ભાજપ માટે વિકાસ કોઈ મુદ્દો નથી, હિંદુત્વ પર જ ચૂંટણી લડશે : સુબ્રમણ્યમ સ્વામી

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે રામ મંદિર, રફાલ, નોટબંધી અને લોકસભા અને ચૂંટણીઓ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.
તેમણે બીબીસી સંવાદદાતા સલમાન રાવી સાથે વાતચીતમાં જ્યાં હિંદુત્વને ચૂંટણીનો મુદ્દો બતાવ્યો તો વર્તમાન સરકારની આર્થિક નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
સુબ્રમણ્યમ સ્વામીએ વર્તમાન રાજકીય સ્થિતિ, ભાવી ચૂંટણી અને અન્ય મુદ્દાઓને લઈને શું કહ્યું તે વાંચો-
રામ મંદિર મામલે ભાજપનું અંતર કેમ આ સવાલના જવાબમાં સ્વામીએ કહ્યું કે ભાજપે આ મામલામાં દૂર જ રહેવું જોઈએ. તે સત્તાધારી પક્ષ છે. મેં રામ મંદિર મામલે કોર્ટમાં અરજી કરી છે.
જેને કોઈ પક્ષ માટેનો સવાલ ના બનાવવો જોઈએ. દુઃખની વાત એ છે કે આપણા દેશમાં ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદે આ મુદ્દો ઉઠાવ્યો છે.
જ્યારે આર્ક્યોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ આ જગ્યા પર મંદિર હોવાની વાતને પ્રમાણિત કરી છે. ત્યાં મંદિર બાદ જ મસ્જિદ બનાવવામાં આવી હતી.
ઇસ્લામ ધર્મ અને સુપ્રીમ કોર્ટે મારી અરજીમાં પુષ્ટી કરી છે કે મસ્જિદ એ જગ્યાનો અનિવાર્ય હિસ્સો નથી અને નમાજ ક્યાંય પણ અદા કરી શકાય છે.
તો હું વિચારું છું કે જ્યારે આ રામની જન્મીભૂમિ છે અને રામ આસ્થા અનુસાર તથાકથિત જગ્યા પર જન્મયા હતા તો પહેલાના મંદિરને ફરીથી બનાવવાની વાત સમગ્ર સમાજે માનવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શિવસેનાથી પડકાર
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
શિવસેના અમારો સહયોગી પક્ષ છે. લોકતંત્રમાં આટલો વિરોધ તો થઈ જ શકે છે. હું દાવો કરું છું કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન કોઈ હાલતમાં તૂટશે નહીં.
સૈય્યદ શહાબુદ્દીનને લખેલી ચિઠ્ઠીમાં સ્વામી મુસલમાનોને થઈ રહેલા અન્યાય પર તેમનો સાથ આપવાની વાત લખી હતી પરંતુ હવે તેઓ રામ મંદિરનું સમર્થન કરી રહ્યા છે.
સ્વામીએ કહ્યું, "હાશિમપુરા મેં જ જીતીને આપ્યું હતું. આ મામલામાં આજીવન કારાવાસની સજા પણ અપાવી. જ્યાં પણ અન્યાય થશે તો હું જરૂર લડીશ."
જોકે, હિંદુઓ સાથે પણ ખૂબ અત્યાચાર થયો છે. તેને પણ સરખો કરવાનો છે.

કરતારપુર કૉરિડોર પર વિરોધ કેમ

ઇમેજ સ્રોત, AFP
મને લાગે છે કરતારપુર કૉરિડોરમાં બંને મંત્રીઓએ ના જવું જોઈએ. તેને બનાવવા માટે આદેશ આપવા એ ખોટું નથી પરંતુ તેને તહેવારની જેમ મનાવવો તે યોગ્ય નથી.
મુંબઈ હુમલા બાદ બધા લોકો જશ્ન મનાવી રહ્યા છે જેમાં પાકિસ્તાન સરકારના પ્રતિનિધિઓ પણ સામેલ હતા.
અહીંથી મંત્રીઓ જાય તો પાકિસ્તાનના પ્રસ્તાવને સન્માનને મળે છે. આજની પરિસ્થિતિમાં થોડું પણ સન્માન ના મળવું જોઈએ.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
મંત્રીમંડળમાં સમાવેશ ન થવા મામલે અફસોસ છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં સ્વામીએ કોઈ અફસોસ ન હોવાની વાત કહી.
તેમણે કહ્યું કે મને શા માટે અફસોસ થવો જોઈએ, અફસોસ એ લોકોને થવો જોઈએ જેમણે મને બહાર રાખ્યો.
બ્રાહ્મણના મામલા પર સ્વામી બોલે છે કે તેઓ નથી માનતા કે બ્રાહ્મણ પેદા થાય છે. જેઓ જ્ઞાની અને ત્યાગી હોય છે તેઓ જ બ્રાહ્મણ હોય છે.

રાકેશ અસ્થાનાનો મામલો

ઇમેજ સ્રોત, Getty Images
સુબ્રમણ્યમ સ્વામીએ ભ્રષ્ટાચારના મામલામાં રજા પર મોકલાયેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની 2016માં પ્રશંસા કરી હતી.
જોકે, હાલમાં તેમણે અસ્થાનાનો વિરોધ કરતા લખ્યું કે ચિદમ્બરનો પક્ષ લઈ રહ્યા છે. આ મામલે સ્વામીએ કહ્યું-
6 ડિસેમ્બર, 2014માં ચિદમ્બરમની સીબીઆઈના મુખ્યાલયમાં પૂછતાછ કરવામાં આવી હતી. બાદમાં તપાસ કરનાર અધિકારીની જગ્યાએ રાકેશ અસ્થાના આવ્યા હતા.
ત્યારે મે તેમને કહ્યું કે આ મામલામાં ચાર્જશીટ દાખલ નથી કરાઈ, કોઈ સ્ટેટસ રિપોર્ટ પણ ન હતો આપ્યો.
ત્યારે તેમણે કહ્યું હતું કે હું સપ્ટેમ્બરના અંત સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાનું વચન આપું છું.
પરંતુ અત્યારસુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી, ત્યારબાદ મને જાણવા મળ્યું કે તેમના અપ્રત્યક્ષ રીતે ચિદમ્બર સાથે સંબંધો બની ગયા હતા. ઈડીના દરોડામાં સીલ કવર મળ્યું હતું.
સરકારની આર્થિક નીતિ મામલે વાત કરતા કહ્યું કે આ કોઈ આર્થિક નીતિ નથી. નાણામંત્રી અરુણ જેટલી એ જ કરે છે જે તેમને અધિકારીઓ કહી દે છે.
ચિદમ્બરમે જે જીએસટી પર નીતિ બનાવી તેને જ તેમણે દોહરાવી દીધી.
જ્યારે નોટબંધી ખૂબ સારું પગલું હતું. જોકે, તેના માટે પર્યાપ્ત તૈયારીઓ કરવામાં આવી ન હતી, જેના માટે અરુણ જેટલી જવાબદાર છે.

આગામી ચૂંટણીમાં મુદ્દો શું હશે

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
વિકાસ ક્યારેય અમારો મુદ્દો રહ્યો નથી. વાજપેયી અને નરસિમ્હા રાવનો હતો અને તેવો હારી ગયા. 'સૌનો સાથ, સૌનો વિકાસ' બોલવાની વાત છે.
જોકે, ચેતના અને આસ્થા જગાડનારું છે હિંદુત્વ. જ્યારે અમે લોકોને પોતાની જાતિ પરથી ઉપર ઊઠીને મત આપવા માટે તૈયાર કરી દઈએ ત્યારે અમારી જીત થાય છે.
આવાનારી ચૂંટણીમાં પણ હિંદુત્વ જ ચાલશે. છેલ્લી વખત 21 ટકા મત 31 ટકા થઈ ગયા અને પાર્ટી જીતી હતી.
કૉંગ્રેસ અને અન્ય પક્ષો અંગે બોલતા કહ્યું કે કૉંગ્રેસ હાલ ન બરાબર છે.
જ્યારે રાહુલ ગાંધી બોલે છે ત્યારે અમારી મતદાનની ટકાવારી વધે છે. સ્થાનિક પક્ષો કોઈ પડકાર નથી.
પાંચ વર્ષમાં અમે જે કામ કર્યાં, કેટલાક અસંતુષ્ટ છે પરંતુ એવાં કામ કર્યાં જે પહેલાં કોઈએ નથી કર્યાં. સોનિયા ગાંધીએ જામીન લેવા પડ્યા.
એ વાત સાચી છે કે આ મેં કર્યું જેમાં ભાજપનું કોઈ યોગદાન નથી પરંતુ હું ભાજપમાંથી જ છું. જે પણ કર્યું ભાજપ માટે જ કર્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














