You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડેરા સચ્ચા સૌદા: પત્રકારની હત્યાના કેસમાં રામ રહીમ દોષિત, 17 જાન્યુઆરીએ સજાનું એલાન
'ડેરા સચ્ચા સૌદા'ના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર એક પત્રકારની હત્યાનો આરોપ છે.
આ કેસમાં આજે સીબીઆઈની વિશેષ અદાલત ફેંસલો સંભળાવી તેમને દોષિત જાહેર કર્યા છે.
પંચકુલાની ખાસ સીબીઆઈ અદાલતે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાને મામલે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષિત જાહેર કર્યા છે.
રામ રહીમ સાથે અન્ય ત્રણ લોકો કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષણ લાલને પણ દોષિત માનવામાં આવ્યા છે.
ફરી એ જ અદાલત અને એ જ જજ
રામ રહીમ અને અન્ય ત્રણને સજાનું એલાન 17 જાન્યુઆરીના રોજ થશે.
પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્ય કેસની સુનાવણીમાં મામલે રામ રહીમને વીડિયો કૉન્ફરન્સ દ્વારા હાજર થયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમ તેમની બે અનુયાયીઓના બળાત્કારના આરોપસર જેલમાં બંધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓગસ્ટ 2017માં આ જ ખાસ સીબીઆઈ અદાલતે 2017માં એમને દોષિત જાહેર કર્યા હતા.
બળાત્કારના કેસમાં ખાસ સીબીઆઈ અદાલતના જજ જગદીપ સિંહે ફેંસલો આપ્યો હતો અને આ કેસમાં પણ એમણે જ ફેંસલો આપ્યો છે.
જે બળાત્કારના કેસમાં રામ રહીમ જેલમાં છે તેની જાણકારી પત્રકાર રામચંદ્ર છત્રપતિએ જ 2002માં રજૂ કરી હતી.
રામચંદ્ર છત્રપતિ સિરસાના એક સાંજના દૈનિક પૂરા સચના સંપાદક હતા.
સીરિયામાંથી ઈરાનનો પ્રભાવ ખતમ કરશે અમેરિકા : પોમ્પિયો
અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું, 'સીરિયામાંથી ઈરાનના તમામ સૈનિકોને હટાવવા અંગે તેમનો દેશ સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યો છે.'
અમેરિકન વિદેશ મંત્રી પોમ્પિયો હાલમાં ઇજિપ્તના પ્રવાસે છે અને આ દરમિયાન કૈરોમાં તેમણે આ વાત કહી હતી.
પોમ્પિયોએ એવું પણ કહ્યું છે કે જ્યાં સુધી ઈરાન અને તેમના તરફથી જોડાયેલા લડાકુઓ દેશ બહાર ન જતા રહે ત્યાં સુધી અમેરિકા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદનું નિયંત્રણ ધરાવતા વિસ્તારમાં પુનર્નિર્માણ માટે કોઈ મદદ નહીં કરે.
તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમની મધ્ય-પૂર્વની નીતિની આલોચના કરી હતી.
જોકે ઈરાને પોમ્પિયોના નિવેદન પર પલટવાર કર્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આજે સીબીઆઈની વિશેષ અદાલત ફેંસલો આપવાની હોવાથી હરિયાણા તથા પંજાબમાં સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
અગાઉ ગુરમીત રામ રહીમ પર આરોપના મામલે હિંસા ફાટી નીકળી હતી.
આસામના સાહિત્યકાર પર રાજદ્રોહનો કેસ
આસામમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ વધતો જ જઈ રહ્યો છે.
આસામમાં આ બિલનો વિરોધ કરી રહેલા પ્રસિદ્ધ સાહિત્યકાર હિરેન ગોહાઈં સહીત ત્રણ લોકો પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
હિરેન ગોહાઈ અકાદમીના ઍવૉર્ડ વિજેતા છે અને આસામના બૌદ્ધિકોમાં પણ તેમની ગણતરી થાય છે.
7 જાન્યુઆરીએ આયોજિત રેલીમાં નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ ભાષણ આપવા બદલ તેમના પર આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બિલના વિરોધમાં આસામના કેટલાક નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી, જેમાંથી એક હિરેન પણ હતા.
'આતંકવાદીને આતંકવાદી કહેવાથી ડરે છે' : કેન્દ્રીય મંત્રી
જમ્મુ-કાશ્મીરના 2009ના સિવિલ સર્વિસ પરીક્ષામાં ટૉપ કરનારા આઈએએસ અધિકારી શાહ ફૈસલે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
તેમણે કાશ્મીરમાં થઈ રહેલી હિંસાના કારણે થઈ રહેલી હત્યાઓના વિરોધમાં રાજીનામું આપ્યું છે.
આ અંગે રાજકીય પ્રતિક્રિયાઓ હવે આવી રહી છે.
આઈએએસ અધિકારી દ્વારા કરાયેલી રાજીનામાની જાહેરાતના પગલે કૅબિનેટ મંત્રી જિતેન્દ્ર સિંહે સમાચાર એજન્સી એએનઆઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, "આ ઘટનામાં દૃઢ વિશ્વાસનો અભાવ હોવાના સંકેત મળે છે. જો તમારામાં દૃઢ વિશ્વાસ હોય તો તમારે આતંકવાદની નિંદા કરવા તૈયાર રહેવાની જરૂર હતી."
તેમણે એવું પણ કહ્યું, "એક તરફ તમે હુમલાના વિરોધમાં સુરક્ષાનો ફાયદો આપો છો અને બીજી તરફ તમે આતંકવાદીને આતંકવાદી કહેવાથી ડરી રહ્યા છો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો