You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે આત્મઘાતી ગોલે ફૂટબૉલ પ્લેયરનો જીવ લીધો
સ્કૉટલૅન્ડના ટૉમ બૉયડ અને બ્રાઝીલના માર્સેલો વચ્ચે એક સમાનતા છે. આ બન્નેનું નામ તેમની ભૂલોનાં કારણે વર્લ્ડ કપ ઇતિહાસના સૌથી બદનામ રેકર્ડમાં જોડાઈ ગયું છે.
બન્ને ખેલાડીઓએ ફૂટબૉલ વર્લ્ડ કપની પહેલી મૅચમાં આત્મઘાતી ગોલ એટલે કે સૅલ્ફ ગોલ કરવાનો રેકર્ડ બનાવ્યો હતો.
વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં આ બે ખેલાડીઓ જ એવા છે જેમને આ પ્રકારનો રેકર્ડ બનાવ્યો છે.
બ્રિટિશ બૉયડ બહુ પહેલાં જ ફૂટબૉલમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે.
માર્સેલો તેમની ટીમ બ્રાઝિલ માટે રશિયા ખાતે આયોજિત વર્લ્ડ કપમાં રમી રહ્યા છે અને આ વખતે તેઓ ફરીથી એ જ ભૂલ નહી કરે.
સૌથી ખરાબ બાબત તો એ હતી કે બ્રાઝિલની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ગ્રુપ 'એ'ની મેચ ક્રોએશિયા સામે રમી રહી હતી.
જોકે શરૂઆતમાં થયેલા આ આત્મઘાતી ગોલની મેચ પર ખાસ અસર નહોતી થઈ અને બ્રાઝિલ આ મેચ 3-1થી જીત્યું હતું.
રિયલ મેડ્રિડના ખેલાડી માર્સેલોએ રાહતનો શ્વાસ લેતા એ વખતે કહ્યુ હતુ, "મારે શાંત રહેવું પડશે. જે ઘણું દુઃખદ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"11મી મિનિટે મારા કારણે ટીમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. પ્રેક્ષકો મારા નામની બૂમો પાડવા લાગ્યા હતા."
પણ ટૉમ બૉયડના કિસ્સામાં એવું ન થયુ, તેમના આત્મઘાતી ગોલના કારણે સ્કૉટલૅન્ડનો બ્રાઝિલ સામે પરાજય થયો હતો. બ્રાઝિલ 2-1થી જીત્યું હતું.
ફૂટબૉલ મેદાન પરની દુર્લભ ઘટના
ફીફા પ્રમાણે, 1930ના પહેલા વર્લ્ડ કપથી માંડીને 2014 સુધીમાં 2300 ગોલ થયા છે. જેમાંથી આત્મઘાતી ગોલની સંખ્યા 41 છે.
ફૂટબૉલના મેદાન પર થતી આ દુર્લભ ઘટના છે પણ આવું થવું ટીમ માટે આત્મઘાતી પણ છે.
વર્લ્ડ કપના મેદાન પર આત્મઘાતી ગોલ કરવાનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો પણ આવે છે.
1994ના વર્લ્ડ કપ દરમિયાન કોલંબિયાના ડિફેન્ડર આંદ્રે એસ્કોબારે અમેરિકા સામેની મેચમાં આત્મઘાતી ગોલ કર્યો હતો અને તેમની ટીમ 2-1થી હારી ગઈ હતી.
તેના એક સપ્તાહ બાદ મેડેલિનમાં નાઇટક્લબ બહાર ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ હતી.
આ ગોલના કારણે દક્ષિણ અમેરિકાની ટીમ આ ટૂર્નામેન્ટના પહેલા તબક્કામાંથી જ બહાર નીકળી ગઈ હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
એસ્કોબારને કોલંબિયાના ડ્રગ્સ કાર્ટેલના સભ્ય ગૈલોન બ્રધર્સના બૉડીગાર્ડ હમબર્ટોએ ગોળી મારી હતી.
રિપોર્ટ પ્રમાણે વર્લ્ડ કપમાં કોલંબિયા માટે તેમણે બહુ મોટી રકમ દાવ પર લગાવી દીધી હતી.
એક લાખ 20 હજારથી વધુ લોકો એસ્કોબારની અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા.
આત્મઘાતી ગોલની રેકર્ડ બુક
આત્મઘાતી ગોલની રેકર્ડ બુક જોઈએ તો વર્ષ 1934, 1958, 1962 અને 1990ના વર્લ્ડ કપમાં જ આત્મઘાતી ગોલ થયા છે.
ફ્રાંસમાં રમાયેલા 1998ના વર્લ્ડ કપમાં સૌથી વધારે છ આત્મઘાતી ગોલ નોંધાયા હતા. જેમાં બ્રાઝીલ સામેની મેચમાં બૉયડે કરેલો ગોલ પણ સામેલ છે.
2014ના વર્લ્ડ કપમાં પણ પાંચ આત્મઘાતી ગોલ થયા હતા. જેમાંથી બે ગોલ ફ્રાંસ સામેની બે અલગ-અલગ મેચમાં થયા હતા.
હવે રશિયા વર્લ્ડ કપમાં ફ્રાંસનો વર્ષ 1988નો રેકર્ડ તૂટશે કે નહીં, એ તો આવાનારા સમયમાં જ ખબર પડશે.
એક રસપ્રદ આંકડો એ પણ છે કે ફ્રાંસ જ એકમાત્ર વર્લ્ડ કપ વિજેતા ટીમ છે કે જેને વર્લ્ડ કપ દરમિયાન ક્યારેય આત્મઘાતી ગોલ કર્યા ન હોય.
ઇટાલી અને જર્મની સાથે ફ્રાંસને વર્લ્ડ કપ દરમિયાન આત્મઘાતી ગોલનો ચાર વખત ફાયદો મળ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો