અમેરિકા: દક્ષિણ ચીનના સમુદ્રમાં મિસાઇલ્સ ગોઠવીને પાડોશી દેશોને ડરાવે છે ચીન

અમેરીકાના રક્ષા મંત્રી જેમ્સ મેટિસે કહ્યું છે કે ચીન, દક્ષિણ ચીની સમુદ્રમાં મિસાઇલો ગોઠવી પાડોશી દેશોને ધમકાવી રહ્યું છે.
સિંગાપોરમાં મેટિસે કહ્યું કે ચીનનું આ પગલું તેમને સવાલોના ઘેરામાં લાવી શકે છે.
તેમણે એવું પણ કહ્યું કે સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે યોજાનારી મુલાકાતમાં દક્ષિણ કોરિયામાં અમેરીકાના સૈનિકોની હાજરીનો મુદ્દો સામેલ નહીં થાય.
તેમણે એવું પણ કહ્યું કે અમેરીકા કોરિયાઈ દ્વીપકલ્પને પૂર્ણ રીતે પરમાણુ મુક્ત કરવામા માગે છે.

ઇમેજ સ્રોત, Reuters
દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રી સોંગ યંગ મૂએ 'શાંગરી-લા ડાયલૉગ સિક્યુરિટી સમિટ'માં એવું કહ્યું હતું કે દક્ષિણ કોરિયામાં અમેરીકાના સૈનિકોની હાજરી એ ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારથી અલગ મુદ્દો છે.
આ સમયે અમેરીકાના 28,500 સૈનિકો દક્ષિણ કોરિયામાં હાજર છે.
સુરક્ષા સંમેલનમાં મેટિસે કહ્યું કે ચીને દક્ષિણ ચીન સમુદ્ર ક્ષેત્રમાં જહાજ પરથી ફાયર કરી શકાતી મિસાઇલો, જમીનથી આકાશ તરફ હુમલો કરતી મિસાઇલો અને ઈલેક્ટ્રૉનિક જૅમર ગોઠવવામાં આવ્યા છે.
જનરલ મેટિસે કહ્યું, "ચીન ભલે પોતાનો બચાવ કરતું હોય, પરંતુ આ હથિયારોની ગોઠવણ સીધી રીતે સૈન્ય ઉપયોગ સાથે જોડાયેલો મુદ્દો છે અને તેનો હેતુ ધમકાવવા અને ડરાવવાનો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રચનાત્મક સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
જનરલ મેટિસે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન ચીન સાથે રચનાત્મક સંબંધ ઇચ્છે છે, પરંતુ જરૂરિયાત પડી તો પૂરી તાકાત સાથે પ્રતિસ્પર્ધા પણ કરશે.
તેમણે કહ્યું કે અમેરીકા આ ક્ષેત્રમાં ચીનની ભૂમિકાને સ્વીકાર કરે છે.
દક્ષિણ ચીન સમુદ્ર પર છ દેશ દાવો કરે છે.
ચીન આ ક્ષેત્રમાં કૃત્રિમ દ્વીપ અને સૈન્ય રહેઠાણોને વિકસિત કરી રહ્યું છે.

ઇમેજ સ્રોત, GOOGLE/DIGITAL GLOBE
ગયા મહિને ચીને જણાવ્યું હતું કે તેમણે પોતાના લાંબા અંતર સુધી બૉમ્બ ફેંકી સકતા વિમાનોને વૂડી ટાપુ પર ઊતાર્યા છે.
અમેરીકાએ આ ઘટનાને ક્ષેત્રમાં અસ્થિરતા ઊભું કરતું પગલું ગણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વૂડી દ્વીપ જેને ચીન યાંગશિંગ કહે છે તેની પર વિયેતનામ અને તાઇવાન બંને દાવો કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














