You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૌતિકશાસ્ત્રમાં મહિલા વૈજ્ઞાનિકને 55 વર્ષ બાદ નોબલ પુરસ્કાર
ભૌતિકશાસ્ત્રમાં કોઈ મહિલા વૈજ્ઞાનિકને 55 વર્ષ બાદ નોબલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કેનેડાનાં ડૉના સ્ટ્રિકલૅન્ડ ભૌતિકશાસ્ત્રમાં નોબલ મેળવનારાં ત્રીજાં મહિલા બન્યાં છે.
અગાઉ મૅરી ક્યૂરીને વર્ષ 1903માં અને મારિયા ગૉપર્ટ-મૅયરને વર્ષ 1963માં ભૌતિકશાસ્ત્રના નોબલ વિજેતા બન્યાં હતાં.
ડૉનાને અમેરિકાના અર્થ અશ્કિન અને ફ્રાન્સના જૅરાર્ડ મરુ સાથે સંયુક્ત રૂપે નોબલ પારિતોષિક વિજેતાં જાહેર કરાયાં છે.
ભૌતિકશાસ્ત્રમાં ડૉનાએ કરેલા સંશોધન બદલ નોબલ માટે તેમની પસંદગી કરવામાં આવી છે.
નોબલ પુરસ્કાર વિજેતાઓને 90 લાખ સ્વીડિશ ક્રોનોર એટલે કે, લગભગ સાત કરોડ 32 લાખ રૂપિયા મળે છે.
અનોખી લેઝર ટેકનિક વિકસાવી
ડૉક્ટર અશ્કિને 'ઑપ્ટિકલ ટીજર્સ' નામની અનોખી લેઝર ટેકનિક વિકસાવી છે.
જેનો ઉપયોગ જીવવિજ્ઞાન સાથે જોડાયેલી પરંપરાના અભ્યાસમાં થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખૂબ જ નાના પરંતુ ઝડપી 'લેઝર પલ્સ' બનાવવાંમાં ડૉક્ટર મરુ અને સ્ટ્રિકલૅન્ડે યોગદાન આપ્યું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ડૉક્ટર સ્ટ્રિકલૅન્ડે પુરસ્કાર જીત્યા બાદ કહ્યું " પહેલા તો મને વિશ્વાસ જ ન થયો કે મને આ પુરસ્કાર મળ્યો છે. જેરાર્ડ સાથે સુયક્તપણે આ પુરસ્કાર મળ્યો તેના કારણે પણ હું ખુશ છું. તેઓ મારા સુપરવાઇઝર હતા અને આ પુરસ્કારના હકદાર છે."
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આટલા વર્ષો સુધી આ વિષયમાં કોઈ મહિલાને નોબલ પુરસ્કાર મળ્યો ન હતો જે આશ્ચર્યજનક વાત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો