પિતાના પગલે આગળ વધનારા અર્જુન જ નહીં, આ પણ..

શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમની જાહેરાત થઈ ગઈ છે.

જેમાં માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ANI સાથેની વાતચીતમાં સચિને કહ્યું હતું કે તેમને અને તેમના પત્ની અંજલિને ખુશી છે કે અર્જુનને અંડર-19 ટીમમાં જગ્યા મળી છે.

અર્જુન પ્રથમ નથી, જેણે પોતાના પિતાની જેમ, તેમના જ ક્ષેત્રમાં પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો નિર્ણય લીધો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રાજનીતિ, મનોરંજનની દુનિયા, વ્યવસાય હોય કે રમતગમત, ઘણી હસ્તીઓના સંતાનોએ પિતાના ક્ષેત્રમાં જ આગળ વધવાની પસંદગી કરી છે.

લક્ષ્મી અને આદિત્ય મિત્તલ

લક્ષ્મી મિત્તલ વિશ્વની સૌથી મોટી લોખંડ બનાવનારી કંપની આર્સેલરમિત્તલના અધ્યક્ષ છે.

લક્ઝમબર્ગ સ્થિત આ કંપની 60 દેશોમાં ખાણકામ, ઊર્જા અને ખનીજ વગેરેનું સંશોધન કરવાનું કામ કરે છે.

આ કંપનની વર્ષ 2017માં 690 અબજ ડૉલર્સની આવક હતી.

42 વર્ષીય આદિત્ય મિત્તલનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર ઇન્ડોનેશિયામાં થયો હતો.

તેઓ આર્સેલરમિત્તલના પ્રમુખ છે અને આર્સેલરમિત્તલ યુરોપના ચીફ ફાઇનાન્સિલ ઑફિસર છે.

મિત્તલ સ્ટીલ અને આરસેલરના વિલીનીકરણ અંગે, તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરિણામે બન્ને કંપનીઓ વર્ષ 2006માં ભેગી થઈ ગઈ હતી.

રૂપર્ટ અને જેમ્સ મર્ડૉક

મીડિયાની દુનિયામાં રૂપર્ટ મર્ડૉક એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

તેઓ કેબલ ચૅનલ ફૉક્સ ન્યૂઝ, ધ ટાઇમ્સ ઑફ લંડન અને ધ વૉલ સ્ટ્રીટ જર્નલના પ્રમુખ છે.

તેઓ ઑસ્ટ્રેલિયાના મૂળ વતની છે, જેમણે 22 વર્ષની ઉંમરે તેમના પિતા પાસેથી એક અખબાર વારસામાં મળ્યું હતું. તેમના પિતા, કીથ મર્ડૉક યુદ્ધ સંવાદદાતા તરીકે કામ કરતા હતા.

રૂપર્ટ મર્ડૉકે અમેરિકામાં પોતાનું પ્રથમ પગલું ભર્યું, જ્યારે તેમણે વર્ષ 1973માં સૅન ઍન્ટોનિયો એક્સપ્રેસ-ન્યૂઝની ખરીદી કરી હતી. ત્યારબાદ તેમણે સુપરમાર્કેટ ટૅબ્લૉઇડ 'સ્ટાર'ની સ્થાપના કરી, અને વર્ષ 1976 માં, તેમણે ન્યૂ યોર્ક પોસ્ટની ખરીદી કરી હતી.

ઑસ્ટ્રેલિયામાં વર્ષ 1987 દરમિયાન, તેમણે ધ હેરલ્ડ ઍન્ડ વીક્લી ટાઇમ્સ લિમિટેડની ખરીદી કરી હતી, જ્યાં એક વખત તેમના પિતા કામ કરતા હતા.

ફૉર્બ્ઝ મૅગઝીનના જણાવ્યા અનુસાર, મર્ડૉક અમેરિકામાં 35મા સ્થાને સૌથી ધનવાન વ્યક્તિ છે અને સમગ્ર દુનિયામાં તેઓ 96મા સ્થાને છે.

તેમની પાસે 16.3 અબજ ડૉલર રોકડા છે.

રૂપર્ટના પુત્ર જેમ્સ રૂપર્ટ જેકબ મર્ડૉક 21st સેન્ચુરી ફૉક્સના CEO અને સ્કાય પીએલસી નામની સી કંપનીના અધ્યક્ષ છે.

જૂન 2015માં થયેલી એક જાહેરાત અનુસાર, જેમ્સના પિતા રૂપર્ટનું કહેવું હતું કે તેઓ 21st સેન્ચુરી ફૉક્સના CEOનું પદ છોડી દેશે અને જેમ્સ ભવિષ્યમાં આ પદ સંભાળશે.

ટેસ્લા કંપનીની વેબસાઇટના જણાવ્યા અનુસાર, જુલાઈ 2017માં, તેમણે ટેસ્લાના બોર્ડમાં એક સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કાર્યસંભાળ લીધો છે.

સુનિલ અને કાવિન ભારતી મિત્તલ

60 વર્ષીય સુનિલ ભારતી મિત્તલ ભારતી ઍરટેલ લિમિટેડના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચૅરમૅન છે.

હાલ ઍરટેલ આફ્રિકા અને એશિયાનાં 20 દેશોમાં હાજરી ધરાવે છે.

ભારતમાં કંપની, 2G, 3G અને 4G ટેલિફોન નેટવર્કની સેવાઓ આપે છે. વધુમાં મોબાઇલ કૉમર્સ, હાઈ સ્પીડ DSL બ્રૉડબૅન્ડ, DTH વગેરેની સેવાઓ પણ આપે છે.

સુનિલ ભારતી મિત્તલના પુત્ર કાવિન મિત્તલ હાઇક મેસેન્જરના સ્થાપક અને CEO છે.

લંડનમાં ભણતર કરતી વખતે તેમણે મેક્લારેન રેસિંગ, ગૂગલ અને ગોલ્ડમૅન સૅક્સમાં ઇન્ટર્નશિપ કરી હતી.

તેમણે હાઇક મેસેન્જરની સ્થાપના ડિસેમ્બર 2012માં કરી હતી.

ટેન્સેન્ટ અને ફૉક્સકૉન દ્વારા આ કંપનીમાં રોકાણના કારણે, આ કંપનીની કુલ કિંમત 1.4 અબજ ડૉલર છે.

મિથુન અને મીમો ચક્રવર્તી

અભિનેતા મિથુન ચક્રવર્તીએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું એક અનોખું સ્થાન બનાવ્યું છે.

તેમણે હિંદી ઉપરાંત, બંગાળી, ઓરિયા, ભોજપુરી, પંજાબી, કન્નડા અને તમિલ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમના પુત્ર મીમો અથવા મહાક્ષય ચક્રવર્તી પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.

બૉલીવુડમાં તેમણે લૂટ, હૉન્ટેડ, ઇશ્કેદરિયા નામની ફિલ્મો કરી છે.

અમજદ અલી ખાન, અમાન અલી અને અયાન અલી બંગશ

પ્રખ્યાત સરોદવાદક અમજદ અલી ખાન ગણતરી વિશ્વનાં પ્રસિદ્ધ કલાકારોમાં સ્થાન પામે છે.

સરોદવાદનની પ્રતિભા ધરાવતા સભ્યોના પરિવારમાં તેમનો જન્મ થયો હતો.

બ્રિટિશ શાસનકાળ દરમિયાન અમજદ અલી ખાનનાં પિતા હાફીઝ અલી ખાન ગ્વાલિયરના દરબારમાં સરોદ વગાડતા હતા.

અમજદ અલી ખાને તેમના પિતા પાસેથી જ સરોદની તાલીમ મેળવી હતી.

બાદમાં, તેમણે પોતાનાં બે પુત્ર - અમાન અને અયાન અલી બંગશને પણ સરોદની તાલીમ આપી છે.

તેમણે વિશ્વનાં ઘણાં કળાકારો સાથે મળીને કામ કર્યું છે.

તેમનાં બન્ને પુત્ર- અમાન અને અયાન અલી બંગશ તેમની સાથે વારંવાર કૉન્સર્ટમાં ભાગ ભજવે છે.

વર્ષ 2014માં, અમજદ અલી ખાન, અમાન અલી બંગશ અને અયાન અલી બંગશે ઓસ્લોમાં નોબેલ શાંતિ પુરસ્કાર સમારોહમાં ભાગ લીધો હતો.

ઇમૅન્યૂએલ અને આન્દ્રે અગાસી

ભૂતપૂર્વ બૉક્સર અને આન્દ્રે અગાસીના પિતા તથા ભૂતપૂર્વ ટેનિસ કોચ ઇમૅન્યૂએલ અગાસીએ 1948 અને 1952 ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.

પરંતુ બન્ને પિતા અને પુત્રનાં વચ્ચેનાં સંબંધો જટિલ છે.

તેમના પુસ્તકમાં, તેમણે વર્ણવ્યું છે કે કેવી રીતે તેમના પ્રારંભિક દિવસોના ટેનિસના કારકિર્દીમાં તેમના પિતાની માત્ર ટેનિસ રમવાની બાબત સૌથી મહત્ત્વપૂર્ણ હતી.

પરિણામે અગાસી ટેનિસને નાપસંદ કરવા લાગ્યા હતા. નિવૃત્ત અમેરિકન ટેનિસ ખેલાડી આન્દ્રે અગાસીની ગણતરી અત્યાર સુધીના મહાન ખેલાડીઓમાં થાય છે.

તેઓ 16 વર્ષની વયે પ્રોફેશનલ ખેલાડી બન્યા અને તેમની પ્રથમ ટુર્નામેન્ટ લા ક્વિન્ટા, કેલિફોર્નિયામાં હતી.

અગાસીએ 1999નું વર્ષ વિશ્વના નં. 1 ક્રમાંક પૂર્ણ કર્યું અને પીટ સેમ્પ્રસના સતત 6 વર્ષ સુધી (1993-1998) ટોચના સ્થાને રહેવાનો વિક્રમ આગળ વધતો અટકાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો