You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વના ફૅશન ઉદ્યોગનો નવો ‘ટ્રિપલ બ્રેસ્ટ’ ટ્રૅન્ડ શું છે?
વિશ્વભરમાં યોજાતા ફૅશન વીકમાં ડિઝાઇનરો એવા જાતજાતના પ્રયોગો કરતા હોય છે, જે દર્શકોથી માંડીને મીડિયા સુધીના બધાનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે.
ફૅશનની દુનિયામાં ડિઝાઇનર તેમની સર્જકતાને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરતા હોય છે.
22 સપ્ટેમ્બરે યોજાયેલા મિલાન ફૅશન વીકમાં આ વખતે આવું જ થયું હતું. તેમાં એક મૉડલ રૅમ્પ પર ઊતરી ત્યારે બધા તેને એકીટશે જોતા રહી ગયા હતા.
મૉડલે પહેરેલાં કપડાં અલગ પ્રકારનાં હતાં કે તેનો મેકઅપ સૌથી જુદો હતો એવું નથી. મૉડલ પ્રત્યે લોકોનું સૌથી વધુ ધ્યાન આકર્ષાયું તેનું કારણ હતી મૉડલનાં ત્રણ બ્રેસ્ટ એટલે કે ત્રણ સ્તન.
સામાન્ય મૅકઅપમાં, સફેદ તથા ગ્રીન રંગોનાં વસ્ત્રોમાં સજ્જ એ મૉડલ રૅમ્પ પર આવી હતી. તેને ત્રણ બ્રેસ્ટ બનાવવામાં આવ્યાં હતાં.
ત્રીજું સ્તન નકલી, પ્રૉસ્થેટિક બ્રેસ્ટ હતું. ત્રણેય બ્રેસ્ટને એકસમાન દેખાડવા માટે અસલી બ્રૅસ્ટને મેકઅપ મારફત નકલી જેવાં બનાવાયા હતા.
એ કલેક્શન ઇટલીની સ્ટ્રીટવૅઅર બ્રાન્ડ જીસીડીએસ(ગૉડ કાન્ટ ડિસ્ટ્રોય સ્ટ્રીટવૅઅર)એ પ્રસ્તુત કર્યું હતું.
એ બ્રાન્ડના ક્રિઍટિવ ડિરેક્ટર જૂલિઆનો કાલ્સા છે. આ બ્રાન્ડ તેમણે 2014માં લૉન્ચ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રયોગનું કારણ
હફપોસ્ટ વેબસાઇટ સાથેની વાતચીતમાં જૂલિયાનો કાલ્સાએ આ પ્રયોગનું કારણ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું, ''બે વર્ષ પહેલાં તેમનાં માતાને બ્રેસ્ટ કેન્સર થયું હતું અને એ જાણવા મળ્યું તે સુંદર સપનું તૂટવા જેવું હતું. ખબર નહીં, ભવિષ્યમાં અમારું શું થશે?''
તેથી જૂલિયાનો કાલ્સાએ ખુદને અભિવ્યક્ત કરી શકાય તેવી કાલ્પનિક દુનિયા બનાવવામાં પૂરી તાકાત લગાવી દીધી હતી.
જૂલિયાનો કાલ્સાને જણાવ્યા મુજબ, ત્રણ બ્રેસ્ટ બનાવવાનું ભૂતકાળને સંપૂર્ણપણે યાદ કરવાનું ન હતું.
આ એક પ્રકારનું પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ છે. એ સ્ટેટમેન્ટ એવા સમયમાં કરવામાં આવ્યું છે, જ્યારે સંસ્કૃતિ તથા કળા બાબતે વધારે વિચારવાની જરૂર છે. ત્રણ બ્રેસ્ટનો કૉન્સેપ્ટ તેમાં ઉપયોગી બની શકે છે.
જૂલિયાનો કાલ્સાએ ત્રણ બ્રેસ્ટને એક રીતે સંસ્કૃતિ તથા કળામાં વધુ યોગદાન આપવાની જરૂરિયાત સાથે જોડ્યા છે.
મિલાન ફેશન શોમાં બે મૉડલને ત્રણ બ્રેસ્ટ સાથે રજૂ કરવામાં આવી હતી. તેમાં શ્વેત અને શ્યામ વર્ણની મૉડલ્સનો ઉપયોગ ખાસ રીતે કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં ચર્ચા
ત્રણ બ્રેસ્ટના કૉન્સેપ્ટ બાબતે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા છેડાઈ છે.
કોઈએ એ બાબતે મજાક કરી હતી તો કોઈએ તેની ટીકા કરી હતી. કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈને માત્ર તે સમાચાર શૅર કરી રહ્યાં છે.
ડેવિડ નામના એક યુઝરે લખ્યું હતું, "આ તો ત્રણ પગ હોવા કરતાં સારું છે."
માર્ક અત્રી નામના યુઝરે એવું ટ્વીટ કર્યું હતું, "આ મહિલાઓ માટે સૌથી વધુ અવાસ્તવિક માપદંડ છે."
ટૉમ્પકિન સ્પાઈસે એક ટ્વીટમાં જણાવ્યું હતું, "ભવિષ્યના ઉદારમતવાદીઓ આવું ઇચ્છે છે."
બ્રૅડ કૉઝાક નામના યુઝરે આ સમાચાર શૅર કરતા ટ્વીટર પર લખ્યું હતું, "આ ફેશન છે? અત્યંત મૂર્ખામીભર્યું."
મૅલ કાર્ગલે એવી ટ્વીટ કરી હતી, "મોડેલ્સ ત્રણ પગ સાથે આવે એ સિવાય આગામી વર્ષ માટે ખાસ કશું બચ્યું નથી."
જાતજાતના પ્રયોગ
ફેશન વીકમાં આ પ્રકારના પ્રયોગ થતા રહેતા હોય છે.
દાખલા તરીકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા મિલાન ફેશન વીકમાં મૉડલ તેમના ચહેરા જેવો જ દેખાતું એક નકલી મસ્તક હાથમાં લઈને રૅમ્પ પર ઊતર્યાં હતાં.
તે મસ્તક મૉડલ્સ ચહેરા અને હાવભાવ જેવું જ હતું. એ કલેક્શન ગૂચી બ્રાન્ડનું હતું.
એ ઉપરાંત કોઈ મૉડલ ત્રીજી આંખ સાથે તો કોઈ ડ્રેગનનાં નકલી બચ્ચાં હાથમાં લઈને રેમ્પ પર ઊતરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો