You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની કટોકટી : 'પ્રમુખપદ એ નૌટંકી નથી', 16 રાજ્યો ટ્રમ્પની સામે અદાલતમાં
કૅલિર્ફોનિયાની આગેવાનીમાં અમેરિકાનાં 16 રાજ્યોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાગુ કરેલી કટોકટીની વિરુદ્ધમાં મોરચો માંડી દીધો છે અને આ મામલે અદાલતમાં પિટિશન કરી છે.
મેક્સિકો સરહદે દીવાલ બનાવવાને મામલે આક્રમક વલણ અપવાવી ટ્રમ્પે દેશમાં કટોકટીની જાહેરાત કરી છે જેની સામે કૅલિફોર્નિયાના નોર્ધન જિલ્લા અદાલતમાં કેસ દાખલ થયો છે.
ટ્રમ્પની નીતિનો દરેક ઉપલ્બધ વ્યવસ્થાતંત્ર આગળ પડકારવાની ડેમોક્રેટ્સે જાહેરાત કરી હતી.
કૅલિર્ફોનિયાના એર્ટની જનરલ ઝેવિયર બેરેક્કાએ કહ્યું કે તેઓ પ્રમુખ તરીકેની સત્તાના દુરુપયોગ બદલ ટ્રમ્પને અદાલતમાં લઈ જઈ રહ્યાં છે.
તેઓ કહે છે, "અમે પ્રમુખ ટ્રમ્પને કૉંગ્રેસને અવગણી કરદાતાઓના રુપિયા વેડફતા રોકવા માટે અદાલતમાં લઈ જઈ રહ્યા છીએ. અમારા પૈકી મોટાભાગના માને છે કે પ્રમુખપદ એ નૌટંકી નથી."
સોમવારે દાખલ કરાયેલી પિટિશનમાં અદાલતમાં પ્રક્રિયા ચાલે તે દરમિયાન વચગાળાના આદેશ તરીકે ટ્રમ્પના કટોકટીના હુકમને રોકવાની માગ કરવામાં આવી છે એમ વૉશિગ્ટન પૉસ્ટ જણાવે છે.
શું છે મામલો?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોની દીવાલને મુદ્દે આખરે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી.
કટોકટીની જાહેરાત વખતે ટ્રમ્પે સંવાદદાતાઓને એમ પણ કહ્યું કે કટોકટી લાગુ કરાતા એમને સરકારી તિજોરીમાંથી આઠ બિલિયન ડૉલર મળી શકે છે જેનો ઉપયોગ તેઓ દીવાલની યોજના માટે કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પે આ અંગે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે અમેરિકા ઉપર નશીલા પદાર્થો, માનવ તસ્કરી અને ગુનાખોરીનો ખતરો મંડરાઈઆ રહ્યો છે અને તેને રોકવા માટે દીવાલ બનાવવી જરુરી છે.
ટ્રમ્પ ઇચ્છે છે કે સરહદે દીવાલ બાંધવા માટે કૉંગ્રેસ બજેટ પસાર કરે. આ મડાગાંઠ ઉકેલવાની તમામ બેઠકો નિષ્ફળ ગયા બાદ કટોકટીની જાહેરાત થઈ હતી.
ટ્રમ્પની કટોકટીની જાહેરાત સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
ગૃહની ન્યાયિક સમિતિએ કહ્યું છે કે રાષ્ટ્રપતિની આ જાહેરાત એમની બંધારણીય જવાબદારીઓ પ્રત્યેની લાપરવાહી દર્શાવે છે.
વરિષ્ઠ ડેમૉક્રેટ્સ ટ્રમ્પના આ પગલાની ટીકા કરતા તેને 'શક્તિનો ખોટો ઉપયોગ' અને 'કાયદાવિહીન કામ' ગણાવ્યું હતું..
અગાઉ અદાલતમાં કટોકટીને પડકારવામાં આવશે એ અંગે ટ્રમ્પે કહ્યું હતું, "એમને ખબર છે કે આ પગલાને અદાલતમાં પડકારવામાં આવશે. પરંતુ એમને એ આશા છે કે અદાલતમાં સુરક્ષા સાથે સંકળાયેલી એમની ચિંતાઓ સાંભળવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે મેક્સિકો સરહદે દીવાલના નિર્માણ માટે 5.6 અરબ ડૉલરના ભંડોળની માગણી સ્વીકારવામાં નહીં આવતા ગત વર્ષના ડિસેમ્બરથી અમેરિકામાં આંશિક કટોકટી લાગુ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે સરહદ પર દીવાલ ઊભી કરવી એ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારનો મહત્ત્વનો મુદ્દો હતો. જોકે, હજુ સુધી આ મામલે ટ્રમ્પને પૂરતું ફંડ મળી શક્યું નથી.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો