You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇટાલીના આ જળમહેલમાં એકમેકના થયાં રણવીર-દીપિકા
આ 'સ્ટાર લગ્ન' ઇટાલીના લેક કોમોમાં કોંકણી રીતિરિવાજ મુજબ કરવામાં આવ્યું. લગ્નમાં ખાસ મિત્રો અને નજીકનાં સગાઓને જ નોતરવામાં આવ્યા હતા.
દીપિકા અને રણવીરનાં લગ્નની તસવીરોની એમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજી સુધી લગ્નની ખૂબ જ ઓછી તસવીરો સામે આવી છે. લગ્નમાં હાજર મહેમાનોએ પણ તસવીર પોસ્ટ કરી નથી.
દીપિકા અને રણવીરે 'ગોલિયો કી રાસલીલા : રામલીલા', 'બાજીરાવ મસ્તાની', 'ફાઇન્ડિંગ ફૅની' અને 'પદ્માવત' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
જ્યાં આ સ્ટાર્સનું લગ્ન થયું તે ઈટાલીનાં સ્થળની પણ સોશિયલ મીડિયા પર ખાસી ચર્ચા છે.
ગત વર્ષે બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલીએ પણ ઇટાલીનાં ટસ્કનીના એક રિસૉર્ટમાં પંજાબી રીતિરિવાજ મુજબ લગ્ન કર્યું હતું.
જોકે, લગ્નની કંકોતરી પછી રણવીર અને દીપિકાની તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
દીપિકાએ 19 ઑક્ટોબરનાં રોજ સોશિયલ મીડિયામાં લગ્નની જાણકારી આપી હતી.
ક્યાં પરણ્યાં દીપકા-રણવીર?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વપ્નની દુનિયા સમાન આ વિલા લેક કોમોના લેકો ટાપુઓ પર આવેલી છે.
18મી સદીની આ ડૅલ બાલબિયાનેલો વિલા અત્યંત સુંદર છે. સાલા કોમાસિનાથી નૌકાની મદદથી જ અહીં પહોંચી શકાય છે.
આ વિલા શાનદાર બગીચાઓ માટે જાણીતી છે, જેનાં ફૂલ અને વૃક્ષોનાં રંગ ભેગા મળીને ઇટાલીનાં ધ્વજ જેમ સફેદ, લીલાં અને લાલ રંગો દર્શાવે છે.
આ વિલા શાહી લગ્નો અને ફિલ્મ શૂટિંગ માટે વિખ્યાત છે.
આ એજ સ્થળ છે જે જૅમ્સ બૉન્ડની ફિલ્મમાં હૉસ્પિટલ તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
2006માં આવેલી ફિલ્મ 'કસીનો રૉયાલ'માં લે શિફરે દ્વારા ઘાયલ થયા બાદ જેમ્સ બૉન્ડ અહીં જ સ્વસ્થ થયા હતા.
ફિલ્મમાં બૉન્ડ (ડેનિયલ ક્રેગ) અને વેસ્પર (ઈવા ગ્રીન) વિલાના એક બગીચામાં જોવા મળે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇટાલિયન લેક્સ વેડિંગ્સનાં બ્લોગ અનુસાર આ વિલા સોમવાર અને બુધવાર સિવાય દરરોજ સવારે 10થી સાંજના 6 વાગ્યા ખુલ્લી રહે છે અને સામાન્ય લોકો પણ તેની મુલાકાત લઈ શકે છે.
પરંતુ લગ્ન અને પાર્ટી માટે વિલા દરરોજ ખુલ્લી હોય છે.
શનિવારનાં રોજ ભાવ વધુ હોવાથી ખિસ્સું જરા વધારે હળવું કરવું પડે છે.
મહત્તમ 100 મહેમાનોની છૂટ
જો વિલા સામાન્ય લોકો માટે ખુલ્લી હોય એ સમયે કોઈ કાર્યક્રમ કરવો હોય તો વર અને વધૂ એમ બેઉ પક્ષનાં થઈને 50થી વધારે મહેમાનોની પરવાનગી આપવામાં આવતી નથી.
જો વર-વધૂએ 50થી વધારે મહેમાનોને નોતરવાના હોય તો લગ્ન કે અન્ય કોઈપણ કાર્યક્રમ વિલા સાર્વજનિક રીતે બંધ હોય એવાં દિવસોમાં જ કરવો પડે છે.
પણ આ વિકલ્પ થોડો મોંઘો છે. મહેમાનોમાં બાળકોને પણ ગણતરીમાં લેવામાં આવે છે.
વિલાનું ભાડું મહેમાનોની સંખ્યા અને વિલાની ઉપયોગમાં લેવાનારી જગ્યાઓ પર નિર્ભર કરે છે, જેની મહત્તમ સંખ્યા 100 હોઈ શકે છે.
જયારે વિલા સામાન્ય લોકો માટે બંધ હોય એ સમયે જ લગ્નનું ભોજન શરૂ કરી શકાય છે.
અહીંની સુંદરતા પહેલી નજરમાં જ મોહી લે છે અને બધુ સોનેરી સપનાં સમુ લાગે છે.
લગ્ન પછી રણવીર-દીપિકા બે રિસેપ્શન આયોજિત કરવાના છે.
પ્રથમ રિસેપ્શન 21 નવેમ્બરે દીપિકાના હોમટાઉન બેંગ્લુરુમાં લીલી પેલેસ હોટલમાં તેમનાં માતાપિતા તરફથી યોજાશે અને બીજું રિસેપ્શન મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં રણવીરનાં માતાપિતા તરફથી યોજાશે.
સોશિયલ મીડિયા પર દીપવીર છવાયું
લગ્નની ખબર મળતાં જ સોશિયલ મીડિયા પર વધામણીઓની લાઈન લાગી છે.
ટ્વિટર પર 'દીપવીર કી શાદી' અને 'દીપવીર વેડિંગ' ટ્રૅન્ડ કરવા લાગ્યા છે.
'અમૂલ' પણ બૉલીવુડનાં આ સ્ટાર્સને અલગ જ અંદાજમાં વધામણી આપી છે.
ટ્વિટર પર અક્ષ ગર્ગ એમની એક પેઇન્ટિંગ શૅર કરતાં લખે છે કે મને આ મળ્યું.
કૉમેડિયન કપિલ શર્મા લખે છે કે રણવીર અને દીપિકાને લગ્ન પર દિલથી શુભકામનાઓ. દુનિયાની સૌથી સુંદર જોડી. ભગવાન આપને બધી જ ખુશીઓ અને પ્રેમ આપે. બન્નેને પ્રેમ.
અભિનેતા રોનિત રૉય લખે છે દીપિકા પદુકોણ અને રણવીર સિંહ અભિનંદન. જેમાં ખૂબ પ્રેમ અને ખુશીઓ હોય એમ એક સાથે રહેવા માટે... અને ખૂબ બધાં બાળકો.
વધામણીની સાથે અનેક લોકો એમની તસવીરો પર સસ્પેન્સ જાળવી રાખવા બદલ ચૂંટલી પણ ખણી રહ્યાં છે.
કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક હાડપિંજરની તસવીર શેયર કરી લખ્યું કે, તમે જયારે દીપવીરનાં લગ્નની તસવીરની ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હો.
ટ્વિટર પર તમન્ના વાહીએ લખ્યું કે કાલે રામ લીલાનો અને લીલા રામની થઈ જશે અને આપણે ટ્વીટર પર તસવીરોની રાહ જોતાં રહીશું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો