આ મહિલાના હાથ નથી, છતાં કેવી રીતે કરે છે સિલાઈકામ?

વીડિયો કૅપ્શન, આ મહિલાના હાથ નથી, છતાં કેવી રીતે કરે છે સિલાઈકામ?

બરાકા શ્નાઉડા સામાન્ય દરજીઓ કરતાં ખૂબ અલગ છે. ઇજિપ્તનાં રહેવાસી બરાકાનો જન્મ જ હાથ વગર થયો હતો, છતાં તેઓ જીવનમાં ક્યાંય રોકાયાં નહીં.

હાલ જ ઇજિપ્તમાં એક એવો કાયદો પણ પાસ થયો છે, જેમાં વિકલાંગ લોકોને નોકરી આપવાની વાત કરવામાં આવી છે.

બરાકા હવે લખતાં અને વાંચતાં શીખી રહ્યાં છે, જેથી તેઓ નોકરી માટે અરજી કરી શકે અને એક નવી જીંદગી જીવી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો