જ્યારે એક ઉંદરને બચાવવા માટે પહોંચી નવ લોકોની ટીમ

ઉંદર

ઇમેજ સ્રોત, BERUFSTIERRETTUNG RHEIN NECKAR

જર્મનીના બેન્સહાઇમમાં પશુઓના બચાવકર્મીઓ પાસે એક વિચિત્ર ફોન આવ્યો- નાળાના મૅનહોલમાં ફસાયેલા એક ઉંદરને તમારી મદદની જરુર છે.

બચાવદળના માઇકલ સેહરે મીડિયાને જણાવ્યું, "ઠંડીના કારણે એ ઉંદર જાડું થઈ ગયું હતું. મૅનહોલમાં તે ઉંદરના શરીરનો એક ભાગ અટકી ગયો હતો, ઉંદરનું શરીર ન તો આગળ જઈ રહ્યું હતું, ન તો પાછળ."

ઉંદરને બચાવવા માટે એક મોટી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે બચાવ અભિયાન શરૂ કર્યું તો ઘણા લોકોએ પૂછ્યું પણ કે એક ઉંદરને બચાવવા માટે આટલા પ્રયાસ કેમ કરાઈ રહ્યા છે.

તેના પર સેહરે કહ્યું, "જે પશુઓને લોકો નાપસંદ કરે છે તેમને પણ સન્માન મળવું જોઈએ."

ઉંદરને બચાવવા માટે આ કૉલ ફાયર ફાઇટર વિભાગને કરવામાં આવ્યો હતો. બપોરના સમયે આવેલા આ કૉલ બાદ તેમણે તુરંત કાર્યવાહી કરી અને તેને 'નાનું પ્રાણી' કોડ આપવામાં આવ્યું.

સેહર પોતે ત્યાં પહોંચ્યા પરંતુ મૅનહોલમાં ફસાયેલા ઉંદરને બહાર ન કાઢી શક્યા.

ઉંદર

ઇમેજ સ્રોત, BERUFSTIERRETTUNG RHEIN NECKAR

ફાયર ફાઇટર વિભાગની એક આખી ટીમની મદદથી મૅનહોલના કવરને હટાવવામાં આવ્યું અને તેને ઊભું કરવામાં આવ્યું. ત્યારબાદ જ સેહર ફસાયેલા ઉંદરને મુક્ત કરાવવામાં સફળ થયા હતા.

ત્યારબાદ તેને તુરંત ફરી નાળામાં (જ્યાંથી ઉંદર આવ્યું હતું) નાખી દેવામાં આવ્યું. જોકે, તેની પહેલાં ઉંદરની કેટલીક તસવીરો લેવામાં આવી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

જુઓ કેવી રીતે ઉંદરનો બચાવ કરાયો

આ ઘટનાની તસવીરોને જ્યારે ફેસબુક પર નાખવામાં આવી, સેંકડોની સંખ્યામાં લોકોએ તેના પર કૉમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. તેમાં લોકોએ બચાવકાર્ય કરવા વાળી ટીમના વખાણ પણ કર્યા.

ફસાયેલા ઉંદરને જોઈને સૂચના આપવા વાળી એક નાની બાળકીએ તેની તસવીરો લીધી હતી.

આ તસવીરમાં ઉંદરની ચારે તરફ તેમણે હાર્ટ બનાવ્યું અને તેને તેમણે સેહરને આપી દીધું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો