બાળકો સાથે અશ્લીલતા મામલે વેટિકનના પૂર્વ રાજદૂતને પાંચ વર્ષની કેદ

વકીલ સાથે ફાધર કેપેલ્લા

ઇમેજ સ્રોત, VATICAN MEDIA/REUTERS

ઇમેજ કૅપ્શન, વકીલ સાથે ફાધર કેપેલ્લા

બાળકો સાથે અશ્લીલતાના આરોપસર વૅટિકનના રાજદૂત રહી ચૂકેલા પાદરીને પાંચ વર્ષની કેદની સજા આપવામાં આવી છે.

મોનસાઇનર કાર્લો અલ્બર્ટો કેપેલ્લાને વૅટિકનની કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન તેમના મોબાઇલ ફોનમાં મોટી સંખ્યામાં અશ્લીલ તસવીરો અને વીડિયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ફાધર કેપેલ્લાએ જણાવ્યું કે વોશિંગટન ડીસીમાં વૅટિકન દૂતાવાસમાં રાજદૂત તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હતા.

ગત વર્ષે શંકાના આધારે કેપેલ્લાને અમેરિકાથી પરત વૅટિકન બોલાવી લેવાયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

અમેરિકાએ તે સમયે કેપેલ્લાના રાજદ્વારા હકો છીનવી લેવાની વાત કહી હતી કે જેથી કરીને તેમના પર કેસ કરી શકાય. ત્યારબાદ કેનેડાની પોલીસે કેપેલ્લા વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ જાહેર કર્યું હતું.

હવે કેપેલ્લા વૅટિકનની નાની એવી જેલમાં પાંચ વર્ષની સજા કાપશે અને સાથે જ તેમને પાંચ હજાર યુરોનો (આશરે 3,95,907 રૂપિયા) દંડ ફટકારવામાં આવ્યો છે.

પાદરી લુઇસ ફર્નાન્ડો રેમોઝ પેરેઝ અને જુઆન ઇગ્નાસિયો ગોન્ઝાલેઝ

ઇમેજ સ્રોત, Reuters

કેથલિક ચર્ચમાં બાળ શોષણનો આ નવો મામલો સામે આવ્યો છે.

આ પહેલાં મે મહિનામાં ચિલીના 34 ધર્મગુરૂઓને બાળશોષણ મામલે રાજીનામા આપવાં આદેશ અપાયા હતા.

ફિલીપ વિલ્સન

ઇમેજ સ્રોત, EPA

મે મહિનામાં જ ઑસ્ટ્રેલિયાએ મુખ્ય પાદરી ફિલીપ વિલ્સનને 1970માં થયેલા બાળ શોષણના કેસ મામલે સજા આપી હતી.

જોકે, તેઓ માત્ર પોતાની જવાબદારીમાંથી મુક્ત થયા છે પણ મુખ્ય પાદરીના પદ પરથી રાજીનામું આપ્યું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો