઠ્ઠા પત્ની છે.
અહેવાલો મુજબ વિવિધ પત્નીઓથી શેખનાં 23 બાળકો છે.

કેમ ભાગ્યાં હયા?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1999ની આ તસવીરમાં ઘોડેસવારી કરી રહેલાં રાજકુમારી હયા. તેઓ ઘોડેસવારીનાં શોખીન છે.
રાજકુમારી હયા દુબઈથી ભાગીને જર્મની ગયાં હતાં. કહેવાય છે કે હાલ તેઓ લંડનના જાણીતા વિસ્તાર કેનસિંગટન પૅલેસ ગાર્ડનમાં લગભગ સાડા સાત સો કરોડ રૂપિયાના સંકુલમાં રહે છે અને હાઇકોર્ટમાં કાયદાકીય લડત આપવાની તૈયારી કરી રહ્યાં છે.
પ્રશ્ન એ છે કે તેઓ દુબઈમાં પોતાની શાન-ઓ-શૌકત અને એશ-ઓ-આરામની જિંદગી છોડીને કેમ ભાગ્યાં અને તેમને પોતાના જીવનું જોખમ કેમ લાગે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકુમારી હયાના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ જ વર્ષે રહસ્યમય રીતે દુબઈથી પરત ફરેલાં શેખના દીકરી શેખા લતીફા અંગે ચોંકાવનારી બાબતો જાણવા મળી છે.
શેખા લતીફા ફ્રાન્સની એક વ્યક્તિની મદદથી હોડીમાં દુબઈથી ભાગ્યાં હતાં, પરંતુ તેમને ભારતના કિનારે હથિયારધારી રક્ષકોએ બંદી બનાવીને દુબઈ પરત મોકલી દીધાં હતાં.

ઇમેજ સ્રોત, Sheikha latifa
એ વખતે રાજકુમારી હયા અને આયરલૅન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ મૉરિસ રોબિનસને આ મુદ્દે દુબઈનો પક્ષ લીધો હતો.
દુબઈના વહિવટી તંત્રે કહ્યું હતું કે ઘર છોડીને ભાગેલાં શેખ લતીફા 'શોષણનો શિકાર થઈ શક્યાં હોત' અને 'હવે તેઓ દુબઈમાં સુરક્ષિત છે', પરંતુ માનવ અધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે તેમનું તેમની ઇચ્છા વિરુદ્ધ અપહરણ કરવામાં આવ્યું હતું.
કહેવાય છે કે આ ઘટના બાદ રાજકુમારી હયાને ઘણી નવી બાબતો જાણવા મળી અને તેમના પતિના પરિવારના લોકો પર દબાણ વધવા લાગ્યું.
સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે તેઓ દુબઈમાં અસુરક્ષા અનુભવવા લાગ્યાં.
તેમના એક નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર રાજકુમારી હયાને પણ પોતાના અપહરણ અને જબરદસ્તી દુબઈ લઈ જવાનો ડર છે.

આંતરરાષ્ટ્રીય વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
લંડનમાં સંયુક્ત આરબ અમિરાતના દૂતાવાસે આ મુદ્દાને બે લોકો વચ્ચેની અંગત બાબત ગણાવીને કોઈ નિવેદન આપવાથી ઇનકાર કરી દીધો છે.
જોકે, આ કહાનીનો એક મોટો આંતરરાષ્ટ્રીય પક્ષ પણ છે.
ડોરેસેટની બ્રાયંસ્ટન સ્કૂલ અને પછી ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાં ભણેલાં રાજકુમારી હયા બ્રિટનમાં જ રહેવા માગતાં હતાં.
જો તેમના પતિ તેમને પરત મોકલવાની માગ કરે તો બ્રિટન માટે રાજકીય સંકટ ઊભું થઈ શકે છે. બ્રિટન અને સંયુક્ત આરબ અમિરાતના નિકટના સંબંધો છે.
આ મુદ્દો જૉર્ડન માટે પણ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, કારણ કે રાજકુમારી હયા જૉર્ડનના શાસક શાહ અબ્દુલ્લાહનાં સાવકા બહેન છે.
જૉર્ડનના લગભગ અઢી લાખ લોકો સંયુક્ત આરબ અમિરાતમાં કામ કરે છે અને જૉર્ડન દુબઈ સાથે દુશ્મની વહોરવાની સ્થિતિમાં નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












