You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈ : ભારે વરસાદને પગલે બ્રિજ તૂટ્યો, રેલ વ્યવહાર ખોરવાયો
મુંબઈમાં પડેલાં ભારે વરસાદને પગલે અંધેરીમાં આવેલો ગોખલે બ્રિજ તૂટી પડતા પાંચ લોકોને ઈજા થઈ છે.
બ્રિજ તૂટી પડવાને કારણે રેલ અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
ભારે વરસાદ અને બ્રિજ તૂટી પડવાની આ ઘટનાને લીધે મુંબઈથી ગુજરાત આવતી કેટલીય ટ્રેનો પ્રભાવિત થઈ છે.
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર સાંજે સાત વાગ્યા સુધીમાં અહીંનો ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થઈ જશે. જ્યારે તમામ સેવાઓને શરૂ થવા માટે અડધી રાત સુધીનો સમય લાગશે.
બ્રિજ તૂટી પડવાની ઘટનાને પગલે કૉંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. કૉંગ્રેસના મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ અશોક ચવાણે કહ્યું કે લોકોને બુલેટ કરતાં સુરક્ષિત લૉકલ ટ્રેનની જરૂર છે.
દુર્ઘટનાને પગલે હાર્બર લાઇન ઑપરેશન ખોરવાઈ ગયું છે. જેને રાબેતા મુજબ શરૂ કરવા માટે પૂરતા પગલાં લેવાઈ રહ્યાં હોવાનું કેન્દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોહેલે જણાવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો