You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇટાલી : પુર દુર્ઘટના બાદ રાજ્યમાં કટોકટી લાગુ કરાઈ
ઇટાલીના જિનો શહેરમાં એક મોટો પુલ દુર્ઘટના બાદ બાર મહિના માટે લિગુરિયા પ્રાંતમાં કટોકટી લાદી દેવામાં આવી છે. આ જાહેરાત ઇટાલીના વડા પ્રધાન ગ્યુસ્પે કૉન્ટેએ કરી હતી. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ મિલિયન યુરો (અંદાજે રૂ. 40 કરોડ)ની સહાય જાહેર કરી છે.
ભારે વરસાદને કારણે મોરાન્ડી બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 39 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
પુલ તૂટી પડવાના કારણે લગભગ 40 વાહન 45 મીટર (148 ફૂટ) નીચે ખાબક્યાં હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર 12 લોકો હજી પણ લાપતા છે. ઘટના સ્થળેથી મળેલા અહેવાલો અનુસાર, કાટમાળમાં ફસાયેલા લોકોના રડવાના, ચીસો પાડવાના અવાજ સંભળાઈ રહ્યા છે.
ફસાયેલાં લોકોને બહાર કાઢવા માટે આખી રાત રાહત અને બચાવ કાર્ય ચાલ્યું. સ્થળ પર 300 કર્મચારીઓ બચાવ કાર્યમાં જોડાયા છે, ફસાયેલાં લોકોને શોધવા માટે કૂતરાંની પણ મદદ લેવાઈ છે. (વીડિયો માટે અહીં ક્લિક કરો.)
ભારે વરસાદ દરમિયાન પુલ તૂટી પડ્યો હતો, પરંતુ તેનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું.
પરંતુ, પુલની સુરક્ષા સંદર્ભે સવાલ થઈ રહ્યા છે, બ્રિજને ઑપરેટ કરતી કંપનીના ઉચ્ચ અધિકારીઓનાં રાજીનામાની માગ થઈ રહી છે.
શું તમે આ વાંચ્યું?
ઇટાલીના ગૃહમંત્રીએ કહ્યું કે, ‘આ ઘટના માટે જવાબદાર લોકોએ જવાબ આપવો પડશે.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમર્જન્સી સેવાઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે આ અકસ્માત થયો, ત્યારે પુલ પરથી પસાર થઈ રહેલા વાહનો નીચે પડી ગયા.
સિવિલ ડિફેન્સ એજન્સીના વડા એંજેલો બોરેલીએ જણાવ્યું કે અકસ્માત સમયે પુલ પર 30-35 કાર અને ત્રણ ભારે વાહનો હતો.
ઘટનાસ્થળની તસવીરોમાં જોઈ શકાય છે કે પુલનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો, જે નીચેથી પસાર થતાં રેલવે ટ્રેક પર પડ્યો હતો.
આ સાથે અનેક કાર તથા ટ્રક પણ નીચે પટકાયા હતા, અન્ય એક તસવીરમાં જોઈ શકાય છે કે એક ટ્રક બ્રીજના છેડા પર છે.
જો તે સહેજ આગળ વધી હોત તો તે પણ નીચે પટકાઈ હોત.
મોરાન્ડી બ્રિજ
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પુલનું નિર્માણ 1960ના દાયકામાં થયું હતું.
પોલ્સવરાની ઉપર બાંધવામાં આવેલો આ બ્રિજ મોરાન્ડી બ્રિજ તરીકે ઓળખાય છે.
ઇટાલિયન અખબાર 'લા રિપબ્લિકા'ના કહેવા પ્રમાણે, આ શહેર 'ખૂબ જ ગીચ' શહેર છે.
ભારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ તથા તેને ટેકો આપી રહેલું માળખું તૂટી ગયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો