જ્યારે એક પતિ જુગારમાં પોતાની પત્નીને હારી ગયા

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સંદીપ સાહૂ
    • પદ, બીબીસી સંવાદદાતા, ભુવનેશ્વર

ઑડિશાના બાલેશ્વર જિલ્લામાં એક પુરુષ કથિત રીતે જુગારમાં પોતાની પત્ની હારી ગયાં છે.

આક્ષેપ છે કે આ ઘટના થયા બાદ તેમણે તેમની પત્નીને તે પુરુષને સોંપી દીધી હતી જે જુગારમાં તેમને જીતી ગયા હતા. ત્યારબાદ પતિની સામે મહિલાનો બળાત્કાર થયો હતો.

બીબીસી સાથેની વાતચીતમાં ઓડિશા પોલીસે કહ્યું કે પીડિતાને પોલીસચોકીમાં બળાત્કારનો મામલો દાખલ કરાવ્યો છે.

જેના કારણે બન્ને મહિલાનાં પતિ અને તેમને જુગારમાં જીતનાર પુરુષ ભાગી ગયા હતા.

line

પહેલાં બળાત્કાર અને પછી મને ખબર પડી કે મને જુગારના દાવમાં મૂકી હતી

પીડિતા.

ઇમેજ સ્રોત, RAJKISHORE BEHERAA/BBC

ઇમેજ કૅપ્શન, પીડિતા.

બન્ને આરોપીઓની વિરુદ્ધ બળાત્કાર ઉપરાંત અન્ય કેટલાક કાયદાઓ હેઠળ આ મામલો દાખલ થયો છે.

બીબીસી સાથેની વાતચીતમાં પીડિતાએ કહ્યું, "23મી મેના રોજ લગભગ 11 વાગ્યે મારા પતિ ઘરે આવ્યા અને તેમની સાથે જવાનું કહ્યું. જ્યારે મેં એમને પૂછ્યું કે ક્યાં જવાનું છે, તો તેમણે જવાબમાં કંઈ પણ ન કહ્યું."

"મારી સાથે જબરદસ્તી કરીને તેઓ મને ગામની બહાર લઈ ગયા, જ્યાં તેમના મિત્ર પહેલાંથી જ હાજર હતા. હું તેમને 'ભૈયા' કહેતી હતી. તે મારો હાથ પકડીને ખેંચવા લાગ્યા. મેં તેમનો વિરોધ કર્યો. પરંતુ મારા પતિએ જાતે જ મારી સાડી ખેંચી કાઢીને મને તેમના હવાલે કરી દીધી."

તેમણે ઉમેર્યું, "જુગાર જીતનારા પુરુષ મને થોડી દૂર લઈ આવ્યા અને ત્યારબાદ મારી સાથે બળાત્કાર કર્યો. મને પછી ખબર પડી કે મારા પતિએ મને જુગારમાં દાવ પર લગાવી હતી અને તે જુગારમાં મને હારી ગયા હતા."

line

પોલીસે પહેલાં ફરિયાદ દાખલ કરવાની મંજૂરી ના આપી

છોકરી.
ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર.

આગલી સવારે પીડિતાની પુત્રીએ પોતાના નાનાને ફોન કર્યો હતો અને તેમને થયેલી ઘટનાની તમામ બાબતો જણાવી દીધી. પીડિતાના પિતા તેમના દીકરા સાથે પુત્રીના સાસરે પહોંચી ગયા હતા.

પીડિતાના પિતાનું કહેવું હતું, "જ્યારે અમે પુત્રીના સસરા અને જમાઈથી થયેલી ઘટના અંગે અમુક પ્રશ્નો પૂછ્યા, ત્યારે બન્નેએ જવાબમાં કહ્યું કે તેમની પાસે આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી નથી. ત્યારબાદ મેં ગામના સરપંચ સાથે વાત કરી હતી."

તેમણે ઉમેર્યું, "તેમણે ગામનાં અન્ય વડાઓ સાથે વાત કરી અને 2 દિવસનો સમય આપવાની માગ કરી હતી. નાછૂટકે અમે અમારી પુત્રી અને તેમનાં બન્ને બાળકોને લઈને અમારા ગામ પરત આવી ગયા હતા."

તેમનું કહેવું હતું, "27મી મેના રોજ સ્થાનિક પોલીસચોકીમાં અમે બળાત્કારનો રિપોર્ટ દાખલ કરવા માગતા હતા, પરંતુ પોલીસે મામલો દાખલ કરવા માટે ઇન્કાર કરી દીધો અને પતિની સાથે સમાધાન કરી લેવાની સલાહ આપી હતી. પછી અમે એસ.પી.ને મળ્યા અને ત્યારે જ આ મામલાની ફરિયાદની નોંધણી થઈ."

line

વિવશ પિતા

પીડિતા અને તેમના પિતા.

ઇમેજ સ્રોત, RAJKISHORE BEHERAA/BBC

પોલીસ સ્ટેશનના અધિકારીએ પીડિતાના પિતાનાં આરોપોને ફગાવી દીધા છે.

તેમણે કહ્યું, "હું રજા પર ગયો હતો. પરત આવ્યા બાદ મને જાણ થઈ કે બન્ને પક્ષોએ સમાધાન અરજી રજૂ કરી છે. પરંતુ બાદમાં જ્યારે એસ.પી.એ આદેશ આપ્યો અને અમે તરત જ એફ.આઈ.આર. દાખલ કરી અને તપાસ શરૂ કરી દીધી હતી."

પીડિતાના પિતાનો આરોપ છે કે મામલો દાખલ થયા બાદ પણ પોલીસ તેમને હેરાન કરી રહી હતી.

તેઓ કહે છે, "આજે પણ અમને પોલીસચોકીમાં 3થી 4 કલાક સુધી બેસાડવામાં આવ્યા હતા. મારી પુત્રી સાથે અયોગ્ય સવાલ પૂછવામાં આવ્યા હતા, જાણે દોષિત મારા જમાઈ નહીં, મારી દીકરી હોય."

(આ અહેવાલ સૌપ્રથમ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન