ન્યૂઝીલૅન્ડમાં ગોળીબાર : મસ્જિદ પર હુમલામાં 49નાં મૃત્યુ, એક ગુજરાતી સમેત છ ભારતીયો હોવાની આશંકા

ન્યૂ ઝિલન્ડનમાં મસ્જિદ પર હુમલો

ઇમેજ સ્રોત, Reuters

ન્યૂઝીલૅન્ડમાં ક્રાઇસ્ટચર્ચ સ્થિત મસ્જિદ પાસે ગોળીબાર થયો છે, જેમાં 49 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું તથા 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ ગોળીબારમાં ભારતીય મૂળના છ લોકોના મૃત્યુ થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યાં છે. બીબીસીએ ન્યૂઝીલૅન્ડ સ્થિત ભારતના હાઇકમિશ્નર સંજીવ કોહલી સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું કે ક્રાઇસ્ટચર્ચમાં 30,000 લોકો ભારતીય મૂળના છે. ક્રાઇસ્ટચર્ચને લોક કરી દેવામાં આવ્યું છે અને સત્તાવાર આંકડો નથી મળ્યો પરંતુ, દવાખાને સંપર્ક કરી રહ્યાં છીએ, લોકોના ફોન આવી રહ્યાં છે અને હેલ્પલાઇન નંબરને આધારે અમારી પાસે જે બિનસત્તાવાર માહિતી મુજબ ભારતીય મૂળના છ લોકોના મૃત્યુ થયા હોવાની શકયતા છે.

મૃત્યુ પામેલા લોકોમાં બે હૈદરાબાદના, એક ગુજરાતથી અને એક પૂણેથી હોવાની શક્યતા છે. જોકે, આ બાબતે ન્યૂઝીલૅન્ડે હજી અધિકૃત જાહેરાત કરી નથી.

સ્થિતિ ક્યારે સ્પષ્ટ થશે એ અંગે કોહલીએ કહ્યું કે આ અંગે અમે વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ અને આ માહિતીને અધિકૃત કરતા હજી વાર લાગશે.

આઆ ઘટનાની ભારતીયો પર શું અસર પડી છે તે અંગે કોહલી જણાવે છે કે ભારતીય સહિત સમગ્ર ન્યૂઝીલૅન્ડ આ ઘટનાથી સ્તબ્ધ છે.

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે હતી અને તેઓ મસ્જિદમાં પ્રવેશે એ પહેલાં જ હુમલો થયો હતો. આ પ્રવાસ રદ કર્યો હોવાનું ખેલાડીઓએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું.

પોલીસ કમિશનર માઇક બુશે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હુમલાની ઘટના બાદ ત્રણ પુરુષો અને એક મહિલાની અટકાયત કરાઈ છે.

ન્યૂઝીલૅન્ડનાં વડા પ્રધાન જૅસિંડા અર્ડર્ને મૃતકોની પુષ્ટિ કરતાં શુક્રવારને પોતાના દેશ માટે 'કાળો દિવસ' ગણાવ્યો છે.

તેમણે જણાવ્યું કે આ મામલે એક મહિલા સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વડા પ્રધાને કહ્યું કે, "ક્રાઇસ્ટ ચર્ચ આ પીડિતોનું ઘર હતું. આમાંથી ઘણી લોકોનો જન્મ અહીં જ થયો હતો, ઘણા લોકો માટે ન્યૂઝીલૅન્ડ તેમનો મનપસંદ દેશ હતો."

દેશનાં પ્રથમ વડા પ્રધાને દેશના નામે આપેલાં સંદેશમાં કહ્યું હતું, "હું તમને કહી શકું છું કે ન્યૂઝીલૅન્ડ માટે આ કાળા દિવસોમાંનો એક છે."

ન્યૂઝીલૅન્ડના પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે આ મામલામાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.

તેમાં ત્રણ પુરુષો અને એક મહિલાઓ છે. હજી એવું ન કહી શકાય કે ખતરો ટળી ગયો છે.

line

28 વર્ષનો હુમલાખોર

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને પુષ્ટિ કરી કે હુમલાખોરોમાથી એક 28 વર્ષનો ઑસ્ટ્રેલિયન નાગરિક છે.

તેમણે હુમલાખોરને 'અતિ દક્ષિણપંથી આતંકવાદી' ગણાવ્યો છે.

તેમણે કહ્યું, "આ ઘટના આપણને જણાવે છે કે હંમેશાં આપણી વચ્ચે ખરાબ લોકો હોય જ છે અને એ લોકો ગમે ત્યારે હુમલો કરી શકે છે."

ન્યૂઝીલૅન્ડના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ટ્વિટર પર જાણકારી આપી છે.

ગોળીબારમાંથી સુરક્ષિત બચવામાં તેઓ સફળ રહ્યા છે. આ ઘટનાને કારણે ટીમનો ન્યૂઝીલૅન્ડ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.

સ્થાનિક તંત્રે તમામ મસ્જિદો આગામી જાહેરાત ન કરાય ત્યાં સુધી બંધ રાખવાની સૂચના આપી છે.

પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે ક્રાઇસ્ટચર્ચની શાળાઓ બંધ રાખવામાં આવી છે.

પોલીસ કમિશનર માઇક બુશે ચાર લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું, "ઘણાં આઈઈડી જપ્ત થયાં છે, આ એક સુનિયોજિત હુમલો છે. આમાં હુમલાખોરોએ ભારે હથિયારોનો ઉપયોગ કર્યો છે."

"કોઈ પણ આજે મસ્જિદમાં જાય તો અમારી અપીલ છે કે આજે ન જાય. અમે કહીએ ત્યાં સુધી ઘરના દરવાજામાં જ બંધ રહે."

line

બાંગ્લાદેશની ટીમનો બચાવ

ન્યૂ ઝિલૅન્ડ

ઇમેજ સ્રોત, Reuters

આ ઘટનામાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બચાવ થયો હતો, તેઓ ઘટનાસ્થળ પાસે જ હાજર હતા.

ક્રિકેટર તમિમ ઇકબાલ ખાને ટ્વીટ કર્યું, "સમગ્ર ટીમ સક્રિય શૂટરથી બચી ગઈ છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમણે એએફપી ન્યૂઝ ઍજન્સીને જણાવ્યું, "તેઓ સુરક્ષિત છે. પરતુ તેમને માનસિક આઘાત લાગ્યો છે. અમે ટીમને હૉટેલમાં જ રહેવા કહ્યું છે."

ઇએસપીએન ક્રિકઇન્ફોના બાંગ્લાદેશના સંવાદદાતા મોહમ્મદ ઇસ્લામે ટીમનો વીડિયો ટ્વીટ કર્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા જલાલ યુનુસે કહ્યું કે ટીમ એક બસમાં મસ્જિદ તરફ ગઈ હતી. ખેલાડીઓ મસ્જિદમાં પ્રવેશે તે પહેલાં જ આ ઘટના બની.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ટ્વીટમાં લખ્યું છે કે ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં હાજર તમામ બાંગ્લાદેશના ખેલાડીઓ સુરક્ષિત હૉટલ પરત આવી ગયા છે.

line

'એવું લાગ્યું જાણે ઇલેક્ટ્રિક શોક છે'

ન્યૂ ઝિલન્ડનમાં મસ્જિદ પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર લોકો હુમલાખોરથી બચવા માટે ભાગી રહ્યા હતા.

ન્યૂઝીલૅન્ડ હેરાલ્ડ સાથે વાત કરતા મોહન ઇબ્રાહીમે જણાવ્યું, "પહેલાં અમને લાગ્યું કે ઇલેક્ટ્રિક શોક છે, પણ પછી લોકોએ ભાગવાનું શરૂ કરી દીધું."

"મારા મિત્રો હજી પણ અંદર છે."

"હું મારા મિત્રોને ફોન કરવાની કોશિશ કરું છું, પણ હજી ઘણાનો સંપર્ક થઈ શક્યો નથી. મને તેમની ચિંતા થાય છે."

આ ગોળીબાર થયો તે અલ નૂર મસ્જિદ મધ્ય ક્રાઇસ્ટચર્ચ વિસ્તારમાં હૅગલે પાર્ક પાસેના ડીન ઍવન્યૂ પાસે આવી છે.

કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ મૃતદેહો જોયા છે, પરંતુ પોલીસ દ્વારા તેની કોઈ ખાતરી કરવામાં આવી નથી.

જે મસ્જિદમાં હુમલો થયો છે તેની બાજુની અન્ય મસ્જિદ ખાલી કરાવી હોવાના અહેવાલ છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

મીડિયાના અહેવાલો મુજબ પોલીસ આસપાસની ઇમારતોને ખાલી કરાવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કૅથેડ્રલ સ્ક્વેર પણ ખાલી કરાવાયું છે, જ્યાં ક્લાઇમેટ ચૅન્જ માટેની એક રેલી માટે હજારો બાળકો એકઠાં થયાં હતાં.

પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું, "ક્રાઇસ્ટચર્ચમાં એક શૂટરના કારણે ગંભીર ઘટના બની છે, જેની હજુ વધુ માહિતી આવી રહી છે."

"આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજુ પણ જોખમ રહેલું છે."

"પોલીસે કહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચની આસપાસ રહેતા લોકોએ આગામી આદેશ સુધી ઘરમાં જ રહેવું, બહાર રસ્તા પર ન આવવું."

"પોલીસે સ્થાનિકોને તેમના ઑપરેશનમાં સહકાર આપવા બદલ આભાર માન્યો છે, અને નાગરિકોને વધુ માહિતી આપતા રહેવાની વાત કરી છે."

તાજેતરમાં જ ક્રિકેટ મૅચ માટે બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડ પહોંચી છે. ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના એક રિપોર્ટરે ટ્વીટ કર્યું છે, "હૅગલે પાર્ક પાસેની મસ્જિદમાં ભાગદોડ, ત્યાં હુમલાખોરો હતા.".

સ્થાનિક મીડિયાના આધારે કૅંટબરી ડિસ્ટ્રિક્ટ હૅલ્થ બોર્ડે પોતાની ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો