બ્રિટનના શાહી પરિવારમાં નાના રાજકુમારનો જન્મ

પ્રિન્સ હૅરી અને મેઘન માર્કલ

ઇમેજ સ્રોત, Reuters

શાહી પરિવારમાં નાના મહેમાનનું આગમન થયું છે. ડચેઝ ઑફ સસેક્સ મેઘન માર્કલે પુત્રને જન્મ આપ્યો છે.

પ્રિન્સ હૅરીએ આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું છે કે અમે બન્ને આ અંગે ઘણા રોમાંચિત છીએ, હું જનતાનો આભાર માનું છું કે જેમને પ્રેગ્નેન્સી દરમિયાન અમાર સાથ આપ્યો.

ડ્યૂક ઑફ સસેક્સે જણાવ્યું કે મેઘન માર્કલ સ્વસ્થ છે અને બાળકના નામ અંગે તેઓ વિચાર કરી રહ્યાં છે.

બાળકનો જન્મ આજે સવારે(બ્રિટનના સમય પ્રમાણે) 5 વાગીને 26 મિનિટે થયો હતો.

બર્કિંગહમ પૅલેસ તરફથી જાહેર કરાયેલી જાણકારી પ્રમાણે બાળકનું વજન 3.2 કિલોગ્રામ હતું.

આ બાળક પ્રિન્સ ઑફ વેલ્સ, ડ્યૂક ઑફ કૅમ્બ્રિજ, પ્રિન્સ જૉર્જ, પ્રિન્સેસસ શાર્લોટ અને પ્રિન્સ લુઇસ અને પ્રિન્સ હૅરી પછી સિંહાસન માટેની હરોળમાં સાતમાં ક્રમે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો