પાકિસ્તાનનાં ગોળા-બારુદથી રમે છે કાશ્મીરનાં આ બાળકો

વીડિયો કૅપ્શન, LoC નજીક રહેતા આ બાળકો બૉમ્બથી રમે છે

ભારતે કરેલા હવાઈ હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. સરહદ પર સતત યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે.

પાકિસતાન તરફથી થઈ રહેલાં ફાયરિંગ અને મૉર્ટાર મારાને કારણે સરહદ નજીકના વિસ્તારોમાં ભયનો માહોલ છે.

નિયંત્રણ રેખા નજીક આવેલાં ગામડાંઓમાં બાળકોનો સંબંધ ગોળી, બારુદ અને તેનો ઉપયોગ કરતા લોકો સાથે વધારે હોય છે.

તણાવ વધતા આવાં ગામોમાં સ્કૂલ બંધ થઈ જાય છે.

બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યએ આવાં જ કેટલાંક સરહદ નજીકનાં ગામોની મુલાકાત લીધી અને લોકોની વ્યથા જાણી.

રિપોર્ટર : દિવ્યા આર્ય, શૂટ એડિટ- પ્રીતમ રૉય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો