સાઉદી અરેબિયાએ પહેલું પરમાણુ રિએક્ટર બનાવવાની જાહેરાત કરી

પ્રિન્સ ક્રાઉન

ઇમેજ સ્રોત, Reuters

સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સીએ સમાચાર આપ્યા છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન સલમાને દેશનું પહેલું પરમાણુ રિએક્ટર બનાવવાની જાહેરાત કરી છે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાને સોમવારે આ યોજનાનો શિલાન્યાસ કર્યો છે.

સાઉદીની પ્રેસ એજન્સીએ આ રિએક્ટર કેવું હશે એ વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

આ રિએક્ટરનો ઉપયોગ શોધ, વિકાસ અને શૈક્ષણિક ઉદ્દેશ માટે કરવામાં આવશે કે કેમ એ વિશે ચોખવટ કરી નથી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

સાઉદી અરેબિયા કાચા તેલનું સૌથી મોટું નિકાસકાર છે, અને પોતાની ઊર્જા જરૂરિયાત હાલ તો તેલ અને કુદરતી ગેસથી પૂરી કરે છે.

આગામી બે દશકમાં તે 16 પરમાણુ રિએક્ટર બનાવવાની યોજના ધરાવે છે, જેનો અંદાજિત ખર્ચ લગભગ 80 અબજ ડૉલર જેટલો થાય એમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો