ભારતમાં કેવી રીતે ફેલાય છે ફેક ન્યૂઝ : બીબીસી રિસર્ચ #BeyondFakeNews

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

તમારા ફોનના વૉટ્સઍપ ગ્રૂપમાં મૅસેજ આવતા હશે કે 'તમામ ભારતીયોને અભિનંદન! યૂનેસ્કોને ભારતીય ચલણને સર્વશ્રેષ્ઠ ચલણ જાહેર કર્યું છે, જે તમામ ભારતીયો માટે ગર્વની બાબત છે.'

આ તથા આવા અન્ય મૅસેજ ફેક હોય છે, પરંતુ તેને ફોરવર્ડ કરનરાઓને લાગે છે કે તેઓ 'રાષ્ટ્ર નિર્માણ'માં યોગદાન આપી રહ્યા છે.

બીબીસીના એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકો રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશોની સાથે રાષ્ટ્રવાદી સંદેશાવાળા ફેક ન્યૂઝ શેર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ઓળખાણનો પ્રભાવ સમાચારો સાથે જોડાયેલાં તથ્યોની તપાસની જરૂરિયાત પર ભારે પડી રહ્યો છે.

બીબીસીના નવા રિસર્ચમાં જાણવા મળ્યું કે રાષ્ટ્રવાદના નામે ફેક ન્યૂઝનો પ્રસાર વધી રહ્યો છે.

line

રિપોર્ટના મુખ્ય તારણ

બદલો Facebook કન્ટેન્ટ, 1

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

  • બીબીસીએ ભારત, કેનિયા અને નાઇજીરિયામાં એક ઊંડું અધ્યયન કર્યું છે.
  • આ રિપોર્ટ ખૂબ ઊંડાણપૂર્વક સમજાવે છે કે એનક્રિપ્ટેડ ચૅટ ઍપ્સમાં ફેક ન્યૂઝ કેવી રીતે ફેલાય છે.
  • સમાચારોને શેર કરવામાં ભાવનાત્મક બાબતોનું ભારે યોગદાન છે.

આ જાણકારી સામાન્ય લોકોના દૃષ્ટિકોણથી ફેક ન્યૂઝના ફેલાવાનું વિશ્લેષણ કરતા પ્રકાશિત કરવામાં આવેલા એક અધ્યયનમાં સામે આવી છે.

આ રિપોર્ટ ટ્વિટરના નેટવર્કની તપાસ કરીને પૃથ્થકરણ કરે છે કે લોકો એનક્રિપ્ટેડ મૅસેજિંગ ઍપ્સમાં કેવી રીતે મૅસેજનું આદાન-પ્રદાન કરે છે.

મોબાઇલ ધારકોએ બીબીસીને તેમના ફોનની તપાસ કરવા માટેનો અધિકાર આપ્યો ત્યારે આ વિશ્લેષણ કરવું શક્ય બન્યું.

આ રિસર્ચ ખોટી માહિતી સામે એક આંતરરાષ્ટ્રીય પહેલ, બિયૉન્ડ ફેક ન્યૂઝ પ્રોજેક્ટના એક અંગના રૂપમાં સામે આવી રહ્યું છે, જે સોમવારથી લૉન્ચ થયો છે.

લાઇન
લાઇન

રિપોર્ટમાં સામે આવેલી મુખ્ય વાતો

અમદાવાદમાં આજે બીબીસી તમારી સાથે #BeyondFakeNews કાર્યક્રમમાં નોંધણી કરાવી રહેલાં વિદ્યાર્થીઓ

ભારતમાં લોકો એ પ્રકારના મૅસેજને શેર કરવામાં એક પ્રકારનો અનુભવે છે જે તેમના મતે હિંસા પેદા કરી શકે છે, પરંતુ આ જ લોકો રાષ્ટ્રવાદી મૅસેજને શેર કરવા પોતાનું કર્તવ્ય સમજે છે.

ભારતની પ્રગતિ, હિંદુ શક્તિ અને હિંદુ ગૌરવના પુનરુદ્ધાર સાથે જોડાયેલા મૅસેજને તથ્યોની તપાસ કર્યા વિના શેર કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના મૅસેજ મોકલતી વખતે લોકો એવું અનુભવે છે કે જાણે તેઓ રાષ્ટ્રનિર્માણનું કામ કરી રહ્યા છે.

કેનિયા અને નાઇજીરિયામાં ફેક ન્યૂઝના પ્રસાર પાછળ કર્તવ્યની ભાવના છે.

જોકે, આ બંને દેશોમાં એ સંભાવના વધારે છે કે લોકો રાષ્ટ્રનિર્માણના કર્તવ્યથી પ્રેરિત થવાને બદલે બ્રેકિંગ ન્યૂઝ શેર કરવા અંગે વધારે પ્રેરિત થાય છે, કારણ કે આ સમાચાર જો સાચા નીકળે તો તે તેના સાથે સંકળાયેલા લોકોને પ્રભાવિત કરી શકે છે.

માહિતીને લોકો સુધી પહોંચાડવાની સમર્પણની ભાવના અહીં દેખાઈ રહી છે.

line

મોદી સમર્થકોનું 'ટીમવર્ક'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

આ રિપોર્ટ સૂચવે છે કે ભારતમાં ફેક ન્યૂઝ અને મોદીના સમર્થનમાં રાજકીય સક્રિયતા ભારે માત્રામાં છે.

બિગ ડેટા ઍનાલિસિસના પ્રયોગથી ટ્વિટરના નેટવર્કોના વિશ્લેષણમાં બીબીસીને જાણવા મળ્યું છે કે ભારતમાં ડાબેરીઓ તરફ ઝોક ધરાવતા ફેક ન્યૂઝના સ્રોતોમાં આંતરિક સંબંધ ઓછો છે.

જ્યારે જમણેરીઓ તરફ ઝોક ધરાવતા ફેક ન્યૂઝના સ્રોતોની વચ્ચે ગાઢ સંબંધ છે. આ કારણથી ડાબેરીઓ તરફ ઝોકવાળા ફેક ન્યૂઝની સાપેક્ષે જમણેરી તરફ ઝોકવાળા ફેક ન્યૂઝ ઝડપથી અને દૂર સુધી ફેલાય છે.

ભારત, કેનિયા અને નાઇજીરિયામાં સામાન્ય લોકો અજાણતા એ અપેક્ષા સાથે મૅસેજને આગળ ફેલાવે છે કે, આ સમાચારોની સત્યતાની તપાસ અન્ય કોઈ કરી લેશે.

line

જ્યાં એક તરફ ભારતમાં ફેક ન્યૂઝના પ્રસારમાં રાષ્ટ્રવાદ મુખ્ય છે, તો બીજી તરફ કેનિયા અને નાઇજીરિયામાં આ રિસર્ચ કંઈક જુદી જ તસવીર રજૂ કરે છે.

કેનિયા અને નાઇજીરિયામાં જે ફેક ન્યૂઝ પ્રસારિત કરવામાં આવે છે, તેમાં રાષ્ટ્રીય ચિંતા અને આકાંક્ષા મુખ્ય છે.

કેનિયામાં વૉટ્સઍપની વાતચીતમાં શેર કરવામાં આવતા ફેક ન્યૂઝમાં આર્થિક ગોટાળા અને ટેકનિકલ યોગદાન સાથે જોડાયેલા ખોટા સમાચાર કુલ ફેક ન્યૂઝના એક તૃતીયાંશ જેટલા હોય છે.

વળી, નાઇજીરિયામાં આતંકવાદ અને સેના સાથે જોડાયેલા સમાચારો મોટાપ્રમાણમાં શેર કરવામાં આવે છે.

કેનિયા અને નાઇજીરિયામાં લોકો મુખ્યધારાના મીડિયા સ્રોતો અને ફેક ન્યૂઝના પ્રસિદ્ધ સ્રોતોનો સરખી માત્રામાં ઉપયોગ કરે છે. જોકે, લોકોમાં સાચા સમાચાર જાણવાની ઇચ્છા ભારતની સાપેક્ષે ઘણી વધારે છે.

આફ્રિકન બજારોમાં લોકો નથી ઇચ્છતા કે કોઈ સમાચાર તેમનાથી છુટી જાય. ત્યાંના સામાજિક તાણાવાણામાં એક જાણકાર વ્યક્તિની છબી સામાજિક શાખનો વિષય છે. જે ખાનગી નેટવર્કોમાં ફેક ન્યૂઝના પ્રસારની સંભાવનાને જન્મ આપે છે, પછી ભલે લોકો સત્યતાની પુષ્ટિ કરવાના ગંભીર ઇરાદા કેમ ના હોય.

બદલો Facebook કન્ટેન્ટ, 2

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2

બીબીસી વર્લ્ડ સર્વિસમાં ઑડિયન્સ રિસર્ચ વિભાગના પ્રમુખ ડૉક્ટર સાંતનુ ચક્રવતી કહે છે, "આ સંશોધનના કેન્દ્રમાં એ સવાલ છે કે સામાન્ય લોકો ફેક ન્યૂઝને કેમ ફેલાવી રહ્યા છે, જ્યારે તેઓ ફેક ન્યૂઝના ફેલાવાને લઈને ચિંતિત હોવાનો દાવો કરે છે.

"આ રિપોર્ટ ઇન-ડેપ્થ ક્વૉલિટેટિવ અને એથનોગ્રાફી ટેકનિકની સાથે સાથે ડિજિટલ નેટવર્ક ઍનાલિસિસ અને બિગ ડેટા ટેકનિકની મદદથી ભારત, કેનિયા અને નાઇજીરિયામાં અલગ-અલગ વિસ્તારોમાં ફેક ન્યૂઝને સમજવાનો પ્રયાસ કર્યો.

"આ દેશોમાં ફેક ન્યૂઝના ટેકનિકલ કેન્દ્રીત સામાજિક રૂપને સમજવાની આ પ્રાંરભિક પરિયોજનાઓમાંની એક છે. હું આશા રાખું છું કે આ રિસર્ચમાં સામે આવેલી જાણકારીઓ ફેક ન્યૂઝ પર થનારી ચર્ચામાં ઊંડાણ અને સમજ પેદા કરશે અને સંશોધનકર્તા, વિશ્લેષ્કો, પત્રકારો આગળની તપાસમાં આ જાણકારીઓનો ઉપયોગ કરી શકશે."

લાઇન
લાઇન

બીબીસીની પ્રતિબદ્ધતા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PA

બીબીસી વર્લ્ડ સર્વિસ ગ્રૂપના ડિરેક્ટર જેમી ઍન્ગસે કહ્યું:

"મીડિયામાં મોટાભાગનો વિચાર વિમર્શ પશ્વિમમાં 'ફેક ન્યૂઝ' પર જ થયો છે, આ રિસર્ચ એ વાતની મજબૂત સાબિતી છે કે બાકી દુનિયામાં અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જ્યાં સોશિયલ મીડિયા પર સમાચારો શેર કરતી વખતે રાષ્ટ્રનિર્માણનો વિચાર સત્ય પર ભારે પડી રહ્યો છે.

"બીબીસીની બિયોન્ડ ફેક ન્યૂઝ પહેલ એ ખોટી માહિતીઓના પ્રસારને પહોંચી વળાની દિશામાં અમારી પ્રતિબદ્ધતા તરફનું એક પગલું છે. આ કામ માટે આ રિસર્ચ નિ:શંકપણે જાણકારી ઉપલબ્ધ કરાવે છે."

line

ફેસબુક

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

નાઇજીરિયા અને કેનિયામાં ફેસબુક યૂઝર્સ સમાચારના ખોટા અને સાચા સ્રોતોનો સરખા પ્રમાણમાં ઉપયોગ કરે છે.

ઉપરાંત એ વાતની પરવા કરતા નથી કે કયો સ્રોત ભરોસાપાત્ર છે અને કયો સ્રોત બનાવટી છે. સંશોધન એવું દર્શાવે છે કે ભારતમાં એકવાર ફરી મામલો અલગ છે. ધ્રુવિકૃત લોકો ફેસબુક પર કાં તો વિશ્વસનીય સ્રોતો સાથે જોડાયેલાં છે અથવા જાણીતા ખોટા સ્રોતો સાથે. એવું ખૂબ ઓછા પ્રમાણમાં છે કે લોકો બંને સાથે જોડાયેલાં હોય.

અમારા સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે જે લોકોને ફેક ન્યૂઝના જાણીતા સ્રોતોમાં રુચિ છે, તેમની રાજનીતિ અને રાજકીય દળોમાં પણ વધારે રુચિ હોય છે.

લાઇન
લાઇન

પેઢીઓનો ફરક

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PA

કેનિયા અને નાઇજીરિયામાં યુવાનો પોતાનાથી મોટી ઉંમરના લોકોની તુલનામાં કબાયિલી અને ધાર્મિક નિષ્ઠાઓ પર ઓછું ધ્યાન આપે છે અને ફેક ન્યૂઝ શેર કરતી વખતે પોતાની આ ઓળખથી ઓછા પ્રેરિત થાય છે.

જોકે, ભારતમાં થયેલું સંશોધન દર્શાવે છે કે અહીં યુવાનો ખુદને આવી ઓળખ સાથે જોડે છે. આ કારણે જ શેર કરવાનો તેમનો વ્યવહાર પોતાનાથી આગળની પેઢીની જેમ જ પ્રભાવિત થાય છે.

line

શબ્દોથી વધારે તસવીરો

પ્રતીકાત્મક તસવીર

આ સંશોધન મુજબ લખાયેલી સામગ્રી અથવા લેખોની તુલનામાં તસવીરો અને મીમ્સના માધ્યમથી ઘણી માત્રામાં ફેક ન્યૂઝ શેર કરવામાં આવે છે.

સંશોધન એ પણ દર્શાવે છે કે ફેક ન્યૂઝ કેવી રીતે સોશિયલ મીડિયાની પ્રકૃતિ અને ઑનલાઇન ઉપલબ્ધ ઘણી જાણકારીઓ સમજવામાં પડતી મુશકેલીના કારણે વિઝ્યુલ મીડિયા દ્વારા ફેલાય છે.

આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ફેસબુક, ગૂગલ અને ટ્વિટર મળીને પોતાના મંચો પક ફેક ન્યૂઝના પ્રભાવ પર ચર્ચા કરવા માટે એકઠાં થઈ રહ્યાં છે.

line

સંપાદકો માટે સૂચનાઓ

બદલો Facebook કન્ટેન્ટ, 3

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 3

ફેક ન્યૂઝના 'ઍન્ડ ટુ ઍન્ડ' રૂપને સમજવા માટે અનેક પ્રકારની પ્રક્રિયાઓ અપવાનાવવામાં આવી.

  • બિગ ડેટા/ મશીન લર્નિંગ : મીડિયામાં અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં છેલ્લા બે વર્ષોમાં ફેક ન્યૂઝ પર આવેલા સમાચારોની ઝીણવટપૂર્વકની તપાસ. ભારતમાં 1,12,000; બંને આફ્રિકન માર્કેટ્સમાં 8,000
  • ઑટો ઍથનૉગ્રાફી : ફેક ન્યૂઝનો સંગ્રહ તૈયાર કરવો.
  • સેમિ-ઑટોમૅટિક ઍનાલિસિસ : ફેક ન્યૂઝ મૅસેજના ચિહ્નો, પ્રતીકો અને પૂર્વગામી રૂપને સમજવું. નાઇજીરિયામાં 1,000+ મૅસેજ, કેનિયામાં 1,000+ મૅસેજ અને ભારતમાં 1,000+ મૅસેજ
  • ઊંડાણપૂર્વકની આંતરિક ગુણાત્મક/ઍથનૉગ્રાફી : ભારતમાં 10 શહેરોમાં 40 લોકોની, નાઇજીરિયામાં ત્રણ અને કેનિયામાં બે શહેરોમાં 40 લોકો 120+ કલાકો સુધી લાંબી મુલાકાતો.
  • નેટવર્ક ઍનાલિસિસ : 16,000 ટ્વિટર પ્રોફાઇલ, (3,70,999 રિલેશનશિપ, India); 3,200 ફેસબુક પેજ (ભારત); 3,000 પેજ (આફ્રિકન માર્કેટ્સમાં)

બીબીસી સેવા વિશે

બીબીસી ફેક ન્યૂઝ રિસર્ચ

બીબીસી વર્લ્ડ સર્વિસ ગ્રૂપ સમગ્ર વિશ્વમાં અંગ્રેજી અને 41 અન્ય ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.

આ કાર્યક્રમો ટીવી, રેડિયો અને ડિજિટલ માધ્યમોથી પ્રસારિત કરવામાં આવે છે. દર સપ્તાહે પુરી દુનિયામાં 26.9 કરોડ લોકો આ કાર્યક્રમોને જુએ, સાંભળે અને વાંચે છે.

બીબીસી વર્લ્ડ સર્વિસના અંતર્ગત આવનારી બીબીસી લર્નિંગ ઇંગ્લિશ દુનિયાભરમાં અંગ્રેજી ભાષા શીખવે છે.

બીબીસીને દુનિયાભરમાં દર સપ્તાહે 34.6 કરોડ લોકો જુએ, સાંભળે અને વાંચે છે, જેમાં ઇન્ટરનેશનલ ન્યૂઝ સર્વિસમાં બીબીસી વર્લ્ડ સર્વિસ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ ટેલિવિઝન ચેનલ અને બીબીસી.કૉમ/ન્યૂઝ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ અને બીબીસી.કૉમ સમાવિષ્ટ છે.

બીબીસીના ચોવીસ કલાક ચાલનારાં આંતરરાષ્ટ્રીય પ્રસારણોના માલિકી હકો બીબીસી ગ્લોબલ ન્યૂઝ લિમિટેડ પાસે છે.

બીબીસીની વર્લ્ડ ન્યૂઝ ટેલિવિઝન સેવા 200થી વધારે દેશોમાં ઉપલબ્ધ છે, જેને દુનિયાભરામાં 45.4 કરોડ ઘરો અને હોટલોમાં 30 લાખ રૂમોમાં જોઈ શકાય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો