વિશ્વ કપ 2019 : રાશિદ ખાનનો જાદુ ન ચાલ્યો, અફઘાનિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાનો આસાન વિજય

    • લેેખક, આદેશ કુમાર ગુપ્ત
    • પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ઈંગ્લૅન્ડમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપમાં શનિવારે રમાયેલી બીજી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને સાત વિકેટે આસાન પરાજય આપ્યો હતો.

આ મુકાબલામાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે જીત માટે 208 રનનું લક્ષ્ય આપ્યુ હતું. ઓપનિંગ બૅટ્સમેન ડેવિડ વૉર્નરના અણનમ 89 અને એમના જોડીદાર કૅપ્ટન ઍરોન ફિંચના 66 રનની મદદથી ઑસ્ટ્રેલિયાએ ફક્ત 34.5 ઓવરમાં ફક્ત 3 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી.

ડેવિડ વૉનર્રે પોતાનું આઈપીએલનું શાનદાર ફૉર્મ જાળવી રાખી અણનમ 89 રન કર્યા જેમાં 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

બીજી તરફ ઍરોન ફિંચે 46 બૉલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 66 રન કર્યા.

ઉપરાંત ઉસ્માન ખ્વાજા અને સ્ટિવ સ્મિથે 18 રન કર્યા.

અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને 1-1 વિકેટ મેળવી હતી.

આ મુકાબલામાં તમામની નજરો સ્પિનર રાશિદ ખાન પર લાગેલી હતી પરંતુ તેઓ 52 રનમાં ફક્ત એક જ વિકેટ ઝડપી શક્યા.

અફઘાનિસ્તાનની બૅટિંગ

આ અગાઉ અફઘાનિસ્તાને ટૉસ જીતી બૅટિંગ લીધી હતી. જોકે, આખી ટીમ 38.2 ઓવરમાં 207 રન જ કરી શકી.

અફઘાનિસ્તાન માટે નજીબુલ્લાહ જારદાને 51 અને રહમત શાહે 43 રન કર્યા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી પૈટ કમિન્સે 40 રનમાં 3, ઍડમ જેમ્પાએ 60 રનમાં 3 અને મારકસ સ્ટોઇનિસે 37 રનમાં 2 વિકેટ ઝડપી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.