વર્ષ 2020 સુધીમાં અણુશસ્ત્રોનો નાશ કરે ઉ.કોરિયા : અમેરિકા

અણુશસ્ત્રની એક તસવીર

ઇમેજ સ્રોત, KCNA

અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા આગામી અઢી વર્ષમાં મોટા પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ કરી બતાવે.

દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન અમેરિકન વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોએ જણાવ્યું કે ઉત્તર કોરિયા સાથે 'એક મોટી ડીલ પર કામ થવાનું હજુ બાકી' છે.

તેમણે ઉમેર્યું, “મોટા પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ... અમને આશા છે કે આ લક્ષ્યને અઢી વર્ષમાં હાંસલ કરી શકાય એમ છે.”

line

નિ:શસ્ત્રીકરણ માટે સહમતી

REUTERS

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયો

અમેરિકન વિદેશપ્રધાનની આ ટીપ્પણી સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની મુલાકાતના એક દિવસ બાદ આવી છે.

શું તમે આ વાંચ્યું?

સિંગાપોરમાં બન્ને નેતાઓ વચ્ચે 'કોરિયન દ્વીપકલ્પને સંપૂર્ણ રીતે અણુશસ્ત્રોથી મુક્ત કરવા'ની દિશામાં સહમતી બની છે.

જોકે, આ સમજૂતીમાં એ અંગે માહિતી નથી અપાઈ કે ઉત્તર કોરિયા ક્યારે અને કેવી રીતે શસ્ત્રોનો નાશ કરશે. આ સમજૂતીની જે ટીકા થઈ રહી છે તે પાછળ પણ આ જ કારણ જવાબદાર છે.

line

વિશ્વસનીયતા પર શંકા

ટ્રમ્પ અને કિમની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે હતું કે ઉત્તર કોરિયા તરફથી હવે અણુ હુમલાનું જોખમ ટળી ગયું છે અને 'હવે દરેક વ્યક્તિ વધુ સુરક્ષિત અનુભવ કરી શકે છે.'

જોકે, આ દાવાની વિશ્વસનીયતા પર શંકા સેવાઈ રહી છે. કારણ કે, બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર ઉત્તર કોરિયા પોતાના અણુશસ્ત્રો અને તેને લૉન્ચ કરનારી મિસાઇલ્સ પોતાની પાસે રાખશે.

આ ઉપરાંત ઉત્તર કોરિયા એવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા પર સહમત નથી થયું કે જે શસ્ત્રોથી મુક્તિ અપાવી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો