મંગળ પર સફળ લૅન્ડિંગ બાદ ઇનસાઇટ લૅન્ડરે મોકલી પ્રથમ તસવીર

ઇનસાઇટ લૅન્ડર યાનનું મૉડલ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન ઇનસાઇટ લૅન્ડરે ભારતીય સમય મુજબ રાત્રે દોઢ કલાકે મંગળ ગ્રહ પર ઉતરાણ કર્યું હતું.

'સેવન મિનિટ ઑફ ટૅરર' બાદ રૉબોટનું મંગળ ગ્રહ પર લૅન્ડિંગ શક્ય બન્યું હતું.

ઇનસાઇટ યાને મંગળગ્રહની પ્રથમ તસવીર પૃથ્વી પર મોકલી છે.

નાસાના ઇનસાઇટ મિશનનો હેતુ મંગળ ગ્રહ ઉપરની જમીન તેના આંતરિક ભાગોનો અભ્યાસ કરવાનો છે. નાસાએ માત્ર મંગળ ગ્રહનો અભ્યાસ હાથ ધર્યો છે.

line

સેવન મિનિટ ઑફ ટૅરર

ખુશ વિજ્ઞાની

ઇમેજ સ્રોત, Getty Images

યાને તેની ગતિમાં લગભગ વીસ હજાર કિલોમીટર પ્રતિકલાકનો જંગી ઘટાડો કરવાનો હતો, જે પૅરાશૂટની મદદથી શક્ય બન્યો હતો.

આ સમયને 'આતંકની સાત મિનિટ' એવું નામ આપવામાં આવે છે.

બે ક્યુબસેટ (અતિ નાના સેટેલાઇટ) આ લૅન્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને તેનો ડેટા ધરતી પર મોકલ્યો હતો. તેને આ ડેટા ઇનસાઇટ લૅન્ડર પાસેથી મળ્યો હતો.

આ ગાળા દરમિયાન પૃથ્વી પર વિજ્ઞાનીઓના જીવ પડીકે બંધાયા હતા. સફળતાપૂર્વક લૅન્ડિંગ બાદ રૉબોટે વધુ તાકતવર રેડિયો સિગ્નલ મોકલ્યા હતા.

આ સાથે જ કૅલિફોર્નિયા સ્થિત મિશન કંટ્રોલ સેન્ટરમાં ખુશીની લહેર ફરી વળી હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઍલિસિયમ પ્લાનિશિયા પર લૅન્ડિંગ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ યાનને ઍલિસિયમ પ્લાનિશિયા નામના સપાટ મેદાન પર ઉતારવામાં આવ્યું હતું.

આ મેદાન મંગળ ગ્રહની ભૂમધ્ય રેખાની નજીક આવેલો વિસ્તાર છે.

ત્યાં પહોંચ્યા બાદ યાને ગ્રહની એક તસવીર મોકલી હતી, જેને નાસાએ ટ્વીટ કરી હતી. આગામી સમય દરમિયાન યાન વધુ કેટલીક માહિતી મોકલે તેવી શક્યતા છે.

લાઇન
લાઇન

શું છે ઇનસાઇટ લૅન્ડર?

લૉન્ચની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અભિયાન દરમિયાન યાન મંગળ ગ્રહ પર સિસ્મોમીટર સ્થાપિત કરશે જે પેટાળમાં ભૂકંપ જેવી કોઈ હલચલ થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરશે.

ઇનસાઇટ લૅન્ડર એવું પ્રથમ યાન છે કે જે મંગળના ભૂસ્તરનું ખોદકામ કરીને રહસ્યમય માહિતી મેળવશે.

ઉપરાંત યાન સાથે મોકલવામાં આવેલું જર્મન ઉપકરણ જમીનની પાંચ મીટર નીચે જઈને તાપમાન વિશે માહિતી મેળવશે.

જેના આધારે માલૂમ પડશે કે મંગળ ગ્રહ હજુ કેટલો સક્રિય છે. પ્રયોગના ત્રીજા તબક્કામાં રેડિયો ટ્રાન્સમિશન મારફત પરીક્ષણ કરવામાં આવશે અને એ ચકાસવાનો પ્રયાસ થશે કે આ ગ્રહ તેની ધરી ઉપર કેવી રીતે પરિભ્રમણ કરે છે તથા શા માટે ડગે છે?

સમગ્ર અભિયાન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક સુઝેન સ્મ્રેકર કહે છે, "આપ એક કાચું ઈંડુ લો અને એક પાક્કું ઈંડું લો. બાદમાં તેને ફેરવશો તો તે અલગઅલગ રીતે ફરશે. કારણ કે તેની અંદર રહેલા તરલ પદાર્થ અલગ-અલગ છે.

આપણે એ નથી જાણતા કે મંગળ ગ્રહના પેટાળમાં કશું નક્કર છે કે કેમ? તેનો અંદરનો ભાગ કેટલો વિશાળ છે, તે અંગે પણ આપણને જાણ નથી. આ તમામ માહિતી આપણને ઇનસાઇટ દ્વારા મળશે."

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો