You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકેમાં રહેતા ગુજરાતી ઝવેરીની હત્યામાં બે આરોપીઓ દોષિત
ગુજરાતી મૂળના જ્વેલર રમણિક જોગીનું અહરણ અને ક્રૂરતાપૂર્વક તેમની હત્યાના કેસમાં બે શખ્સોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવી છે.
ચાલુ વર્ષે 24મી જાન્યુઆરીએ સવારે જોગિયાનું તેમની દુકાનમાંથી નીકળ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
બાદમાં બીજા દિવસે સવારે લૅસ્ટર એરફિલ્ડ પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગુનેગારોને દસમી સપ્ટેમ્બરે સજા ફટકારવામાં આવશે.
બે આરોપીઓને સજા
બર્મિંગહામ ક્રાઉન કોર્ટે થોમસ જેરવિસ (ઉંમર વર્ષ 24), ચાર્લ્સ મેકૌલે (20)ને હત્યા માટે જ્યારે ક્લાન રેવ (20)ને માનવવધ માટે દોષિત ઠેરવ્યા હતા.
જ્યારે જાવનો રોચ (30) નામના આરોપીને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
ખટલો શરૂ થયો તે પહેલાં દોષિત ઠરેલા આરોપીઓએ અપહરણ તથા લૂંટની કબૂલાત કરી હતી, પરંતુ હત્યાના આરોપોને નકારી કાઢ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાદી પક્ષના વકીલ જેમ્સ હાઉસે કહ્યું હતું કે 'યોજનાપૂર્વક' પાર પાડવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે આ માટે અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી તૈયારી કરવામાં આવી હશે.
જ્યૂરીએ મૃત્યુ પૂર્વે જોગિયાને આપવામાં આવેલી યાતનાઓની ગંભીર નોંધ લીધી હતી.
રમણિક જોગિયાની હત્યા
24મી જાન્યુઆરીએ રમણિક જોગિયા તેમની દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેમને ભારે માર મારવામાં આવ્યો હતો, જેથી કરીને દુકાનની અંદર પ્રવેશ કરવા માટે જરૂરી ચાવીઓ અને માહિતી મેળવવામાં આવી હતી.
માહિતી મળ્યા બાદ રમણિક જોગિયાને એરફિલ્ડ પાસે ફેંકી દેવામાં આવ્યા હતા. પોલીસનું માનવું છે કે એ સમયે કદાચ તેઓ હયાત હશે.
ત્યારબાદ દુકાનમાં રહેલી બે લાખ પાઉન્ડની (રૂ. 1.76 કરોડ) જ્વેલરીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા.
લૅસ્ટરમાં મોટી સંખ્યામાં ગુજરાતી રહે છે, એટલે સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવવા માટે ગુજરાતીમાં અપીલ બહાર પાડી હતી.
આ માટે ત્યાંની પોલીસ સાથે કૉમ્યુનિટી સપોર્ટ ઓફિસર તરીકે જોડાયેલા રણજીત સોનેગરાની મદદ લેવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો