કોમા અને સ્પેલિંગની ભૂલોને લીધે જ્યારે થયું કરોડો રૂપિયાનું નુકસાન

જ્યારે પણ આપણે કંઈક લખીએ તો ઘણી વખત જાણતા-અજાણતા નાની-નાની ભૂલો જેમકે અલ્પ-વિરામ, પૂર્ણવિરામ કે પછી સ્પેલિંગ અથવા જોડણીની ભૂલો કરીયે છીએ.

આ ભૂલો જોવામાં ભલે નાની લાગતી હોય, પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આવી નાની નાની ભૂલોને કારણે કરોડોનું નુકસાન થઈ શકે છે.

ચાલો આપણે એવા રસપ્રદ કિસ્સાઓ જોઈએ જેમાં લખવામાં થયેલી નાની ભૂલોને કારણે કરોડોનું નુકસાન થયું હોય :

ખોટી જગ્યા લાગેલું અલ્પ-વિરામ (કોમા)

અમેરિકાની મોટી એરોસ્પેસ કંપની લૉકહિડ માર્ટીન દ્વારા એર ફોર્સ માટે હર્ક્યુલિસ એરક્રાફ્ટની એક સમજૂતી પર સહી કરવામાં આવી હતી. આ યોજનામાં ઘણા વર્ષો લાગ્યાં. તેથી વર્ષ ૧૯૯૯માં જ્યારે આ સમજૂતી થઈ ત્યારે તે લખ્યું હતું કે સમયાંતરે એરપ્લેનની કિંમતમાં વધારો થશે.

ભૂલથી તે સમયે એરોપ્લેનનું જે મૂલ્ય લખ્યું હતું તેમાં એક મુદલ પહેલાં અલ્પ-વિરામ લાગ્યું હતું. તે સમયે કોન્ટ્રેક્ટની સંપૂર્ણ કિંમત લખાઈ ન હતી.

ત્યારબાદ લૉકહિડ માર્ટીન કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે આ એક અલ્પ-વિરામ ખોટી જગ્યાએ થવાથી કંપનીને ૭ કરોડ ડોલરનું અંદાજિત નુકસાન સહન કરવું પડ્યું હતું.

બિઝનેસમાં શબ્દો હેરા-ફેરી

ડિસેમ્બર ૨૦૦૫માં જાપાનની એક સ્ટોક માર્કેટ કંપનીએ ટાઇપિંગની ભૂલને કારણે ખૂબ મોટી નુકસાની સહન કરવી પડી હતી. જે-કોમ નામની કંપનીના શેર તે સમયે ટોક્યો એક્સચેન્જ પર અચાનક ગબડી પડયા જ્યારે મિઝુહો સિક્યોરિટીના એક દલાલ દ્વારા પ્રતિ યેનની સંખ્યામાં ૬ લાખ ૧૦ હજાર શેર જથ્થાબંધના ભાવે વેચવાની શરૂઆત થઈ.

વાસ્તવિક રીતે તે દલાલ પ્રતિ શેર 6 લાખ ૧૦ હજાર યેન વેચવાના ભાવે વેંચવા માંગતો હતો પરંતુ શબ્દોના આ ફેરફારને કારણે મિઝુહો સિક્યોરિટીઝને અંદાજિત લગભગ ૩૩ કરોડ ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

'એસ' શબ્દે છોડાવી કેટલીયે નોકરીઓ

યુકેમાં જે કંપની પોતાનો કારોબાર શરૂ અથવા બંધ કરવા માંગતી હોય તેને પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ એન્ટરપ્રાઇસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટર્જી (BEIS)માં તેનું નામ દાખલ કરાવવું આવશ્યક છે. એ જ રીતે જો કોઈ કંપની બંધ કરવા માંગે છે તો પણ તેને પહેલાં BEIS ને જાણ કરવી પડે છે.

વર્ષ ૨૦૦૯માં એક કંપની 'ટેલર એન્ડ સન્સ' પોતાનો વ્યવસાય બંધ કરવા માંગે છે એવી સૂચના આ વિભાગને મળી હતી, પરંતુ વાસ્તવિકતામાં જે કંપની પોતાનો વ્યવસાય બંધ કરવા માંગતી હતી તે 'ટેલર એન્ડ સન' કંપની હતી.

આ નાની અમસ્તી એક 'એસ' શબ્દની ભૂલને કારણે ૧૮૭૫થી કાર્યરત 'ટેલર એન્ડ સન્સ' કંપનીમાંથી ૨૫૦ કર્મચારીઓને નોકરીમાંથી હાથ ધોવા પડયા હતા.

આ કંપનીના પૂર્વ સહ-માલિક ફિલિપ ડેવિસન સર્બીએ તેના નુકસાનની ચૂકવણી માટે ૮૦ લાખ પાઉન્ડની નુકસાની નો દાવો પણ કર્યો હતો.

બિઅરનું નામ ખોટું લખતા લાખોનું નુકસાન

બિયરના ચાહકો માટે 'એલ આર્કટિક ઓફ ઓલસ્પોપ (Ale Arctic of Allsopp)' એ જાણીતું નામ છે. વર્ષ ૨૦૦૭માં એક વ્યક્તિએ આ બીયરની 155 બોટલો ઇ-બે કંપની પર વેચી દીધી હતી.

વેચનારને એમ હતું કે આ ખાસ પ્રકારની ખરીદી માટે ખરીદારો બહુ મોટી સંખ્યામાં ઉમટી પડશે. પરંતુ તેની પાસે ફક્ત બે જ ખરીદીદાર આવ્યા.

અચાનક આ વ્યક્તિએ બિયરના નામમાં "Allsopp" ની જગ્યાએ "Allsop" લખ્યું હોવાને કારણે લોકો એવું વિચારવા લાગ્યા કે આ કોઈ બીજી બ્રાન્ડની બિયર હશે, અને ઓનલાઇન વેંચવા મૂકેલી આ ૧૫ બિયરની બોટલોનું કલેક્શન માત્ર ૩૦૮ ડોલરમાંજ વહેંચાયું હતું.

બે મહિના પછી જે વ્યક્તિએ આ બિયર ક્લૅક્શનની ખરીદી કરી હતી તેણે આ કલેક્શનને બરાબર નામ આપ્યું અને ત્યારબાદ તેને વેંચણ માટે ઓનલાઇન મુકતા, આ કલેક્શન માટે તેની પાસે ૧૫૦ ખરીદારો આવ્યા હતા અને પછી તે બિયર કલેક્શન અંદાજિત ૫ લાખ ડોલરની કિંમતમાં વેચાયું હતું.

ભૂલથી સસ્તી ટિકિટો વેંચાઈ

શું તમે ટોરોન્ટો, કેનેડા અને સાયપ્રસની યાત્રા બિઝનેસ કલાસમાં કરવા માંગો છો અને તે પણ માત્ર 39 ડોલર માં?

જી હા સ્વપ્ન જેવી દેખાતી ટિકિટના આ ભાવ વર્ષ ૨૦૦૬માં ઇટાલીની એરલાઇન અલ-ઇટાલિયાએ મૂકી હતી. ખરેખર આ એરલાઇન કંપનીએ ટિકિટની કિંમત ૩,૯૦૦ ડોલર લખવાને બદલે ફક્ત 39 ડોલર લખી હતી.

કંપની જ્યાં સુધી તેના દ્વારા કરેલી આ ભૂલ સુધારે ત્યાં સુધી લગભગ ૨,૦૦૦ મુસાફરોએ તેમની ટિકિટ બુક કરી લીધી હતી. કંપનીએ જ્યારે આ ટિકિટ રદ (કેન્સલ) કરવાનો પ્રસ્તાવ મુક્યો ત્યારે કંપનીને મુસાફરોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કંપનીએ પોતાની પ્રતિષ્ઠાને પ્રાધાન્ય આપતા એવો નિર્ણય લીધો કે ૩૯ ડોલરની કિંમતે જેટલી ટિકિટ વહેંચાઈ હતી તેટલા મુસાફરોને તેજ ભાવે મુસાફરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ ભૂલને કારણે અલ-ઇટાલિયા કંપનીને 70 લાખ ડોલરથી વધુ નુકસાન ભોગવવું પડ્યું હતું.