You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેનાને 'વન રૅન્ક વન પેન્શન' આપ્યું તો ગૌરવગાન કેમ ન કરીએ? : મોદી
કર્ણાટકના બેંગ્લુરુમાં એક ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "અમે જો સૈન્યને વન રૅન્ક વન પેન્શન આપ્યું તો સેનાનું ગૌરવગાન કેમ ન કરીએ?"
પોતાના ભાષણમાં તેમણે કહ્યું, "આ કૉંગ્રેસ આજકાલ કહે છે કે મોદી સૈન્યનું નામ ન લે. જો સૈન્યને વન રૅન્ક વન પેન્શન આપ્યું તો એ સૈન્યનું ગૌરવગાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જો નેશનલ વૉર મૅમોરિયલ બનાવ્યું તો મોદીએ તેનું ગૌરવગાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ?"
દુનિયાના સૌથી મોટા વિમાને પહેલી વખત ઉડાન ભરી
પાંખોની દૃષ્ટિએ દુનિયાના સૌથી મોટા વિમાને પહેલી વખત ઉડાન ભરી છે.
'સ્ટ્રૅટોલૉન્ચ' નામની કંપનીએ આ વિમાન બનાવ્યું છે. દુનિયાની સૌથી મોટી સોફ્ટવૅર કંપની માઇક્રોસૉફ્ટના સહ-સંસ્થાપક પૉલ એલને વર્ષ 2011માં આ કંપની શરૂ કરી હતી.
આ વિમાનને સેટેલાઇટ લૉન્ચ પૅડ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. વિમાનનો મુખ્ય હેતુ સેટેલાઇટ છોડતાં પહેલાં 10 કિલોમિટર સુધી ઉડાન ભરવાનો છે.
આ વિમાનની 385 ફૂટ લાંબી પાંખો અમેરિકાના કોઈ ફૂટબૉલ મેદાન જેટલી વિશાળ છે.
જો આ યોજના સફળ થઈ તો અંતરિક્ષમાં કોઈ પણ વસ્તુ મોકલવી જમીન પરથી રૉકેટ મોકલવાની સરખામણીએ વધુ સસ્તી થઈ જશે.
સુદાન : 'રાજનાં મૂળ' ઉખાડવાનું સૈન્યનેતાનું વચન
સૈન્યના બળવાના બે દિવસ બાદ સુદાનની કાર્યકારી સૈન્ય કાઉન્સિલના નેતાએ 'રાજનાં મૂળ' ઉખાડી ફેંકવાનાનું વચન આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીવી પર વાત કરતા લેફટન્ટ જનરલ અબ્દેલ ફત્તાહ અબ્દેલરહમાન બુરહાને સરકારી સંસ્થાઓની પુનરર્ચના, રાત્રી કર્ફ્યુના અંત તેમજ રાજકીય કેદીઓની મુક્તિની જાહેરાત કરી છે.
આ દરમિયાન દેશમાં ઓમર અલ-બશિરના શાસનને ઊથલાવી દેવાયા બાદ પણ લોકશાહીની માગ સાથેનાં વિરોધ-પ્રદર્શનો ચાલુ છે.
બળવો કરનારા નેતાના રાજીનામા બાદ દેશની ધુરા સંભાળનારા જનરલ બુરહાને તમામ રાજ્ય સરકારોને બરખાસ્ત કરી નાખી છે અને માનવાધિકારના સન્માનનું વચન આપ્યું છે.
તેમણે જણાવ્યું છે કે પરિવર્તનકાળ દરમિયાન દેશમાં 'શાંતિ અને સલામતી' જાળવવાનું કાર્ય સૈન્ય કરશે. સૈન્યશાસનની જગ્યાએ લોકતંત્રની સ્થાપના કરવામાં બે વર્ષ સુધીનો સમય લાગશે એવું પણ તેમણે જણાવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો