ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2018ની પાંચ રોમાંચક વાતો

ફિફા 2018માં ફ્રાંસ વિજેતા બન્યું

ઇમેજ સ્રોત, Getty Images

ક્રોએશિયા સામે ફ્રાન્સના વિજય સાથે 24 દિવસોની સ્પર્ધા અને 160 કરતાં વધારે ગોલ સાથે ફૂટબૉલ વિશ્વ કપ 2018 પૂર્ણ થયો છે.

આઇસલૅન્ડ ટીમની જોરદાર એન્ટ્રી

આર્જેન્ટિના અને આઇસલેન્ડની મેચ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અર્જેન્ટિના અને આઇસલેન્ડની મેચ

સ્પોર્ટ્સ ફિલ્મોની સફળતા અને લોકપ્રિયતા જોતા એ આરામથી કહી શકાય કે આપણે બધાને આશ્ચર્યમાં મૂકાઈ જવું પસંદ છે, આપણને 'અંડરડૉગ્સ' પસંદ છે.

પહેલી વખત વિશ્વ કપમાં ભાગ લેનાર આઇસલૅન્ડ ટીમે પોતાની પહેલી જ મેચમાં બે વખત વિશ્વ કપ જીતી ચૂકેલી આર્જેન્ટિનાની ટીમને જોરદાર ટક્કર આપી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

સર્ગિયો એજુએરો, લિયોનલ મેસ્સી જેવા ખેલાડીઓની ટીમ આર્જેન્ટિનાની ટીમ સાથે પહેલી મેચ રમે એનો સીધો અર્થ એ જ કે દબાણ હેઠળ રમવું, પણ ટીમે પોતાની જાતને આ પ્રેશરમાંથી બહાર રાખી એવી રીતે મેચ રમી કે ગોલ 1-1 થી આગળ વધવા જ ન દીધો.

લગભગ ત્રણ લાખની વસ્તીવાળો આ દેશ આઇસલૅન્ડ, વર્લ્ડ કપમાં ભાગ લેનારો સૌથી નાનો દેશ છે.

આઇસલૅન્ડ ટીમના કોચ હામિયર હૉલગ્રિમસન એક ડેન્ટિસ્ટ પણ છે. તેઓ જણાવે છે કે તે હવે એક ક્લિનિકમાં પ્રૅકટિસ પણ કરે છે, કારણ કે ફૂટબૉલ કોચની નોકરીનો કોઈ ભરોસો નથી.

line

ઇંગ્લૅન્ડ ટીમના મેનેજરનો વેસ્ટકોટ લુક

ગૈરેથ સાઉથગેટ, ઇંગ્લેન્ડ ટીમના મેનેજર

ઇમેજ સ્રોત, BBC SPORT/TWITTER

ઇમેજ કૅપ્શન, ગૈરેથ સાઉથગેટ, ઇંગ્લૅન્ડ ટીમના મેનેજર

28 વર્ષોમાં પહેલી વખત ઇંગ્લૅન્ડ ટીમનું સેમીફાઇનલમાં પ્રવેશવું અને પહેલી વખત પેનલ્ટી ગોલ જીતવો આ બન્ને બાબતોને કારણે ઇંગ્લૅન્ડ ટીમ માટે પણ આ વર્લ્ડ કપ ઘણો રોમાંચક રહ્યો.

પણ અન્ય એક વાત લોકોની નજરે ચઢી તે હતી ઇંગ્લૅન્ડ ટીમ મેનેજર ગૈરેથ સાઉથગેટનો વેસ્ટકોટ લુક.

આ વેસ્ટકોટ લુકને કારણે હેશટેગ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માંડ્યો હતો, કારણ કે ઘણા મિત્રો વેસ્ટકોટ પહેરીને 'વેસ્ટકોટ વેડનેસ્ડ' હેશટેગ સાથે પોતાની ફોટો શેર કરવા માંડ્યા.

વીડિયો કૅપ્શન, ફૂટબૉલ વર્લ્ડ કપને આમંત્રિત કરી રહ્યું છે રશિયાનું આ અનોખું શહેર

ઇંગ્લૅન્ડ વિરુદ્ધ કોલંબિયાની મેચમાં જ્યારે કોલંબિયાના ખેલાડી મતેઉસ ઉરીબે પેનલ્ટી સ્કોર કરી ના શક્યા ત્યારે તે ગળગળા થઈ ગયા. ત્યારે ગૈરેથે આવીને તેમને ગળે લગાડી દીધા.

પણ ઉરીબે ગળગળા થયા ઇંગ્લૅન્ડના ગોલકીપર જૉર્ડન પિકકૉર્ડને કારણે, જેમણે ઇંગ્લૅન્ડની ટીમને પહેલો પેનલ્ટી શૂટઆઉટ જીતાડ્યો હતો.

line

જર્મની:ગ્રૂપ સ્ટેજમાં જ બહાર

મેક્સિકોના ગોલકીપર ગિયેરમો ઓચોઆ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મેક્સિકોના ગોલકીપર ગિયેરમો ઓચોઆ

ગોલકીપરની વાત થઈ રહી છે તો મેક્સિકોની ટીમે એમના ગોલકીપર ગિયેરમો ઓચોઆને શ્રેય આપવો જોઈએ.

જર્મની સામે મેક્સિકોની મેચમાં એમણે જર્મનીના 26 પ્રયાસોને નિષ્ફળ કરી દીધા અને પાછલી વિશ્વ કપ વિજેતા ટીમ પોતાનાં જ ગ્રૂપની ઓપનિંગ મેચમાં જ હારી ગઈ.

ગોલકીપર ગિયેરમોના દેખાવ અંગે ઘણા મીમ પણ બન્યા જેમાં એમને મેક્સિકો અને અમેરિકા વચ્ચે ઊભી થનારી દીવાલ પણ ગણવામાં આવ્યા. જેનું વચન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું હતું.

મેક્સિકોનાં પ્રશંસકો માટે આ આનંદની ઘડી હતી કારણ કે 33 વર્ષ બાદ મેક્સિકોએ જર્મનીને હરાવ્યું હતું.

line

'હું આટલો મૂર્ખ કેમ છું'

બેલ્જિયમના ખેલાડી મિચી બેશયુઆઈ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બેલ્જિયમના ખેલાડી મિચી બેશયુઆઈ

ઇંગ્લૅન્ડ વિરુદ્ધ જીત બાદ બેલ્જિયમના ખેલાડી મિચી બેશયુઆઈનું ખુશ થવું લોકો માટે એક મજાકનું કારણ બની ગયું.

જીતની ખુશીમાં એમણે ખાલી નેટ તરફ જેવી ફુટબોલની કિક મારી, તે નેટના થાંભલા સાથે અથડાઈ પાછો એમના મોંઢા પર જ આવીને વાગ્યો.

ત્યારબાદ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. એમણે જાતે પણ ટ્વિટર પર લખ્યું કે - હું આટલો મૂર્ખ કેમ છું.

line

રોનાલ્ડોના નામની હેટ્રિક

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ઇમેજ સ્રોત, Getty Images

પોર્ટુગલ ટીમના કૅપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ વિશ્વ કપમાં હેટ્રિક પોતાના નામે કરી હતી.

પોર્ટુગલ વિરુદ્ધ સ્પેનની મેચમાં તેમણે ત્રણ ગોલ કર્યા હતા. એ મેચ ડ્રૉ રહી હતી.

તેમણે ઈરાન અને મોરક્કો ટીમ સામે પણ 1-1 ગોલ કર્યા.

પણ ઉરુગ્વેની ટીમ સામે હારી જતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.